ભૂલથી પણ આ ખોટી દિશામાં ન રાખવો તુલસીનો છોડ, ઘરમાં તુલસી રાખવા માટે નાં નિયમો

પુરાણોમાં તુલસીનાં છોડને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. આ છોડને પૂજનીય ગણવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ હોવાથી શાંતિ બની રહે છે અને ઘરનાં દરેક સભ્યો ની રક્ષા થાય છે. વાસ્તુશાસ્ત્રમાં તેને ગુણકારી ગણવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે જે લોકોનાં ઘરમાં તુલસીનો છોડ હોય છે તેના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આજે અમે તમને આ છોડ સાથે જોડાયેલ કેટલાક લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ લાભ જાણ્યાં બાદ તમારા ઘરમાં આ છોડ અવશ્ય લગાવવો.
તુલસી નો છોડ રાખવાનાં લાભો
ગુરૂવાર નાં દિવસે તુલસી નાં છોડ પાસે દીવો કરવો શુભ ગણવામાં આવે છે. ગુરુવારનો દિવસ વિષ્ણુજી સાથે જોડાયેલો છે અને તેમને તુલસી ખૂબ જ પ્રિય છે આ જ કારણ છે કે જે લોકો આ દિવસે તુલસી ની પૂજા કરે છે તેનાં જીવનમાં કોઈ પરેશાની રહેતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસી નો છોડ બુધ ગ્રહ સાથે જોડાયેલ છે તેથી તેનો રંગ લીલો છે અને બુધ ગ્રહ લીલા રંગનું પ્રતિક છે. જે જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેઓએ બુધવાર નાં દિવસે તુલસીનો છોડ લગાવવો જોઈએ. તુલસી નો છોડ લગાવવાથી ગ્રહ શાંત થાય છે અને અનુકૂળ બની રહે છે.
- જે જાતકો નાં વિવાહ થવામાં વિઘ્ન આવી રહ્યા હોય અને વિવાહ થઈ રહ્યા ન હોય તે લોકોએ તુલસી નાં છોડની પૂજા કરવી જોઈએ. પૂજા કરતી વખતે તુલસી નાં છોડને સોભાગ્યવતી સ્ત્રી નો શણગાર અર્પણ કરવો. સતત પાંચ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી વિવાહ જલદી થઈ જાય છે.
- ગ્રહણ નાં સમય દરમ્યાન ભોજન દૂષિત થઈ જાય છે જોકે તે ભોજનની અંદર તુલસીનું પત્ર રાખવામાં આવે તો તે શુદ્ધ બની રહે છે તેથી જ્યારે પણ ગ્રહણ લાગે ત્યારે ભોજનમાં તુલસીનું પત્ર જરૂર રાખવું.
- તુલસી સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે શરદી ઉધરસ જેવી સામાન્ય સમસ્યા થાય ત્યારે તુલસીની ચા પીવાથી આરામ મળે છે. તુલસી નો છોડ ઘરમાં હોવાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે અને ઘરની સુખ-શાંતિ બની રહે છે તેમજ નકારાત્મક શક્તિ પણ દૂર રહે છે.
- જે લોકો રવિવાર નાં દિવસે તુલસી નાં છોડ પર કાચું દૂધ અર્પણ કરે છે અને દરરોજ સાંજે તુલસીજી ને દીવો કરે છે તેનાં ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે અને ધનની કમી ક્યારે રહેતી નથી. આ ઉપરાંત તુલસીને રસોઈ માં રાખવાનું પણ શુભ ગણવામાં આવે છે એવું કરવાથી ઘરમાં પારિવારિક ઝધડાઓ દૂર થાય છે.
- તુલસીને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવા અને દર શુક્રવારે સવારે કાચું દૂધ છોડ ને અર્પણ કરવાથી વેપાર સારી રીતે ચાલવા લાગે છે.
તુલસીનો છોડ લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું
- વાસ્તુ અનુસાર તુલસી નાં છોડ માટે ઉત્તર ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પેદા થાય છે.
- ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ નહિ એવું કરવાથી નુકસાન થઈ શકે છે અને તમે પાપ નાં ભાગીદાર બની શકો છો
- વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવારે, એકાદશી અને સૂર્ય એવા ચંદ્રગ્રહણ સમયે તુલસી ની પૂજા ન કરવી જોઈએ. આ દિવશે તુલસી ને જળ ચડાવવું નહીં અને સાથે જ તુલસી નાં પાનને પણ તોડવા જઈએ નહિ. એવું કરવાથી વાસ્તુદોષ લાગે છે
- તુલસી નો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવા અને તેની જગ્યાએ નવો છોડ લગાવો ક્યારેય પણ સુકાઈ ગયેલ તુલસીનાં છોડની પૂજા કરવી નહિ અને તે છોડને તમારા ઘરમાં વધારે સમય માટે રાખો પણ નહીં.