ભૂલ થી પણ આ ૬ વસ્તુઓ નું સેવન ખાલી પેટ કરવું જોઈએ નહી, તેનાથી તંદુરસ્તી બગડે છે

સવાર નો નાસ્તો તંદુરસ્તી માટે અગત્યનો હોય છે. તેથી તમે નાસ્તા માં જે વસ્તુઓ નું સેવન કરશો તેની અસર તમારી તંદુરસ્તી પર પડે છે. જો તમે નિયમિત સંતુલિત આહાર લેશો તો તમે તંદુરસ્ત રહેશો. જો સવાર નો નાસ્તો સ્કીપ કરશો તો બિમારીઓ નો ભોગ બની શકો છો. આહાર નિષ્ણાતો નું માનવું છે કે, દરરોજ સવારે ઉઠી ને એક કલાક માં નાસ્તો કરી લેવો જોઈએ. તમે નાસ્તો દરરોજ યોગ્ય સમય પર કરશો તો તેથી પણ બીમારીઓ થી બચી શકશો. અલબત્ત, સવારે નાસ્તા માં એવાં પદાર્થો નું સેવન કરવું ના જોઈએ. એવાં પદાર્થો નું સેવન કરવા થી બદહજમી,ગેસ,અપચો, કબજીયાત ની સમસ્યા થશે.
સલાડ તંદુરસ્તી માટે ફાયદાકારક હોય છે, પરંતુ સવાર માં કાચાં સલાડ નુ સેવન કરવું નહી. જો ભૂલ થી પણ એનું સેવન કરશો તો કાચાં શાકભાજી સવારે ખાવા થી ગેસ, પેટ નાં દર્દો અને પેટ ફૂલી જશે. વિટામિન-સી યુક્ત આહાર ખાવા થી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. પરંતુ જો તમે સવાર નાં ખાલી પેટે ખાસ કરીને ટમેટા કે સંતરા નું સેવન કરશો તો પેટ નાં દર્દો ઉભાં થશે અને પેટમાં બળતરા થશે. ઘણાં ખરાં લોકો એવું માનતા હોય છે કે, સવાર ની શરૂઆત ચ્હા કે કોફી થી થવી જોઈએ.પરંતુ આવું કરવાથી તંદુરસ્તી બગડે છે.
આહાર નિષ્ણાતો નાં મત અનુસાર, સવાર નાં નાસ્તા માં જયુસ નું સેવન ફાયદાકારક છે. પરંતુ જ્યુસ માં વઘારે પડતી મિઠાશ નું સેવન કરશો તો તંદુરસ્તી માટે નૂકશાનકારક નિવડશે. એટલે, સવાર માં ઉઠવા નાં થોડા કલાક બાદ મિઠાશ યુક્ત જયુસ નું સેવન કરવું.તડકા માં કેળા નાં સેવન થી દૂર રહેવું. સવારે ખાલી પેટે કેળા ખાવા થી તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાથી લોહી માં અસંતુલન પેદા થશે. દહીં ખાવા થી પાચનશક્તિ મજબૂત થશે અલબત્ત, દહીં માં લેક્ટિક એસિડ હોવાને કારણે, હોજરી માં નૂકશાન થશે એટલાં માટે સવારે દહીં ના ખાવું. આ સ્ટોરી ફક્ત સામાન્ય જાણકારી માટે છે એટલાં માટે આપ બિમારી કે, સંક્રમણ થી બચવા ડોક્ટર ની સલાહ લેશો.