બુધવાર નાં દિવસે ગણેશજી ની પૂજા કરવાથી ઘરમાંથી દૂર થાય છે નકારાત્મક શક્તિઓ અપનાવો આ ૫ ઉપાય

બુધવાર નાં દિવસે ગણેશજી ની પૂજા કરવાથી ઘરમાંથી દૂર થાય છે નકારાત્મક શક્તિઓ અપનાવો આ ૫ ઉપાય

બુધવાર ને સૌ પ્રથમ પુજનીય ભગવાન ગણેશજી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીની આરાધના કરવાથી દરેક કષ્ટનું નિવારણ થાય છે. પાર્વતી નંદન ગણેશ વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જો તમે બુધવાર નાં દિવસે ગણેશજીની આરાધના કરો  છો તો નિશ્ચિત રૂપથી તમને લાભ પ્રાપ્ત થશે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ગણપતિ મહારાજ નાં દરેક રૂપને શુભ અને મંગળકારી ગણવામાં આવે છે. તેથી શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવે છે. આજે અમે અહી ભગવાન ગણેશજીની મૂર્તિ વિશે મહત્વપૂર્ણ વાતો જણાવવા જઇ રહયા છીએ.

Advertisement

 

ભારતમાં દરેક હિન્દુ ઘરમાં ગણેશજીની મૂર્તિ જરૂર હોય છે અને દરરોજ ઘરમાં ગણપતિ મહારાજ ની આરાધના કરવામાં આવે છે. દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ હોય જ છે. પરંતુ ભગવાન ગણેશજીની ૪ વિશેષ પ્રકારની મૂર્તિ જે ઘરમાં હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.  ચાલો જાણીએ આ ૪ પ્રકારની મૂર્તિઓ વિશે

આ મૂર્તિને ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવી

આંબા નાં પાન અથવા પીપળાનાં પાન પર ગણેશજી નું ખૂબ જ મહત્વ હોય છે શાસ્ત્રો અનુસાર જો આ મૂર્તિને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ભગવાન ગણેશજી કષ્ટો ને ઘરમાં અંદર પ્રવેશ કરવાથી રોકે છે. સાથે જ ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે અને તેનાથી ધન અને સુખની પ્રાપ્તિ થાય છે.

સુખ-સમૃદ્ધિ માટે આ મૂર્તિની સ્થાપના કરવી

ગાયનાં ગોબર થી બનેલી ગણેશજીની મૂર્તિ ધન વૃદ્ધિ કારક ગણવામાં આવે છે. જો તમે ધનવાન બનવા ઇચ્છતા હો તો તમારા ઘરમાં ભગવાન ગણેશજીની આ મૂર્તિની સ્થાપના કરવી માન્યતા છે કે, ગાયનાં ગોબર થી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે જ શાંતિનું વાતાવરણ નિર્માણ કરે છે. આ મૂર્તિ થી ઘર નાં સદસ્યો નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ગણેશજી ની ખાસ મૂર્તિ

શ્વેતાંક ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવાથી ખૂબ ફાયદો થાય છે. તમારા ઘરમાં આ મૂર્તિ ન હોય તો રવિવાર નાં દિવસે આ મૂર્તિ લાવી અને વિધિ પૂર્વક આ મૂર્તિની દરરોજ પૂજાપાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ માં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત દરરોજ શ્રી ગણેશજીની આ મૂર્તિની પૂજા કરવાથી તમારા કુંડળીમાં બુધ ગ્રહ મજબુત બને છે. અને તેનાથી તમને લાભ થાય છે.

આર્થિક તંગી દૂર કરે છે આ મૂર્તિ

ક્રીસ્ટલ થી બનેલી ગણેશજીની મૂર્તિની પૂજા કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ગણેશજીની મૂર્તિની સાથે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ગણેશજીની આરાધનાથી ઘરમાં નાણાકીય તંગી ક્યારેય આવતી નથી.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *