ભગવાન ભૈરવ નાં આ ઉપાય કરવાથી જલ્દી થી મળે છે સમસ્યાનું સમાધાન, દુર્ભાગ્યથી મળે છે છુટકારો

ભગવાન ભૈરવ નાં આ ઉપાય કરવાથી જલ્દી થી મળે છે સમસ્યાનું સમાધાન, દુર્ભાગ્યથી મળે છે છુટકારો

ધર્મશાસ્ત્રમાં પૂજાપાઠ ની શક્તિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પૂજા પાઠ સંબંધિત કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે કઠિનમાં કઠિન સમયને પણ ટાળી શકે છે અને તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તન કરવાની ક્ષમતા રાખે છે. તેનાં અનુસાર ભગવાન ભૈરવની પૂજા અર્ચના સમસ્યા નિવારણ માટે જલ્દી જલ્દી ફળદાયી હોય છે. જ્યોતિષમાં ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ઘણા સરળ અને પ્રભાવશાળી ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ન ફક્ત તમારી સમસ્યાઓ દૂર થશે પરંતુ તમારું ભાગ્ય પણ જાગૃત થઈ જશે. તો ચાલો જાણીએ કેટલાક ઉપાયો વિશે

જો તમે સમસ્યાઓથી ઘેરાયેલા હો અને તેમાંથી નીકળવાનો રસ્તો શોધી રહ્યા હોવ તો અને તમને લાગી રહ્યું હોય કે દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે અને તમારો પીછો નથી છોડતું. ત્યારે ભગવાન ભૈરવ સમક્ષ ભૈરવ ચાલીસા નાં પાઠ કરવા. આ કાર્ય તમારે રવિવાર નાં દિવસે આરંભ કરીને ૪૦ દિવસો સુધી કરવું. નિયમ અને નિષ્ઠા સાથે પાઠ કરવાથી તેનું અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત નિયમિત રૂપથી કૂતરાને રોટલી અથવા તો કંઈ ખાવાનું આપવું. કૂતર ને ભગવાન ભૈરવનું વાહન ગણવામાં આવે છે. તેથી કૂતરા ને ભોજન કરાવવાથી ભગવાન ભૈરવ જલદી પ્રસન્ન થાય છે અને સમસ્યાઓ થી છુટકારો મળે છે. તમારા દુર્ભાગ્ય ને સૌભાગ્યમાં બદલી શકશો. આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી ગણવામાં આવે છે.

ભગવાન ભૈરવ શિવજી નાં રુદ્ર રૂપ છે. તેની પૂજા-અર્ચના કરવાથી શત્રુ, ભય અને સંકટ થી રક્ષણ મળે છે. ભગવાન ભૈરવની પૂજા કરવાથી શનિદેવનો પ્રકોપ દૂર થાય છે. ભગવાન ની આરાધના કરવી અને તેનું સ્મરણ કરવું અને જરૂરિયાત મંદ લોકોને ભોજન કરાવવું. સાથે જ કુષ્ટ રોગીઓ અને ભિક્ષુકોને ધાબળા દાન કરવા અને ભગવાન ભૈરવ પાસે સંકટ દૂર કરવાની પ્રાર્થના કરવી.

ભગવાન કાલભૈરવ નાં બે રૂપ ગણવામાં આવે છે. એક બટુક ભૈરવ જે સૌમ્ય રૂપ છે અને કાલભૈરવ રોદ્ર રૂપ છે. કાલ ભૈરવ ભગવાન નાં બટૂક રૂપની આરાધના સાધારણ વ્યક્તિ માટે ઉત્તમ રહે છે. શનિવાર નાં દિવસે એવા ભૈરવ મંદિરે જવું જ્યાં લોકો ઓછા જતા હોય અથવા જ્યાં લાંબા સમયથી પૂજા-અર્ચના ન કરવામાં આવી હોય. રવિવાર નાં સવારે ત્યાં જ ભગવાન કાળભૈરવની સિંદુર, તેલ નાળિયેર અને જલેબી અર્પણ કરવી. અને સાચા હૃદયથી એકાગ્ર ચિતે પૂજા અર્ચના કરવી. પૂજા બાદ નાળિયેર અને જલેબી ને પ્રસાદ નાં  રૂપમાં ૫ અથવા ૭ બાળકોને આપવી. માન્યતા છે કે, આ પૂજા કરવાથી ભગવાન ભૈરવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી દરેક સમસ્યા નું જલ્દી થી નિવારણ કરે છે.

 

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *