બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ જશે ગાયબ, ચહેરો બનશે ક્લિન અને ગ્લોઈંગ, બસ એકવાર લગાવો આ પેસ્ટ

બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ જશે ગાયબ, ચહેરો બનશે ક્લિન અને ગ્લોઈંગ, બસ એકવાર લગાવો આ પેસ્ટ

વધતી ઉંમર, હોર્મોનલ ફેરફાર અને સ્કિન પોર્સમાં ઓઈલ જમા થવાને કારણે બ્લેક હેડ્સની પ્રોબ્લેમ થવા લાગે છે. મોટાભાગે ઓઈલી સ્કિનમાં બ્લેક હેડ્સની સમસ્યા વધુ જોવા મળે છે. ચહેરા પર જે ભાગ થોડો સખત હોય ત્યાં પણ બ્લેક હેડ્સ થવા લાગે છે. જો બ્લેક હેડ્સની સમસ્યા વધુ પ્રમાણમાં થવા લાગે તો સ્કિન સ્પેશિયલિસ્ટને બતાવવું જોઈએ.

જવનો લોટ : ચોખાનો લોટ, જવનો લોટ 1-1 ચમચી લઈ તેને દૂધમાં પલાળી હળવા હાથથી ચહેરા ઉપર મસાજ કરો, તે સિવાય પાણીનો ભાપ ચહેરા ઉપર લો, તમને આ સમસ્યાથી છૂટકારો મળી જશે.

લીંબુનો રસ : એક ભાગ લીંબુનો રસ તથા એક ભાગ મગફળીનું તેલ મિક્સ કરી બ્લેક હેડ્સ અને વ્હાઈટહેટ્સના ભાગે લગાવો તો તેનો ઝડપી દૂર થઈ જશે.

દૂધ : માત્ર ઉકાળેલા દૂધમાં લીંબુનો રસ મેળવીને પણ ચહેરા ઉપર લગાવવાથી બ્લેક હેડ્સ તથા ફાટેલી સ્કિનમાં લાભ થાય છે.

તજ પાઉડર : એક ચમચી તજના પાવડરમાં લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સવાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો. આ ઉપાય બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સને દૂર કરે છે. તેનાથી ખીલ પણ મટી જાય છે. આ પેસ્ટને સપ્તાહમાં 3-4 વખત લગાવવું.

કાચા બટાકા : કાચા બટાકાને ગ્રાઈન્ડ કરી પિમ્પલ્સ, વ્હાઈટ હેડ્સ કે બ્લેક હેડ્સ પણ લગાવો. 10 મિનિટ રબ કરી ધોઈ લો. આ ઉપાય તમારી સમસ્યા દૂર કરી દેશે અને સપ્તાહમમાં બેવાર આ ઉપાય કરશો તો ફરી બ્લેક હેડ્સ નહીં થાય.

હળદર : હળદર ત્વચા માટે વરદાન છે. એક ચમચી હળદરના પાવડરમાં 2 ચમચી ફુદીનાનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર તે ભાગમાં લગાવો જ્યાં બ્લેકહેડ્સ હોય. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો.

malavika shet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *