ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે માગશર મહિનો આ સમય દરમ્યાન આ કાર્ય કરવાથી ખુલી જાય છે નસીબ

ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે માગશર મહિનો આ સમય દરમ્યાન આ કાર્ય કરવાથી ખુલી જાય છે નસીબ

૧ ડિસેમ્બર થી માગશર મહિનો શરૂ થઈ ગયો છે. કહેવામાં આવે છે કે, આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં આવનારી પૂનમ પર માગ્શીરા નક્ષત્ર હોય છે. જેના કારણે આ મહિના ને માગશર મહિનો કહેવામાં આવે છે. માન્યતા છે કે, માગશર મહિનામાં રોજ પવિત્ર નદીઓ માં સ્નાન કરવું જોઈએ. એમ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. સાથે જ તમારા જીવનની દરેક તકલીફો દૂર થાય છે. સ્નાન કર્યા બાદ વિષ્ણુ સહસ્ત્ર, ગજેન્દ્ર મોક્ષ તથા ભગવદ્ ગીતાન નાં પાઠ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

માગશર મહિના સાથે જોડાયેલી કથા અનુસાર એકવાર ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણ ને પૂછયું હતું કે, એવું શું કરીએ કે તમે અમને પ્રાપ્ત થાઓ. ભગવાન શ્રીકૃષ્ણે હસતાં હસતાં જવાબ આપ્યો તમે મને મેળવવા ઇચ્છતા હોવ તો માગશર મહિના માં યમુના સ્નાન કરવું. જે વ્યક્તિ માગશર મહિનામાં યમુના સ્નાન કરશે તેને મારી પ્રાપ્તિ થશે. ત્યારથી માગશર મહિનામાં નદીમાં સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ. માગશર મહિના માં પૂનમ નાં દિવસે લાખો ની સંખ્યામાં ભક્તો પવિત્ર નદી પર જઈને સ્નાન કરે છે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે.

માગશર મહિનામાં આ ઉપાય કરવાથી ભાગ્ય પરિવર્તન થાય છે

માગશર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી અને તેમની સાથે જોડાયેલ કીર્તન કરવા જો કે, ભગવાન શ્રી કૃષ્ણે એકવાર એક ભજન કહ્યું હતું કે, માગશર મહિનો તેમનું જ સ્વરૂપ છે. તેથી માગશર મહિનામાં શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવી. માગશર મહિનામાં દરરોજ પવિત્ર નદીમાં સ્નાન કરવું. અને એવું શક્ય ન હોય તો તમારા સ્નાન કરવાનાં પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું. જો શક્ય હોય તો માગશર મહિનામાં એકવાર જરૂરથી ગંગા સ્નાન કરવું. આ મહિનામાં ભગવાન કૃષ્ણની પૂજા સાથે ગાયત્રી મંત્રના જાપ કરવા ખૂબ જ શુભ ગણાય છે. આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્રનામ ,ગજેન્દ્ર મોક્ષ અને ભાગવત ગીતાનાં પાઠ પણ કરી શકાય છે. રોજ સવારે અને સાંજે તુલસીજી ની પૂજા કરવી. તુલસી સામે દીવો કરવો સાથે જ પૂજા કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણને તુલસી નાં પાન જરૂરથી અર્પણ કરવા. ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુજી નું જ સ્વરૂપ છે અને વિષ્ણુજીને તુલસી ખૂબ જ પ્રિય છે.

આ મહિનામાં શંખનું પૂજન પણ અવશ્ય કરવું. તેમાં ગંગાજળ ભરીને

ભગવાન શ્રીકૃષ્ણ ની ચારે તરફ પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ પૂજા પૂર્ણ કર્યા બાદ તે જલ નો તમારા ઘરમાં છટકાવ કરવો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે. અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. ગરીબ લોકોને ભોજન અથવા અન્ય ચીજોનું દાન કરવું અને મંદિરમાં જઈ અને જાડુ ચડાવવું.  શ્રી કૃષ્ણજી ની પૂજા કરતી વખતે નીચે જણાવેલ મંત્રોના જાપ કરવા.

ओम दामोदराय नमः

ओम नमो भगवते वासुदेवाय

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *