ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસી નાં પાન, થઈ શકે છે મોટું નુકસાન

તુલસી નાં છોડને હિન્દુ ધર્મમાં પૂજનીય છોડ ગણવામાં આવે છે. પૂજનીય ની સાથે તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેમાં ધણા ઔષધીય ગુણો હોય છે. જેનાથી ઘણા પ્રકારની બિમારીઓમાંથી રાહત મળે છે. તુલસી નાં પાન થી શરદી, ઉધરસ,લિવરની સમસ્યા અને સોજા વગેરે જેવી સમસ્યાઓમાં ખૂબ જલદી દૂર થાય છે. તુલસીનાં પાન થી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેનાથી મોટી બીમારીઓ પણ દૂર થઈ શકે છે. હંમેશા તુલસીનાં પાન ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાલી પેટ તુલસીનાં પાન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તુલસીનાં પાન ક્યારેય પણ ચાવવા જોઈએ નહીં.
તુલસીના પાન માં પારા કે મરી નામનાં તત્વો હોય છે જેનાથી એનેમલ ને નુકસાન થાય છે અને એટલું જ નહીં તુલસી અમ્લપિત્ત પણ હોય છે. એવામાં તુલસી નાં પાન ચાવવાથી દાંતને નુકસાન થાય છે. તે ઉપરાંત કબજિયાત અને પાચનક્રિયાની સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકોની આદત હોય છે કે, ખાલી પેટ તુલસીનાં પાન ખાય છે. પરંતુ એમ કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તુલસી નાં પાનને ચાવવાને બદલે યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. એક કપ પાણીમાં તુલસી નાં આઠથી દસ પણ નાખવા. ત્યારબાદ તેમાં મધ અને લીંબુ નાખીને પીવાથી ફાયદો થાય છે. દૂધવાળી ચા પણ તુલસીનાં પાન નાખીને પી શકાય છે. કેફીન ફ્રી ચા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સાથે જ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત તુલસી નાં પાનને ગરમ પાણીમાં ઉકાળીને લેવાથી વજન પણ ઓછુ થાય છે.
તુલસી ઇન્ફ્યુંસ્ડ ઘી
તુલસી ઇન્ફ્યુંસ્ડ ઘી બનાવવા માટે તુલસીના પાનને સારી રીતે સુકવીને તેનો પાવડર કરી ત્યારબાદ બે ચમચી તુલસીનાં પાવડર માં એક ચમચી ઘી ભેળવીને સેવન કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.
તુલસીનો રસ
તુલસીનાં પાન તુલસી નો રસ બનાવવા માટે એક કપ પાણીમાં થી ૧૦ થી ૧૫ તુલસી નાં પાન નાખીને તેમાં લીંબૂ અને મધ ભેળવીને ત્યારબાદ તેને ગાળીને પીવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.૧૦૦ ગ્રામ તુલસીનાં પાન માંથી એન્ટિઓક્સિડન્ટ્સ ૦.૬ ગ્રામ ફેટ ૧.૬ ગ્રામ ડાઈટરી ફાઇબર ૨૯૫ એમ.જી પોટેશિયમ ૪ એમ.જી સોડિયમ ૩.૨ ગ્રામ પ્રોટીન ૨.૭ ગ્રામ કાર્બોહાઈડ્રેટ ૦.૩ ગ્રામ શુગર ૧૦૫ ટકા વિટામિન ઈ, ૧૭ ટકા કેલ્શિયમ, ૩૦ ટકા વિટામિન સી,૧૭ ટકાઆયર્ન, ૧ ટકા વિટામિન ડી, 10 ટકા વિટામિન બી-૬ અને ૧૬ ટકા મેગ્નેશિયમ હોય છે.
તુલસીનાં પાન નાં ફાયદા
ઉધરસ અને શરદી ના રોગથી પરેશાન લોકોને તુલસી ના પાન થી તુરંત જ રાહત મળે છે. તુલસી નાં પાન થી તાવમાં પણ રાહત થાય છે. ૧૦ ગ્રામ તુલસીનાં બીજને પાણીમાં ઉકાળીને રોજ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેનાથી અનિયમિત પીરીયડ ની સમસ્યા દૂર થાય છે. માનસિક સમસ્યાથી પીડિત લોકોને તુલસીનાં પાનનું સેવન જરૂરથી કરવું જોઈએ. તુલસીના પાનમાં વિટામિન એ અને બીજા ઘણા પોષક તત્વો હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. જો તમારી આંખમાં બળતરા થતી હોય તો, તુલસીનાં પાનનો રસ જરૂરથી પીવો જોઈએ. શ્વાસ સંબંધી પરેશાની માં તુલસીનો રસ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. રોજ તુલસીનાં પાનનું સેવન કરવામાં આવે તો કેન્સર જેવી બીમારીઓ નું જોખમ પણ ઓછું રહે છે, તુલસીનાં પાનનો અર્ક અને મધ સાથે મેળવીને પીવાથી પથરી ની સમસ્યા દૂર થાય છે.