ભગવાન વિષ્ણુ નાં આશીર્વાદ મેળવવા માટે, કરો આ ખાસ ઉપાય, થશે દરેક કાર્ય પૂર્ણ

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તે દિવસે તેમની ખાસ પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે, જે લોકો ગુરુવાર નાં દિવસે વિષ્ણુ પૂજન કરે છે તેની દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. તેથી સાચા મનથી ગુરુવારનાં દિવસે વિષ્ણુની પૂજા કરવી.આ દિવસે ભગવાન વિષ્ણુજી ઉપરાંત બૃહસ્પતિ ગ્રહની પૂજા કરવી. ભગવાન બ્રહસ્પતિ ને દરેક ગ્રહોનાં ગુરુ માનવામાં આવે છે. ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુજી ને પીળો રંગ ખૂબ જ પસંદ હોય છે. તેથી ગુરુવાર નાં દિવસે પીળા રંગનાં વસ્ત્રો પહેરવાથી શુભ ફળ મળે છે.નવું વર્ષ તમારા માટે શુભ રહે એટલા માટે ભગવાન વિષ્ણુની વિધિ વ્રત પૂજા આ દિવસે જરૂર કરવી. તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ ગુરૂવારના વ્રત ની વિધિ અને નિયમ
પૂજા વિધિ
- સવારે વહેલા ઉઠી ઘરની સફાઈ કર્યા બાદ સ્નાન કરવું. ત્યારબાદ પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરવા અને તમારા મંદિરમાં એક બાજોઠ ની સ્થાપના કરવી તેનાં પર પીળા રંગનું વસ્ત્ર પાથરવું. તમે ઈચ્છો છો તેનાં પર લાલ રંગનું વસ્ત્ર પણ પાથરી શકો છો.
- બાજોઠ પર ભગવાન વિષ્ણુની મૂર્તિને રાખવી અને બાજોઠ ને સારી રીતે સજાવો બની શકે તો બાજોઠ પર ચોખા અને હળદરની મદદથી નવગ્રહ પણ બનાવવા.
- સૌપ્રથમ ભગવાનની સામે દીવો કરવો ત્યાર બાદ ભગવાન વિષ્ણુજી ને ફૂલ અને ફૂલની માળા અર્પણ કરવી. વિષ્ણુજીને ભોગ લગાવવો અને તુલસી પત્ર પણ અર્પણ કરવા.
- પૂજા કરવાનો સંકલ્પ કરવો અને પૂજા શરૂ કરવી
- પૂજા કરતી વખતે ઓમ નમો નારાયણ મંત્ર નાં જાપ કરવા. આ મંત્ર નાં ૧૦૮ વાર મંત્રના જાપ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. મંત્ર જાપ કર્યા બાદ વિષ્ણુજી ની આરતી કરવી ત્યારબાદ તેને ભોગમાં ધરાવેલ પ્રસાદ લોકો માં વહેંચવો.
વ્રત રાખવા ના નિયમ
કેટલાક લોકો ગુરુવાર નાં દિવસે વ્રત પણ રાખે છે તમે ઈચ્છો તો વ્રત રાખી શકો છો શાસ્ત્રો અનુસાર ગુરુવાર નાં દિવસે વ્રત રાખવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને દરેક કષ્ટ દૂર થાય છે. જોકે વ્રત રાખતી વખતે આ વાતોનું ધ્યાન જરૂર રાખવું જો તમે ગુરુવાર નાં દિવસે વ્રત રાખો છો તો ફક્ત પીળા રંગની વસ્તુઓનું જ સેવન કરવું જો કે કેળાનું સેવન કરવાથી બચવું કારણ કે તે દિવસ ગુરુગ્રહ ને સમર્પિત છે અને તે દિવસે કેળાંની પૂજા કરવામાં આવે છે. ગુરૂવાર નાં વ્રત દરમિયાન નીમક ખાવું નહીં અને એક સમય જ ભોજન લેવું જોઈએ છે.જે ભોજન લો તે પીળા રંગનું હોવું જોઈએ ભોજનમાં ફક્ત ઘીમાં બનાવવું. પૂજા કરતી વખતે વિષ્ણુજીને અર્પણ કરવામાં આવેલ ફળ વ્રત માં ખાવા જોઈએ નહિ. આ ફળ કોઈને દાન કરવા. આ વ્રત ૭ ગુરુવાર સુધી કર્યા બાદ વિધિવત્ તેનું ઉથાપન કરવું. એવું કરવાથી ગ્રહ પીડા અને ગ્રહદોષ થી મુક્તિ મળે છે.
જરૂર કરો આ કામ
- ગુરુવાર નાં દિવસે કેળા નાં વૃક્ષ ની પૂજા અવશ્ય કરવી. કેળા નાં વુક્ષ ની પૂજા કરવાથી જીવનમાં ખુશી બની રહે છે. ગુરુવાર નાં દિવસે પૂજા કર્યા બાદ કેસરનું તિલક લગાવવું ત્યારબાદ કોઈ શુભ કામની શરૂઆત કરવી.
- તુલસીજી ની પૂજા જરૂર કરવી સ્નાન કર્યા બાદ તુલસી માતા ને ગાયનું કાચું દૂધ અર્પણ કરવું એવું કરવાથી આર્થિક પરેશાની દૂર થાય છે.
- ગુરુવાર નાં દિવસે બૃહસ્પતિ ગ્રહ ની કથા જરૂર કરવી તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે માનસિક શાંતિ મળે છે અને ગુરુ દોષ દૂર થાય છે.
- જે લોકો નાં લગ્ન થઈ રહ્યા ન હોય તેવા લોકોએ સ્નાન કર્યા બાદ સ્નાન કરવાના પાણી પાણીમાં હળદર મેળવીને સ્નાન કરવું.