ભગવાન વિષ્ણુનાં ગરૂડે દેવતાઓનું અમૃત શા માટે ચોરી કર્યું હતું, જાણો તેની સાથે જોડાયેલી કથા

ભગવાન વિષ્ણુનાં ગરૂડે દેવતાઓનું અમૃત શા માટે ચોરી કર્યું હતું, જાણો તેની સાથે જોડાયેલી કથા

ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે જે અમર છે. તેને અમૃત ચોરી કરવાની શું જરૂર પડી હશે? તે વિચાર તમને આવતો હશે. આ આર્ટિકલમાં અમે આપને વિસ્તૃતમાં તેનાં વિશે જણાવીશું. વાત સતયુગની છે જ્યારે ગરુડ ભગવાન વિષ્ણુનાં વાહન ન હતા.ઋષિ કશ્યપ ને બે પત્નીઓ હતી જે પ્રજાપતિ દક્ષ ની દીકરીઓ હતી તેમનું નામ હતું વનિતા અને કદ્રુ બંને બહેનો હતી. પરંતુ બંનેમાં ઈર્ષ્યા હતી. બંનેને પુત્ર ન હતા. તેથી પતિ કશ્યપે બંનેને પુત્ર માટે વરદાન આપ્યું હતું. વનિતાએ બે શક્તિશાળી પુત્રો માગ્યા જ્યારે કદ્રુએ ૧૦૦૦ સાપ પુત્રનાં રૂપમાં માંગ્યા જે ઈંડાનાં રૂપે થવાના હતા. સાપ હોવાના કારણે કદ્રુનાં હજાર પુત્રો જલ્દી ઈંડા માંથી બહાર આવી ગયા અને પોતાની માં ની સેવા કરવા લાગ્યા અને તેના કહેવા મુજબ કામ કરવા લાગ્યા.

બંને બહેનોમાં શરત લાગી હતી કે, જેનાં પુત્ર બળવાન હશે હારવા વાળાએ તેની શરણાગત સ્વીકાર કરવાની રહેશે. ઉતાવળમાં વનિતાએ એક ઈંડાને પાક્યા પહેલા જ ફોડી નાખ્યું. ઈંડામાંથી અર્ધવિકસિત બાળક નીકળ્યું. જેનું ઉપર નું શરીર તો માણસનું હતું પરંતુ નીચેથી તે અર્ધવિકસિત હતું. તે પછીથી અરુણ નાં નામથી ઓળખાયો. આરુ સૂર્યની સાથે બ્રહ્માંડનો તારો બની ગયો. ડર નાં કારણે વનિતાએ બીજું ઈંડુ ના ખોલ્યું અને પુત્ર નાં ભાગી જવાના કારણે શરત હારી ગઈ અને પોતાની નાની બહેનની નોકરાણી બનીને રહેવા લાગી. ઘણા લાંબા સમય પછી બીજું ઈંડુ ફૂટ્યું તેમાંથી ગરુડ નીકળ્યા. જેમને મનુષ્યનાં રૂપમાં પાંખો  લાગેલી હતી. પોતાની માતાની આ હાલત જોઈને સાપો થી મુક્તિ માટેની શરત પૂછી. સપોએ વનિતાની મુક્તિ માટે અમૃત માગ્યું. તો ગરુડ સ્વર્ગલોક તરફ તરત જ નીકળી પડ્યા.

દેવતાએ અમૃતની સુરક્ષા માટે ત્રણ તબક્કાઓ નો પ્રબંધ ગોઠવ્યો હતો. પહેલા તબક્કામાં અગ્નિ નાં મોટા પડદા રાખ્યા હતા. બીજા તબક્કામાં ઘાતક હથિયારોનાં અંદરોઅંદરનાં  ઘર્ષણ ની દિવાલ અને છેલ્લા તબક્કામાં ૨ ઝેરી સાપને રક્ષક તરીકે રાખ્યા હતા. ત્યાં સુધી પહોંચવા માટે દેવતાઓની સામે મુકાબલો કરવાનો હતો. ગરુડે બધા સાથે મુકાબલો કર્યો અને દેવતાઓને વિખેરી નાખ્યા. ત્યારે ગરુડે સૌથી પહેલા ઘણીબધી નદીઓનું જળ મોઢામાં ભરી અને આગને બુઝાવી દીધી. આગલા તબક્કામાં ગરુડે પોતાનું સ્વરૂપ એટલું નાનું કરી લીધું કે કોઈ પણ હથિયાર તેનું કંઈ પણ બગાડી ન શકે અને છેલ્લા તબક્કામાં સાપોને પોતાના બન્ને પંજામાં પકડી ને મોઢા માં અમૃત કળશ લઈને પૃથ્વી તરફ ચાલવા લાગ્યા.

રસ્તામાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને ગરુડનાં મોઢામાં અમૃત કળશ જોવા છતાં પણ અમૃત કળશ પ્રત્યે ની લાલચ ન હોવાના કારણે ખુશ થઇને ગરુડને આજીવન અમર રહેવાનું વરદાન આપ્યું. ત્યારે ગરુડે પણ ભગવાનને એક વરદાન માંગવા માટે કહ્યું તો ભગવાને તેને પોતાની સવારી બનવા માટેનું વરદાન માંગ્યું. ત્યારથી ગરુડ પર સવાર કહેવાયા ભગવાન શ્રી વિષ્ણુ.

ઇન્દ્ર એ પણ ગરુડને વરદાન આપ્યું કે, તે સાપોને ભોજન નાં રૂપમાં ખાઈ શકશે. તે વાત પર ગરુડે પણ ઈન્દ્રને અમૃત કળશ સકુશળ પાછું આપવા માટેનું વચન આપ્યું. ગરુડે સાપોને  અમૃત આપી દીધું અને જમીન પર રાખી દીધું સાથે જ ગરુડે તેઓને અમૃત કળશ ને હાથ લગાવતા પહેલા નાહવા માટે કહ્યું. જ્યારે તેઓ નાહવા માટે ગયા ત્યારે ઇન્દ્ર અમૃત કળશ પરત લઈ ગયા. પરંતુ તેના થોડા ટીપા જમીન પર લાગેલા ઘાસમાં રહી ગયા. જેના માટે સાપો ઝપટી પડ્યા પરંતુ તેનાં હાથમાં કંઈ ના આવ્યું.બીજો એક મહિમા પણ છે ગરુડનો ત્રેતાયુગમાં ઇન્દ્રજીત નાં નાગપાસમાં બંધાય ને શ્રી રામ અને શ્રી લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા હતા અને પ્રાણ નીકળવા સિવાય બીજું કંઈ બાકી ન હતું. તે સમયે હનુમાનજી વૈકુંઠ ગયા અને ગરુડને લાવીને નાગપાસ છોડાવ્યું હતું.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *