ભૂલથી પણ આ લોકોએ ના ખાવા જોઈએ સંતરા, થઈ શકે છે નુકસાન

શિયાળાની ઋતુમાં તડકામાં બેસીને સંતરા ખાવા નો આનંદ કંઈક અલગ જ છે વિટામીન સી,એન્ટીઓક્સિડેન્ટ એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ થી ભરપૂર સંતરા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમમાં સુધારો થાય છે સાથે જ ત્વચા માં પણ નિખાર આવે છે. સંતરામાં કેલરી ખૂબ ઓછી માત્રામાં હોય છે માટે વજન ઘટાડવા માટે પણ તે રામબાણ ઉપાય છે. સંતરા એ ગુણકારી ફળ છે પરંતુ તેનું જરૂરતથી વધારે સેવન કરવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આજે આ આર્ટીકલ દ્વારા સંતરા નાં વધારે સેવન થી થતા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છે.
પાચનતંત્ર પર થાય છે અસર
જે લોકોને પાચન સંબંધી બીમારીઓ કબજિયાત, અપચો વગેરે હોય તેવા લોકોએ સંતરા ખાતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. એવા લોકો સંતરા ખાઈ છે તો તેની પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. જોકે સંતરા માં ફાઈબર ભરપૂર માત્રા હોય છે જેના કારણે પાચનતંત્ર ગડબડ થાય છે અને પેટ સંબંધી બીમારીઓ થઈ શકે છે. જણાવી દઈએ કે જરૂરતથી વધારે ખાવાથી પેટમાં બળતરા અપચો જેવી સમસ્યા થઈ શકે છે. એવામાં સંતરા ખાતા પહેલા આ વાતોનું ધ્યાન જરૂર રાખવું.
એસીડીટી
સંતરા ખાટા ફળ છે માટે તેનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા થઈ શકે છે એસીડીટીને કારણે પેટમાં બળતરા થાય છે માટે એસિડિટી થતી હોય તેવા લોકોએ સંતરાનું યોગ્ય માત્રામાં સેવન કરવું.
દાંત સંબંધી સમસ્યા
સંતરા ખાવાથી દાંત સાફ અને ચમકદાર થાય છે પરંતુ સંતરાનું વધારે સેવન કરવાથી સત્રમાં રહેલ એસીડ દાંત ખરાબ કરે છે. સંતરા ની ખટાશ અને દાંત નાં ઈનેમલ રહેલ ન કેલ્શિયમ મળીને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન નું કારણ બની શકે છે. તેનાથી કેવીટી ની સમસ્યા થાય છે અને તમારા દાંત ખરાબ થઈ શકે છે.
હાડકા પર અસર
સંતરા ખાવાથી હાડકા કમજોર થઈ શકે છે. આ સાંભળીને જરૂર આશ્ચર્ય થશે પરંતુ આ વાત સાચી છે. સંતરામાં વિટામિન સી ની માત્રા ખૂબ જ હોય છે તેવામાં તેનાથી હાડકામાં દુખાવો અને સોજો આવી શકે છે. આ વસ્તુ તેના માટે ખતરનાક સાબિત થાય છે જેને પહેલાથી જ આ પ્રકારની સમસ્યા હોય. જો તમને સાંધા નાં દુખાવાની પરેશાની હોય તો સંતરા નાં સેવન થી બચવું.
સાંજનાં અને રાતનાં સમયે ના ખાવા સંતરા
સાંજે અને રાતના સમયે સંતરા એટલા માટે ન ખાવા જોઈએ કારણ કે તેની તાસિર ઠંડી હોય છે અને સાંજ અને રાત નાં ખાવાથી શરદી, ઉધરસ અને ગળું ખરાબ થવાની પરેશાનીનો સામનો કરવો પડેછે.
ખાલી પેટે ખાવાથી બચવું
મેડિકલ એક્સપર્ટ જણાવે છે કે, સંતરા ને ખાલી પેટ ક્યારેય ન ખાવા જોઈએ કારણ કે તેમાં એમીનો એસિડ હોય છે. જેના કારણે તેનું વધારે સેવન કરવાથી પેટ સંબંધી બીમારી થઇ શકે છે. ખાસ કરીને ખાલી પેટે ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે એવામાં જો તમને પહેલેથી જ એસીડીટીની સમસ્યા હોય તો સંતરાનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.