ભૂલવાની બીમારીથી પરેશાન હોવ તો ડાયટમાં સામેલ કરો આ ફૂડસ, મેમરી થશે મજબૂત

ભૂલવાની બીમારીથી પરેશાન હોવ તો ડાયટમાં સામેલ કરો આ ફૂડસ, મેમરી થશે મજબૂત

વસ્તુઓને ભૂલવું એ વૃદ્ધત્વનું લક્ષણ ગણવામાં આવે છે. પરંતુ ઘણીવાર યુવાનો ને પણ વાતો યાદ રહેતી નથી ક્યારેક ક્યારેક એવી સ્થિતિ બને તો તેને અવગણી શકાય છે પરંતુ જે લોકો વારંવાર ભૂલવાની સમસ્યાથી પરેશાન હોય તેઓએ તેને સામાન્ય રીતે લેવું ન જોઈએ. હેલ્થ એક્સપર્ટ નાં જણાવ્યા મુજબ પડવાથી, લાગવાથી,બીમારીથી અથવા પોષણની ઉણપ નાં લીધે લોકો ની યાદશક્તિ કમજોર થાય છે સાથે જ આપણા  ખાનપાન ની અસર યાદશક્તિ ને પ્રભાવિત કરે છે. આપણે જે ખાઈએ છીએ તેમાં રહેલ પોષક તત્ત્વો અને વિટામિન્સ મગજને મજબૂત કરવામાં મદદ કરે છે. એવામાં ચાલો જાણીએ યાદશક્તિ મજબૂત કરવા માટે ડાયટમાં કયા ફૂડસ ને સામેલ કરવા જોઈએ.

કોફી

કોફીમાં એન્ટિઓક્સિડન્ટ અને કેફીન ની ભરપૂર માત્ર હોય છે કહેવામાં આવે છે કે, તેનું સેવન મગજ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. અને મગજ ને સક્રિય અને સતર્ક રાખવામાં મદદ કરે છે મૂડ સારો કરવા માટે અને કોઈ વસ્તુ પર ફોકસ કરવા માટે કોફી ને અસરદાર ગણવામાં આવે છે સાથે જ અલ્ઝાઇમર ની બીમારીથી બચાવવામાં પણ કોફી મદદગાર સાબિત થાય છે. જોકે દિવસમાં ફક્ત એક થી બે કપ જ કોફી પીવી જોઈએ.

બદામ

બદામ માં એન્ટીઓક્સીડેન્ટ અને ઓમેગા ૩ મોજુદ હોય છે. જે યાદશક્તિ ને બુસ્ટ કરવામાં મદદ કરે છે. ડોક્ટરની સલાહ મુજબ જેની મેમરી કમજોર હોય તે લોકો એ રાતનાં ચારથી પાંચ બદામ પલાળીને સવારે છાલ કાઢીને દૂધ સાથે ખાવી જોઈએ.

કોબીજ

કોલિંગ તત્વોથી ભરપૂર કોબીજ નાં સેવનથી યાદશક્તિ મજબૂત થાય છે વિટામિન બી નો એક પ્રકાર કોલીન મગજ નાં વિકાસમાં સહાયક તરીકેની ભૂમિકા નિભાવે છે. આજ કારણે હેલ્થ એક્સ્પટ મેમરી તેજ કરવા માટે અથવા તો જે લોકો ભુલવાની બિમારી થી પરેશાન છે તેઓને  કોબીજ ખાવાની સલાહ આપે છે.

કોળું નાં બીજ

 

કોળું નાં બીજમાં ભરપૂર માત્રામાં ઝિન્ક હોય છે. મગજ માટે તેને ખૂબ જ સારાં ગણવામાં આવે છે તે મેમરી બુસ્ટ કરવામાં મદદ કરે છે.

માછલી

કમજોર યાદશક્તિ થી પીડિત લોકોને ફેટી ફીશ ખાવી જોઈએ તેમાં ઓમેગા ૩ ફેટી એસીડ થી ભરપૂર હોય છે જે મગજ નાં ફંકશન સારા બનાવવામાં મદદરૂપ થાય છે. વિશેષજ્ઞો અનુસાર માછલીનું તેલ પણ યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *