બુધવાર નાં દિવસે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાયો કરવાથી, વાણી દોષ અને ત્વચાના રોગમાંથી મુક્તિ મળી શકે છે

માન્યતા છે કે, વાણી દોષ લાગવાથી વ્યક્તિ કોઈ સાથે વાત કરી શકતો નથી તેનો વાત કરવા માટેનો આત્મ વિશ્વાસ રહેતો નથી. એવા લોકોને હંમેશા ડર રહે છે કે તે કોઈ પણ વાત કરશે તેમાં તે ખોટા સાબિત થશે તો આ રીતે વાણી દોષ લાગે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી દોષ અને ત્વચાનાં રોગ હોવાનું સૌથી મોટું કારણ કુંડળીમાં બુધની સ્થિતિ સારી ન હોવાનું જણાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, બુધ ગ્રહ ઉચ્ચ સ્થિતિમાં ન હોય તે સમય એ એવા પ્રકારના યોગ બને છે કે વ્યક્તિને વાળ, ત્વચા અને વાણી સંબંધિત રોગ દોષ સહન કરવા પડે છે.
શું છે વાણી દોષ
જ્યોતિષશાસ્ત્ર મુજબ વાણી દોષ એવી સ્થિતિને કહેવામાં આવે છે જયારે કોઈ વ્યક્તિ ની સામાન્ય વાત ને પણ ખૂબ જ ખરાબ માની લેવામાં આવે છે. કહેવામાં આવે છે જેની કુંડળીમાં વાણી દોષ હોય છે તેની સાચી વાત પણ સમાજમાં ખોટી લાગવા લાગે છે જણાવવામાં આવ્યું છે કે એ વ્યક્તિ પોતાની સચ્ચાઈ પણ જણાવી શકતો નથી તેને ખોટો અને ખરાબ સાબિત કરી દેવામાં આવે છે.માન્યતા છે કે, વાણી દોષ લાગવા પર વ્યક્તિ કોઈ સાથે વાતચીત કરવાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે એવામાં લોકો તેને ખોટો સમજશે તેવા ડરથી તે કોઈ સાથે વાતચીત કરતા ગભરાય છે. વાણી દોષ લાગવાને કારણે વ્યક્તિ બધાને અપ્રિય થઈ જાય છે તેના માટે મોટે ભાગે લોકો પાસેથી નકારાત્મક પ્રતિક્રિયા મળે છે.
બુધ ગ્રહથી પ્રભાવિત થવાના કારણે વ્યક્તિએ આ પ્રકાર નાં રોગો અને દોષ ને સહન કરવા પડે છે તેનાથી બચવા માટે જ્યોતિષશાસ્ત્રમાં જણાવામાં આવ્યું છે. બુધ ગ્રહ નાં ઉપાયો કરવામાં આવે તો કહેવામાં આવે છે કે ખૂબ જ જલ્દી બુધ ગ્રહ ની સ્થિતિ માં સુધારો આવી શકે છે. તે ઉપાયો થી બુધ ગ્રહ તરફથી મળનાર નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે. જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનોનું માનવું છે કે બુધ ગ્રહના ઉપાય બુધવાર નાં દિવસે કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે.
બુધવાર નાં ઉપાય
- ખાટી મીઠી ચોકલેટ અથવા પાણીપુરી ખાવી
- આઠ વર્ષથી નાની કન્યાઓને લીલા વસ્ત્ર અને શૃંગાર નું દાન કરવું. તમારા હાથ પર લીલા રંગનો દોરો પહેરવો
- બુધવાર નાં દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવા અને શક્ય હોય તો દાન પણ કરવું. અભ્યાસ કરતા બાળકોને પુસ્તકો દાન કરવા.
- ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લીલા રંગનું ભોજન કરાવવું.
- બુધ ગ્રહ નાં મંત્રો નો જાપ કરવો.