ભગવાન ને ફક્ત સાચા ભાવથી જ પ્રસન્ન કરી શકાય છે, જાણો શ્રી કૃષ્ણ અને પારસંવી ની અનોખી કથા

ભગવાન ફક્ત પોતાના ભક્તો નો ભાવ જુએ છે, જે ભક્ત સાચા મનથી પોતાનાં પ્રભુ ની પૂજા કરે છે તેની પૂજા સાથે હંમેશા સફળ રહે છે. આ સંદર્ભમાં એક કથા જોડાયેલી છે આ કથા મહાભારત કાળ ની છે. કથા અનુસાર જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ એ આ યુદ્ધ ને રોકવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર આવ્યાં હતાં. હસ્તિનાપુર આવીને શ્રી કૃષ્ણજી એ દુર્યોધન સામે શાંતિ નો પ્રસ્તાવ રાખ્યો હતો પણ દુર્યોધન ને આ પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો ન હતો અને યુદ્ધની વાત આગળ વધારી હતી. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનને સમજવાની વધારે કોશિશ કરી નહિ. કારણ કે, તે સમજી ગયા હતા કે દુર્યોધન ફક્ત યુદ્ધ ઈચ્છે છે એવામાં કોઇ પ્રસ્તાવ દુર્યોધન સામે રાખવામાં આવશે તો પણ તે તેનો સ્વીકાર કરશે નહીં. તેમ જ લાંબી મુસાફરી નાં કારણે હસ્તિનાપુર આવીને શ્રી કૃષ્ણજી એ કઈ જમ્યું નહતું.
દુર્યોધને ભગવાન કૃષ્ણજી ને જમવાનું કહ્યું. ભગવાન દુર્યોધન નો ભાવ જાણતા હતા. તેથી તેમને દુર્યોધન ને ભોજન માટે મનાઈ કરી. કારણ પૂછવા પર શ્રીકૃષ્ણજી એ દુર્યોધન ને કહ્યું કે કોઈનું આતિથ્ય સ્વીકાર કરવા માટે ત્રણ કારણ હોય છે ભાવ, પ્રભાવ અને અભાવ પરંતુ તમારા એવા ભાવ નથી જેના કારણે તમારું નિમંત્રણ સ્વીકાર કરવામાં આવે. તમારો એવો ભાવ પણ કે જેનાથી ભયભીત થઈને હું તમારું નિમંત્રણ સ્વીકારુ અને મને એવો અભાવ પણ નથી કે જેનાથી મજબૂર થઈને હું તમારૂ આતિથ્ય સ્વીકારુ.
શ્રી કૃષ્ણજી ને ખુબ જ ભુખ લાગી હતી તેથી તેઓએ મહાત્મા વિદુર નાં ઘરે જઈને ભોજન કરવાનું વિચાર્યું. મહાત્મા વિદુર અને તેમના પત્ની પારસંવી શ્રીકૃષ્ણ નાં ભક્ત હતા. મહાત્મા વિદુર હસ્તિનાપુર નાં મંત્રી ની સાથે સાથે સાધુ અને સ્પષ્ટવાદી હતા. આ જ કારણે દુર્યોધન તેના પર હમેશા ગુસ્સે રહેતો હતો અને તેની નિંદા કરતો હતો. ધૃતરાષ્ટ્ર અને ભીષ્મપિતા નાં કારણે દુર્યોધન દ્વારા કરવામાં આવેલ અપમાન તે સહન કરી લેતા હતા. શ્રીકૃષ્ણ પર તેમને અનુપમ પ્રીતિ હતી. તેમના ધર્મપત્ની રાપરમ સાધ્વી હતા. દુર્યોધન નાં મહેલ માંથી નીકળી અને શ્રી કૃષ્ણ ભગવાન વિદુરજી નાં ઘરે પહોંચ્યા. એ સમય દરમ્યાન વિદુરજી ઘરમાં હતા નહિ તેમના પત્ની સ્નાન કરી રહ્યા હતા શ્રી કૃષ્ણ નો અવાજ સાંભળીને તે વસ્ત્ર વગર ભાગી ને બહાર આવ્યા. તેમની આ અવસ્થા જોઈને શ્રીકૃષ્ણ એ પોતાનું પીતાંબર તેમને ઓઢાડીયું.
ત્યારબાદ શ્રી કૃષ્ણએ કહ્યું મને ભૂખ લાગી છે આ વાત સાંભળીને પારસંવી કેળા લઈને આવ્યા અને પ્રેમભાવથી મગ્ન થઈ કેળા ના બદલે ભગવાન ને છાલ ખાવા આપી રહ્યા હતા. ત્યારે મહાત્મા વિદુરજી ત્યાં આવ્યા આ જોઈને આશ્ચર્ય ચકિત થઈને પારસંવી ને ખીજાયા ત્યારે ભગવાન હસવા લાગ્યા અને કહ્યુ વિદુરજી તમે ખોટા સમય પર આવ્યા મને ખૂબ જ સુખ મળી રહ્યું હતું અને આવા ભોજન માટે હું હંમેશા અતૃપ્ત રહું છું. વિદુરજી ભગવાનને કેળા ખવડાવવા લાગ્યા ત્યારે ભગવાને કહ્યું વિદુરજી તમે મને કેળા ખૂબ જ સાવધાનીથી ખવડાવ્યા પરંતુ તેમાં છાલ જેવો સ્વાદ આવતો નથી. આ સાંભળીને વિદુરજી ની પત્નીની આંખમાં આંસુ આવી ગયા કારણ કે, તે સમજી ગયા કે ભગવાન ફક્ત ભાવ નાં જ ભૂખ્યા હોય છે.