ભૂલથી પણ ક્યારેય ના લેવું વધારે પ્રમાણમાં પ્રોટીન, થઈ શકે છે નુકસાન

આપણા શરીર માટે પ્રોટીન ખૂબ જરૂરી પોષક તત્વ છે તેનાથી આપણા શરીર નાં ડેમેજ પાર્ટ જલ્દી થી રીકવર થાય છે સાથે જ હાઇપોથેલેમસ માટે પણ ઉત્તમ ગણાય છે જે આપણા બ્રેઈન મેમરી ને સાર્પ બનાવવાનું કામ કરે છે તેથી પ્રોટીન શરીર માટે ખૂબ જ આવશ્યક છે. પરંતુ ડેઈલી હાઈ પ્રોટીન થી શરીર ને નુકશાન થઇ શકે છે. એવામાં ખ્યાલ હોવો જોઈએ કે બોડી માટે રોજનું કેટલું પ્રોટીન આવશ્યક છે એ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, આખરે હાઈ પ્રોટીન ડાયટ આપણા શરીર માટે કેટલી નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
બોર્ન ડીસ ઓર્ડર
બોન ડિસ ઓર્ડેર હાડકાઓ સાથે જોડાયેલો એક રોગ છે. આ રોગ હંમેશા હાઈ પ્રોટીન ડાયટ ના કારણે થાય છે જો તમે રોજ હાઈ પ્રોટીન ડાયટ લો છો તો ખરેખર તે નુકસાનદાયક સાબિત થઇ શકે છે જે જે લોકો માંસ કે ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટરી નાં માધ્યમથી પ્રોટીન લે છે. તેઓએ થોડું સાવધાન રહેવાની જરૂર છે કારણ કે એવા લોકોને બોર્ન ડીસ ઓર્ડર થવાની સમસ્યા વધારે રહે છે. જણાવી દઈએ કે, હાઈ પ્રોટીન ડાયટ શરીરમાં એસિડ બનાવે છે જેનાથી કેલ્શિયમ લોસ ની સમસ્યા થઈ શકે છે જે તમારા હાડકા માટે ખતરનાક સાબિત થાય છે સાથે જ તે તમને જણાવી દઈએ કે, પ્રોટીન માટે રેડ મીટ ની જગ્યાએ લીલા શાકભાજી નું વધારે પ્રયોગ કરવો જોઇએ લીલા શાકભાજીથી હાડકાઓ મજબૂત થાય છે અને ફેક્ચર ની સમસ્યા થતી નથી.
હાર્ટ ની બીમારી
આમ તો પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે પરંતુ રેડ મીટ દ્વારા મળનાર પ્રોટીન ના કારણે હૃદયની બીમારીનું જોખમ રહે છે જો કે માછલી, ચિકન અને લો-ફેટ પ્રોડક્ટથી હાર્ટ-ડિસીઝ થવાની સંભાવના ઓછી રહે છે.
કિડનીની સમસ્યા
ઘણાં સંશોધનમાં સાબિત થયું છે કે, હાઈ પ્રોટીન ડાયટ નાં કારણે લોકોને કિડની સ્ટોનની સમસ્યા થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટી ની એક શોધ મુજબ રેડ મીટ માંથી મળતા પ્રોટીન નાં કારણે પથરી થવાની સમસ્યા રહે છે જેના કારણે કિડની સંબંધી પરેશાની થઈ શકે છે. જે લોકો ને પથરીની સમસ્યા હોઈ તેઓએ પ્લાન્ટ ફૂડ નું સેવન કરવું જોઈએ.
કેન્સર
રેડ મીટ હાઈ પ્રોટીન નું મુખ્ય સ્તોત્ર હોય છે પરંતુ તેનું વધારે સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે તેનાથી કેન્સરની સંભાવના રહે છે એક સંશોધન મુજબ પુરુષોમાં આ સમસ્યા વધારે મળી છે હાઈ પ્રોટીન ડાયટ થી શરીરમાં માંસપેશીઓ ને ફાયદો જરૂર થાય છે પરંતુ થોડા સમય પૂરતો જ ફાયદો પહોંચાડે છે વધારે તો નુકશાન કરે છે.
ડીહાઈડ્રેશન
શરીરમાં પ્રોટીન નું લેવલ વધે છે ત્યારે હાઈ ડ્રેશનલ નું લેવલ ઓછું થાય છે એટલે કે શરીરમાં પાણીની યોગ્ય માત્રા ન રહે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે એવામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તે શરીરને હાઈડ્રેટ રાખે છે સાથે જ શરીરમાંથી ઝેરીલા પદાર્થોને પણ બહાર નીકાળે છે.