ભાગ્યશાળી હોય છે આ પ્રકારનાં શારીરિક લક્ષણો ધરાવતા પુરુષો, પૈસા આપમેળે પહોંચી જાય છે તેઓની પાસે

કહેવામાં આવે છે કે વ્યક્તિને જોઈને જ તેનાં સ્વભાવ અને ભવિષ્ય નો અંદાજો લગાવી શકાય છે. હિન્દુ ધર્મમાં ઘણા પ્રાચીન ગ્રંથ છે. તેમાંથી એક ભવિષ્ય પુરાણ છે આ ગ્રંથમાં સ્વયં બ્રહ્માજી એ વાત જણાવી છે કે જો કોઈ પુરુષ નો સ્વભાવ વિશે જાણવું હોય તો તેનાં દરેક અંગો જેમ કે દાંત, વાળ, નખ, દાઢી-મૂછ ને ધ્યાન થી જોવાભવિષ્યપુરાણ અનુસાર પુરુષોનાં આ અંગોનાં આકાર અને રંગ રૂપ ને જોઈને તેની સાથે જોડાયેલી દરેક વાત જાણી શકાય છે તેમાંથી ઘણા લક્ષણ ભાગ્યશાળી પુરુષ ની નિશાની પણ હોય છે. તેનાં આધારે તમે તે વિશેષ પુરુષ વિશે બધું જાણી શકો છો.
- જે પુરુષોનાં પગની તર્જની આંગળી એટલે કે અંગૂઠાની બાજુની આંગળી અંગુઠા થી મોટી હોય તે પુરુષ ને સ્ત્રી સુખ પ્રાપ્ત થાય છે. તેને સારી અને કેરિંગ જીવનસાથી મળે છે.
- જે પુરુષો નાં પગ કોમલ અને લાલ રંગનાં હોય છે તેને જીવનમાં સુખ સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય છે. એવા પુરુષો નું જીવન ખૂબ જ આરામદાયક હોય છે. આ ખાસિયતો એ પુરુષોમાં હોય છે જેને પગમાં પરસેવો થતો નથી.
- જે પુરુષોનાં પગની સૌથી નાની આંગળી અંગૂઠા થી મોટી હોય છે. તેની પાસે ધનની ક્યારેય કમી થતી નથી. એવા લોકો જીવનમાં ખૂબ જ પૈસા કમાઈ છે. ગરીબી તેની આસપાસ પણ આવતી નથી.
- જો કોઈ પુરુષો નાં સાથળ પહોળા હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવા મજબુત બાંધા વાળા પુરૂષોને જીવનમાં પૈસા અને સુખ બંને પ્રાપ્ત થાય છે.
- જે પુરૂષોનું પેટ સીધું અને ગોળ હોય છે તે જીવનમાં ખૂબ જ પૈસા પ્રાપ્ત કરે છે. એવા લોકો ને જીવનની દરેક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
- જો કોઈ પુરુષ નો પીઠનો ભાગ કાચબા નાં પેટનાં આકાર જેવો દેખાતો હોય તો તે ભાગ્યવાન અને ધનવાન હોય છે.
- મજબૂત અને પહોળા ખંભા વાળા પુરુષો ને શુભ માનવામાં આવે છે. તેની સાથે લગ્ન કરવા વાળી સ્ત્રી હંમેશા સુખી રહે છે.
- ઉંડી અને ગોળ નાભિ વાળા પુરુષો જીવનમાં ખૂબ જ સુખી થાય છે.
- જે લોકોની ગરદન નાની અથવા સામાન્ય હોય છે તે લોકો જીવનમાં ખૂબ જ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે અને ધન અને સુખ ની તેને કમી રહેતી નથી.
- જે પુરુષોની હથેળી નો વચ્ચેનો ભાગ ઉપસેલો હોય છે તે દાનવીર હોય છે. ભગવાનની કૃપાથી તેની પાસે દરેક સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.