ભાગ્યહીન હોય છે આ પ્રકાર નાં શારીરિક લક્ષણવાળા પુરુષો, દુર્ભાગ્ય તેમની સાથે ચીપકી ને રહે છે.

જીવનમાં સફળ અને સુખી રહેવા માટે ભાગ્ય નું પણ ખૂબ જ મહત્વ નું યોગ દાન હોય છે. જો કે કેટલાક લોકોનું ભાગ્ય એટલુ ખરાબ હોય છે કે, તે જે કામ કરે છે તેમાં તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. એવા ભાગ્યહીન પુરુષો વિશે સમુદ્ર શાસ્ત્ર ની અંદર કેટલીક વાતો કહેવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભાગ્યહીન પુરુષો ની અંદર કયા કયા પ્રકાર નાં શારીરિક લક્ષણો જોવા મળે છે. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે પુરુષો નાં પગ નાં અંગૂઠા વધારે મોટા હોય તેમનું ભાગ્ય તેને ક્યારેય પણ સાથ આપતું નથી. એવા લોકો સારા ભાગ્ય માટે આજીવન તરસતા રહે છે. તેને ખરાબ ભાગ્ય સાથેજ જીવવું પડે છે.
જે પુરુષો નાં પગ સફેદ, સુકા, આડાઅવળા નખ વાળા અને અસમાન આંગળીઓ વાળા હોય છે. તેઓને જિંદગીમાં ખૂબ જ પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ ધન સાથે સંબંધિત સમસ્યાઓ આવે છે.
જે પુરુષો નાં સાથળ પર ચરબી નથી હોતી તેવા પુરુષોને ક્યારેય પણ ભાગ્ય નો લાભ પ્રાપ્ત થતો નથી. તેની આસપાસ ભાગ્ય ફરકતું પણ નથી.
જે પુરુષો નાં ગોઠણ માં વધારે માંસ હોતું નથી તેને ભાગ્યનો લાભ પ્રાપ્ત થતો નથી. આ પ્રકાર નાં પુરુષો ને દરેક નાની-નાની વસ્તુઓ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. સુખ અને ધન માટે તેઓ હંમેશા તરસતા રહે છે.
જે પુરૂષોની નાભિ નાની હોય છે તેને જીવનમાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે ભાગ્ય તેનાથી હંમેશા દૂર રહે છે.જે પુરુષોની દાઢી નાની અને ચપટી હોય છે તેને જીવનમાં ધન ની બાબતમાં ખૂબ જ પરેશાની આવે છે. પૈસા માટે તેને ખૂબ જ મહેનત કરવી પડે છે. ભાગ્ય તેમનો સાથ આપતું નથી. જયારે ઉભરેલી ઉંચી દાઢી વાળા લોકોને પૈસાની કમી રહેતી નથી.
જે પુરુષોની ગરદન થોડી વધારે લાંબી હોય છે તેઓને જીવનમાં સુખ મળતું નથી તેઓને હંમેશા સમસ્યાઓ આવ્યા કરે છે. જે પુરુષોની હથેળી માં તલ વધારે ઊંડું હોય છે તેઓને પિતા તરફથી ધન સુખ મળતું નથી તેઓએ પોતાના જીવનમાં પોતાની રીતેજ પૈસા કમાવા પડે છે.જે પુરૂષોનું પેટ લાંબુ અને પાતળું હોય છે તેઓને ધનનો અભાવ રહે છે તેને ગરીબી માં જ જીવન પસાર કરવું પડે છે.