ભજન અને ભાગવત કથા માટે જ નહીં, પરંતુ આ કામ માટે પણ ચર્ચિત છે જયા કિશોરીજી, જાણીને તમે પણ થઇ જશો તેમના ફેન

જયા કિશોરીજી ચર્ચિત ભજન ગાયકા અને કથાવાંચીકા છે. પોતાના ફેન્સ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. સાત વર્ષની ઉંમરથી જ જયા કિશોરીજી આધ્યાત્મિકતા તરફ વળ્યા ગયા હતા કિશોરીજી ભજન અને ભાગવત કથા વાંચન ઉપરાંત સમાજ કલ્યાણ નાં કામો સાથે પણ જોડાયેલ છે અને ચેરિટી માટે પણ તે જાણીતા છે. તે શિક્ષા, પર્યાવરણ અને યોગ માટે ઘણા કાર્યો કરે છે.
યુવતીઓ ની શિક્ષા આગળ વધારવા માટે કરે છે કામ
તેમની વેબસાઈટ મુજબ જયા કિશોરીજી યુવતીઓ ને શિક્ષણમાં આગળ વધારવાનું કામ કરે છે. વેબસાઇટ પર એ બતાવવામાં આવે છે કે જયા કિશોરીજી પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ કેમ્યીય્ન બેટી બચાવો બેટી પઢાવો પર ભાર આપેછે અને તેનું સમર્થન કરેછે. તે પોતાના પ્રવચન માં સ્ત્રી શિક્ષણ પર જોર દે છે.
પ્રકૃતિ ને બચાવવા માટે તત્પર
જયા કિશોરીજી પ્રકૃતિ બચાવવા માટે અભિયાન ચલાવે છે. પોતે ઘણા વૃક્ષો લગાવે છે જેથી આપણી પ્રકૃતિ આપણી આસપાસ રહે. તેમની વેબસાઈટ મુજબ જયા કિશોરીજી ઇચ્છે છે કે તેમનો આ સંદેશ દેશ વિદેશ સુધી પહોંચે અને તે જણાવે છે કે, આપણે એક સંસ્કૃતિ બનાવવાની જરૂર છે જ્યાં વૃક્ષો અને બાળકોનું સારી રીતે ભરણપોષણ કરવામાં આવે.
યોગને આપે છે મહત્વ
યોગ આજે આપણા સ્વસ્થ જીવનની પુંજી બની ચુક્યો છે. જયા કિશોરીજી આ વાતને ખૂબ જ સમજાવે છે અને તે યોગ ને ખૂબ જ મહત્વ આપે છે તેમની વેબસાઈટ મુજબ જ્યા કીશોરીજી પોતે સમર્પણ ભાવથી દરરોજ યોગ કરે છે. તે ઈચ્છે છે કે વિશ્વમાં પોતાનો સંદેશ પહોંચે અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યોગને જરૂરી સમજી અને અપનાવે જયા કિશોરીજી અભિયાનો ની મદદથી દુનિયામાં દુનિયામાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છે.