ભવિષ્ય માં રિલાયન્સ કંપની સંપૂર્ણપણે બદલાઇ જશે, ટેકનોલોજી ક્ષેત્ર પર છે મુકેશ અંબાણી ની નજર

ભવિષ્ય માં રિલાયન્સ કંપની સંપૂર્ણપણે બદલાઇ જશે, ટેકનોલોજી ક્ષેત્ર પર છે મુકેશ અંબાણી ની નજર

મુકેશ અંબાણી હવે તેની રિલાયન્સ કંપની ને ટેકનોલોજી અને ઈ-કોમર્સ કંપનીમાં પરિવર્તિત કરવા માંગે છે અને આ માટે તેઓ ઘણી યોજનાઓ બનાવી રહ્યા છે. નિષ્ણાંતો અનુસાર ટેકનોલોજી અને ઈ-કોમર્સમાં વધારે સ્કોપ જોતા મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીમાં આ ફેરફાર કરવા ઈચ્છે છે. રિલાયન્સ કંપની ને ટેકનોલોજી અને ઈ-કોમર્સ માં બદલવા માટે ૫-જી નેટવર્ક માટેની પ્રોડક્ટ ડેવલપ કરવી, ફેસબુકની વોટ્સઅપ પેમેન્ટ સર્વિસને રિલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવું અને ઈ-કોમર્સ વ્યાપારને ફિઝિકલ સ્ટોર સાથે જોડવાનો પ્લાન છે. આવું કરવા માટે મુકેશ અંબાણી રિલાયન્સ નાં તેલ અને પેટ્રોકેમિકલ બિઝનેસ નો હિસ્સો વેચવાનું વિચારી રહ્યા છે. અને રોકાણકારો હિસ્સો ખરીદવા માટે તૈયાર છે.

દરેકની નજર અંબાણીની આ યોજના પર છે. નિષ્ણાતો કહે છે કે, અંબાણી તેનાં ડિજિટલ અને રીટેઈલ એકમોમાં હિસ્સો વહેંચવા માટે ઘણા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને તેને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડિજિટલ બિઝનેસમાં ૨૦ અબજ ડોલર અને રિટેઈલ બિઝનેસ માં ૬.૪ અબજ ડોલરનું રોકાણ થયું છે. સમયમર્યાદા નાં નવ મહિના પહેલા જ જુનમાં કંપનીએ પોતાને કરમુક્ત જાહેર કરી દીધી છે. જુલાઈમાં રિલાયન્સની એજીએમમાં અંબાણી અને તેનાં બાળકો ઈશા અને આકાશે રોકાણકારોને તેમની હાઇટેક મહત્વાકાંક્ષા વિશે જણાવ્યું હતું. કંપની આગામી વર્ષનાં પ્રારંભમાં જ ૫-જી વાયરલેસ નેટવર્ક સેવા અને એક વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કરવાની યોજના ધરાવે છે.

નવા વર્ષમાં કંપની ૫-જી પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. સરકારે હજુ આ માટે સ્પેકટ્રમ ફાળવ્યું નથી પરંતુ અંબાણીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમની કંપની વર્ષ ૨૦૨૧ નાં ઉત્તરાર્ધમાં દેશમાં ૫-જી ક્રાંતિનું નેતૃત્વ કરશે. સાથે જ કંપની ૫૪ ડોલરમાં સ્માર્ટ ફોન વહેંચવા માટે ગુગલ સાથે મળીને કામ કરી રહી છે. અને અંબાણીએ ફેસબુક કંપની સાથે પણ હિસ્સેદારી કરી હતી અને ફેસબુકે કંપનીમાં રોકાણ કર્યું હતું. જેની સાથે રિલાયન્સ કંપનીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, હવે આ કંપની ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધી રહી છે.

વિશ્વનાં ટોચનાં ૧૦ ધનિક લોકોની યાદીમાંથી બહાર

 

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલાયન્સનાં શેર માં ૫૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થયો છે. જેની સાથે મુકેશ અંબાણી વિશ્વનાં ૧૦ ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે અને તે ૧૧ માં સ્થાને પહોંચી ગયા છે. આ પહેલા તેઓ ૧૦ માં સ્થાન પર હતા. વિશ્વનાં સૌથી ધનિક ૧૦ લોકોની યાદીમાં ભારત તરફથી ફક્ત મુકેશ અંબાણીનું જ નામ હતું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *