ભગવાન વિષ્ણુ નું સૌથી તાકાતવર શસ્ત્ર છે સુદર્શન ચક્ર, જાણો તેની સાથે જોડાયેલી કથા

શાસ્ત્રોમાં સૌથી વધારે ભગવાન વિષ્ણુ નો ઉલ્લેખ કરવામાં આવે છે જેના કારણે તેમને સૌથી મોટા દેવતા ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ ઘણા અવતારો માં ધરતી પર જન્મ લીધો હતો શાસ્ત્રોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે જે લોકો સાચા મનથી તેની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનની દરેક પરેશાનીઓને દૂર થાય છે. તેમના નામનાં જાપ કરવાથી સંકટ દૂર થાય છે. શાસ્ત્રોમાં તેને પાલનહાર નું નામ આપવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુએ ત્રણ અવતારોમાં ત્રણ ગુરુઓ પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી. તેમને દરેક વસ્તુનું જ્ઞાન હતું. તેમણે પોતાના ગુરૂ પાસેથી અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાથી લઈને નીતિ સાથે જોડાયેલ શિક્ષણ ગ્રહણ કર્યું હતું. એટલું જ નહીં તેમણે સુદર્શન ચક્ર પણ પ્રાપ્ત કર્યું હતું.
તેના વિશે શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે, આ એક અચૂક શસ્ત્ર છે તેને કુલ ૧૦૦૦ આરાઓ છે તેને છોડ્યા બાદ લક્ષ્ય નાં અંત કર્યા બાદ જ તે પરત આવે છે. તેમજ વિષ્ણુજીને સુદર્શન પ્રાપ્ત કર્યું હતું તેની સાથે એક કથા જોડાયેલી છે જે આ પ્રકારે છે કહેવાય છે કે, દૈત્યો થી પરેશાન થઈને દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા અને દેવતાઓ એ કહ્યું હતું કે અમારી મદદ કરો અને દૈત્યો થી અમારું રક્ષણ કરો પરંતુ તે સમયે ભગવાન વિષ્ણુ પાસે કોઈ શસ્ત્ર ન હતું કે, જેનાથી તે દેવતાઓ ની મદદ કરવા અને દૈત્યો નો વિનાશ કરી શકે એવા માં વિષ્ણુજી ને ભગવાન શિવજી નો ખ્યાલ આવ્યો ભગવાન શિવજી પાસેથી શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે કૈલાસ પર્વત કૈલાસ પર્વત પર જઈ તેમણે શિવજી ની તપસ્યા શરૂ કરી. અને ૧૦૦૦ નામથી ભગવાન શિવજી ની સ્તુતિ કરી શિવજીને કમળ ફૂલ અર્પણ કર્યું.
દરેક નામ સાથે તેમણે ભગવાન શિવજી ને એક એક કમળ ફૂલ અર્પણ કર્યું. આ વચ્ચે ભગવાન શિવજીએ તેમનાં કમળ ફૂલ માં થી એક ફુલ લઇ અને સંતાડી દીધું જેના વિશે વિષ્ણુજીને ખ્યાલ ના આવ્યો. પરંતુ જયારે તેમણે શિવજીનું છેલ્લું નામ લીધું ત્યારે તેમની પાસે ફૂલ બચ્યા ન હતા. તેમને કઈ સમજાયું નહિ. થોડીવાર વિચાર કર્યા બાદ તેમણે પોતાની આંખ કાઢી કમળ ફૂલની જગ્યાએ ચડાવી. આ વસ્તુ ની કલ્પના ભગવાન શિવજી એ કરી નહતી એક ફૂલની પૂર્તિ માટે વિષ્ણુજીને પોતાની આંખ ચડાવી આમ શિવ ખૂબ જ પ્રસન્ન થયા તેમણે વિષ્ણુજી ને તુરંત જ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું.
ત્યારે ભગવાન વિષ્ણુએ શિવજીએ સમસ્યા જણાવી અને દેવતાઓ ની મદદ માટે શસ્ત્ર માગ્યું શિવજી એ વાત સાંભળી ને એક અજેય શસ્ત્ર આય્યું જે સુદર્શન હતું. આ શસ્ત્ર થી તેમણે દૈત્યો નો વિનાશ કરી દેવતાઓ ને દૈત્યો નાં ત્રાસ થી મુક્તિ અપાવી. સુદર્શન ત્યારથી જ ભગવાન વિષ્ણુ નું વિશેષ શસ્ત્ર ગણવામાં આવે છે અને આ ચક્ર હંમેશા તેની સાથે રહે છે. સુદર્શન ચક્ર વિષ્ણુજીએ કૃષ્ણ અવતારમાં પણ ધારણ કર્યું હતું. અને તેનાથી કૃષ્ણજીએ ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો. સુદર્શન સાથે શાસ્ત્ર માં બીજી ઘણી કથાઓ જોડાયેલી છે.