ભાગ્ય નાં આધારે પૈસા કમાવવા ઈચ્છતા હોવ તો, આજથી જ અજમાવો આ ૬ ટોટકા ક્યારેય નહીં રહે આર્થિક તંગી

ભાગ્ય નાં આધારે ધન કમાવવાના સપનાઓ ઘણા લોકો જુએ છે પરંતુ દરેક નાં સપનાઓ સફળ થતા નથી પૈસા માટે દરેક વ્યક્તિ એ ખૂબ જ મહેનત કરવી પડે છે. ઘણા લોકો એવા હોય છે કે જેને મહેનત કર્યા બાદ પણ ધનની પ્રાપ્તિ થતી નથી. એવામાં આજે અમે તમને જલ્દી ધન કમાવવાના કેટલક સરળ ટોટકા ઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ મુજબ છે.
- તજ પાવડર ને લઈ તેનાં પર ઘડિયાળ નાં કાંટાની દિશામાં અગરબત્તી ફેરવવી. આ દરમિયાન ધન વૃદ્ધિ ની કામના કરવી. હવે તજ નાં પાવડર ને તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર છાંટી દેવો. વધેલો તજ પાવડર મંદિરમાં રાખવો આ પ્રક્રિયાને દર બીજા કે ત્રીજા દિવસ બાદ ફરી કરવી. તેનાથી તમારી આર્થિક મુશ્કેલી દૂર થશે.
- પહેલેથી જમા કરેલ ધનમાં વૃદ્ધિ કરવા માટે શુક્રવાર નાં દિવસે માં લક્ષ્મી નાં મંદિરે જઈ ને ઝાડુ દાન કરવું સાથે જ કનકધારા સ્તોત્ર નાં પાઠ કરવા ત્યારબાદ અશોક નાં વૃક્ષ ની જડ તોડી ગંગા જળ થી પવિત્ર કરીને ધન રાખવાના સ્થાન પર રાખવી. તમારા ધનમાં વૃદ્ધિ થશે.
- એક માટી નાં વાસણ માં ધાણા રાખી સાથે ૨૧ રૂપિયા નાં સિક્કા નાખવા માટી અને ધાણા ને હળવા હાથે મિક્સ કરી તેમાં થોડું પાણી નાખવું. આ વાસણ ઉત્તર દિશામાં રાખવું. તેમાં રોજ થોડું પાણી નાખવું. જ્યારે ધાણા બહાર નીકળે ત્યારે તેનો ઉપયોગ કરવો અને સિક્કા ને લાલ કપડામાં બાંધીને ઘર ની તિજોરીમાં રાખવા આ ઉપાય કરવાથી તમારા ઘરે પૈસા નું આગમન થશે આ ઉપાય શુક્લ પક્ષ નાં મંગળવાર કે ગુરુવાર નાં દિવસે કરવો.
- સવારે ઉઠીને તમારો સીધો પગ પહેલા ધરતી પર રાખો. સ્નાન કર્યા બાદ તુલસીજી ને જળ અને દૂધ મિક્સ કરીને અર્પણ કરવા. સાંજ નાં સમયે સરસવ નાં તેલ માં લવિંગ નાખીને તેને કોઈ નિર્જન સ્થાન પર જઈને દીવો કરવો તેનાથી ધન સંબંધિત મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.
- તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે સતત ૬ શનિવાર સુધી કુવા ના પાણી ને સીંચી અને પીપળા નાં વુક્ષ પર ચડાવવું. એવું કરતી વખતે પાછળ વળીને જોવું નહીં અને તેની સાથે જ અમાસ નાં દિવસે વિકલાંગ વ્યક્તિઓને ભરપેટ ભોજન કરાવવું જેનાથી કર્જમાંથી મુક્તિ મળે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.
- કૃષ્ણ પક્ષ નાં પ્રથમ શનિવારે ઘર નાં મુખ્ય દરવાજા પર સરસવ નાં તેલનો દીવો કરવો દીવો ઠરી જાય અને તેલ બચી જાય તો તે તેલ પીપળા નાં ઝાડ પર ચડાવવું આ ઉપાય સાત શનિવાર સુધી કરવો જેનાથી દરેક પ્રકારની આર્થિક મુશ્કેલી દૂર થશે અને આ ઉપરાંત પીળા કપડામાં કસ્તુરી વીટાળી ને તેજોરી માં રાખવાથી ધન લાભ થાય છે.