ભાગ્યશ્રી એ દુઃખી થઈને કહ્યું, જ્યારે મેં ઇન્ડસ્ટ્રી છોડી હતી ત્યારે મારા પતિને સાંભળવા પડ્યા હતા ખરાબ શબ્દો

ભાગ્યશ્રી એ દુઃખી થઈને કહ્યું, જ્યારે મેં ઇન્ડસ્ટ્રી છોડી હતી ત્યારે મારા પતિને સાંભળવા પડ્યા હતા ખરાબ શબ્દો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી એ પોતાના શ્રેષ્ઠ અભિનયથી પોતાની પ્રથમ ફિલ્મથી જ બધાને પોતાના દિવાના કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, “મૈને પ્યાર કિયા” ભાગ્યશ્રી ની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં ભાગ્યશ્રી સુમન નાં કિરદારમાં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. આ ફિલ્મની અપાર સફળતા પછી રાતોરાત ભાગ્યશ્રી પ્રખ્યાત થઈ ગઈ હતી. ફિલ્મ “મૈને પ્યાર કિયા” માં સલમાન ખાન સાથે તેની જોડી સુપરહિટ સાબિત થઇ હતી.તમને જણાવી દઈએ કે, ભાગ્યશ્રી ને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો. તેની પ્રથમ ફિલ્મ સુપરહિટ જવા છતાં પણ ભાગ્યશ્રી એ અચાનકથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ને છોડી દીધી. તેના આ નિર્ણયથી દરેક ને આશ્ચર્ય થયું હતું. લાંબા સમય પછી

ભાગ્યશ્રીએ બોલીવુડ છોડવા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ભાગ્યશ્રી નું નામ એ અભિનેત્રીઓની યાદીમાં આવે છે કે, જેઓ પોતાની પ્રથમ ફિલ્મથી જ પ્રખ્યાત થઈ હતી. ભાગ્યશ્રી ફિલ્મ “મૈને પ્યાર કિયા” ની સાથે જ્યારે રાતોરાત સ્ટાર બની ત્યારે ચાહકોને આશા હતી, કે તેઓને હજુ ઘણી ફિલ્મોમાં ભાગ્યશ્રી નો અભિનય જોવા મળશે. પરંતુ આ દરમિયાન ભાગ્યશ્રીએ અચાનક હિમાલય સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી તરત જ અભિનેત્રી ભાગ્યશ્રીએ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર કરી લીધી. તમને જણાવી દઈએ કે, ભાગ્યશ્રીનાં અચાનક બોલીવુડ છોડવાના કારણે તેના પતિને ઘણું સાંભળવું પડ્યું હતું.“મૈને પ્યાર કિયા” ફિલ્મ થી ભાગ્યશ્રી એ લાખો ચાહકો નાં દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. પરંતુ અચાનક જ ઇન્ડસ્ટ્રી છોડવાનાં નિર્ણયનાં કારણે ચાહકો ખૂબ નારાજ થયા હતા. જેનાં કારણે અભિનેત્રી ભાગ્યશ્રી નાં ચાહકોએ તેનાં પતિ હિમાલય દાસાણી ને જિમ્મેદાર માન્યા હતા.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભાગ્યશ્રી એ તેનાં પતિ વિશે વાત કરતા કહ્યું હતું કે બિચારા મારા પતિને ચાહકોએ ખૂબ ગાળો આપી હશે કે જેઓ તે વાતથી નારાજ હતા કે મારા પતિ મને લગ્ન કરીને બોલિવૂડથી દૂર લઈ ગયા. બધાએ તેમને ગાળો આપી હશે. મને લાગે છે કે તે સમયે એક હું જતી કે જે તેમને પ્રેમ કરતી હોઈશ.અભિનેત્રી ભાગ્ય્શ્રી તેનાં પતિ વિશે વધુ વાત કરતા હતા ત્યારે તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે હું ફિલ્મ “મૈને પ્યાર કિયા” કરવાની ન હતી તેણે કહ્યું કે તે આ ફિલ્મ માટે તૈયાર ન હતી. પરંતુ સૂરજ બરજાત્યા નાં વારંવાર કહેવા પર તેણે આ ફિલ્મ માટે હા કહી હતી. તેણે જે રીતે મને ફિલ્મની સ્ટોરી કહી હતી મને સ્ટોરી ગમી પણ હતી. તેમણે મને પૂછ્યું કે શું હું આ ફિલ્મમાં કામ કરીશ ત્યારે મેં તેમને કહ્યું હતું કે મને સ્ટોરી ખૂબ ગમે છે પણ હું આ ફિલ્મ નહીં કરું. પરંતુ તેમનાં વારંવાર કહેવાથી છેલ્લે મેં આ ફિલ્મ માટે હા કહી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

ભાગ્યશ્રી એ વધુમાં ખુલાસો કર્યો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં સ્ટારડમ છોડીયા ને ઘણા વર્ષો પછી તેમને સમજાયું અને તેમણે ફરી એક્ટિંગ જગતમાં પાછા ફરવાનું નક્કી કર્યું. લગ્નનાં  ઘણા વર્ષો પછી ટીવી સીરીયલ “લૌટ આઓ ત્રિશા” માં ભાગ્યશ્રી જોવા મળી હતી. પરંતુ આ શો હીટ રહ્યો ન હતો. તમને જણાવી દઈએ કે, ભાગ્યશ્રી ખૂબ જલ્દી મોટા પડદે પરત ફરવા જઈ રહી છે. ભાગ્યશ્રી પ્રભાસ સાથે ફિલ્મ “રાધેશ્યામ” માં જોવા મળશે અને કંગનાની ફિલ્મ “થલાઈવી” માં પણ જોવા મળશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *