બીમારીઓ થી દૂર રહેવા ઇચ્છો છો તો, આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

બીમારીઓ થી દૂર રહેવા ઇચ્છો છો તો, આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

દરેક વ્યક્તિ એક તંદુરસ્ત જીવન જીવવા ઈચ્છે છે. કોરોના કાળમાં તેની સમજણ ખૂબ સારી રીતે થઈ ગઈ છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત જિંદગી સૌથી વધારે જરૂરી છે. કોઇ વ્યક્તિ ને બીમાર પડવું ગમતું નથી. કહેવાય છે કે, ઈલાજ કરવા કરતાં વધારે સારું આપણે થોડું ધ્યાન રાખીએ જેથી બીમારી આપણાથી દૂર રહે. તે માટે આપણે સમજદારી સાથે કામ લેવું જોઈએ તેનાં માટે તમારે થોડા એવા પરિવર્તન અને ઘણી આદતોને બદલવી પડશે જેનાથી તમે સંક્રમણથી બચી શકો.

ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ વાતો વિશે જેને અમલમાં મૂકીને તમે તંદુરસ્તી મેળવી શકો છો.

બીમારીથી બચવા માટે અને બીમારીને ફેલાવાથી રોકાવા માટે સાફ-સફાઈ નું ધ્યાન રાખવું જોઈએ. આ વાત કોરોના કાળમાં ખૂબ સારી રીતે સમજાઈ ગઈ છે. પોતાનાં હાથ સાફ રાખવા કેટલા જરૂરી છે આપણને દરેકને એ વાતનો ખ્યાલ આવી ગયો છે. તમારા હાથને સાફ રાખો કારણ કે હાથમાં કીટાણું હોય છે અને જ્યારે આપણે ગંદા હાથ આપણા ચહેરા ને  લગાવીએ છીએ. ત્યારે આપણી આંખ, કાન અને મોઢાનાં માધ્યમથી તે શરીરમાં પ્રવેશ કરે છે. જેના લીધે શરદી, જુકામ અને તાવ જેવી બીમારીઓ આસાનીથી ફેલાઈ શકે છે. બીમારીઓથી બચવા માટે સૌથી સારો ઉપાય સમયસર તમારા હાથ ધોવા અને તમે જો સાફ-સફાઈ નો ખ્યાલ રાખશો તો ફક્ત કોરોના જ નહીં પરંતુ અન્ય ગંભીર બીમારી જેવી કે ન્યુમોનિયા અને ડાયેરિયા થી પણ બચી શકશો. તેથી સાફ સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ડાયપર બદલ્યા બાદ હાથ અવશ્ય ધોવા. કોઈ દવા લગાવતા પહેલા અને લગાવ્યા બાદ પણ હાથ ધોવા જરૂરી છે. દરવાજા, બારી ને હાથ લગાવો ત્યારબાદ પણ હાથ ધોવા કોઈ વસ્તુને હાથ લગાવ્યા બાદ હાથો ની સફાઈ કરવી જરૂરી છે. મોબાઇલ, લેપટોપ, રીમોટ ને હાથ લગાવ્યા પહેલા અને પછી પણ હાથ ધોવા. કોઈ બીમાર વ્યક્તિને મળવા જાઉં ત્યારે અને મળીને આવ્યા બાદ પણ હાથ ધોવા જરૂરી છે. ભોજન બનાવતી વખતે અને ભોજન પીરસતી વખતે પણ હાથ ધોવા જરૂરી છે.

સારી તંદુરસ્તી માટે પોષણયુક્ત ખોરાક પણ જરૂરી છે. પૌષ્ટિક ખોરાક ને તમારી ડાયટમાં શામીલ કરો. ફળ અને શાકભાજી નો તમારા ભોજનમાં સમાવેશ કરો. મેંદો અને તેનાથી બનેલી વસ્તુઓ થી દૂર રહેવું. ફોતરા વાળા અનાજ તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયક છે. તેથી તેને તમારા ભોજનમાં અવશ્ય શામિલ કરવા. અંકુરિત અનાજ તમને ફિટ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રોટીનયુક્ત પદાર્થો ને તમારા ભોજનમાં લેવા. આ વસ્તુનું ધ્યાન રાખવું કે વધારે મીઠું ખાવાથી બચવુ. મેંદા થી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું. શાકભાજીને સારી રીતે ગરમ પાણીથી ધોઈને તેનો ઉપયોગ કરવો.

તંદુરસ્ત રહેવા માટે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી જોઈએ. આજકાલ ની ભાગદોડવાળી લાઈફમાં તંદુરસ્તી નો ખ્યાલ જરૂરથી રાખો. જરા પણ બેદરકારી ના કરવી. નિયમિત રીતે વ્યાયામ કરવામાં આવે તો તમને સારી ઊંઘ આવશે. અને વજન પણ નિયંત્રણમાં રહેશે. તમારા હાડકાઓ મજબૂત થશે અને બીમારીઓથી તમે દૂર રહી શકશો. તંદુરસ્ત શરીર માટે ભોજનની સાથેજ સારી ઉધ પણ જરૂરી છે. ઓછામાં ઓછા ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે સારી ઉંઘ લો છો તો તમે ફ્રેશ રહી શકશો. શરીરમાં હોરર્મોન્સ નું સંતુલન જળવાઈ રહેશે. જેનાં લીધે તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે. અને તમે બીમારીઓથી બચી શકશો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *