બ્લડ શુગર ને કંટ્રોલ કરવા માટે સવાર સવારમાં આ પીવો આ પાન નો રસ, હોય છે એન્ટી ડાયાબીટીક તત્વ

બ્લડ શુગર ને કંટ્રોલ કરવા માટે સવાર સવારમાં આ પીવો આ પાન નો રસ, હોય છે એન્ટી ડાયાબીટીક તત્વ

ભારતમાં ડાયાબિટીસ નાં દર્દીઓની સંખ્યા લાખોમાં છે. સરકારી આંકડાઓ અનુસાર દેશની આબાદી નાં ૭.૮ ટકા લોકો ડાયાબિટીસ નાં રોગી છે. જણાવી દઈએ કે શરીરમાં બ્લડ શુગરની માત્રા અનિયંત્રિત થઈ જાય છે ત્યારે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ ફક્ત શરીરને જ પ્રભાવિત નથી કરતું પરંતુ તેનાથી અન્ય બીમારીઓ નું જોખમ પણ રહે છે. આ બીમારી ને સમય રહેતા કાબૂમાં કરવામાં ન આવે તો હૃદય, કિડની અને રક્ત કોશિકાઓને પણ તે નુકશાન કરી શકે છે. એવામાં તેને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય એક્સ્પોર્ટ જણાવે છે કે, દવાની સાથે સાથે ઘરેલૂ નુસખાઓ ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે.

લીમડા નાં પાન

લીમડા નાં પાનને સ્વાસ્થ્ય એક્સ્પોર્ટ એન્ટી ડાયાબીટીક ફૂડ ગણાવે છે તેના મુજબ આ પાનમાં એન્ટી હાઇપર ગ્લાઇસેમીક ગુણો ને કારણે બ્લડ શુગર  કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર પણ હોય છે જેથી જલ્દીથી ભૂખ લાગતી નથી ભોજન પચતા જેમ સમય લાગે છે તો તેને ગ્લુકોઝ ને એબ્જોબ કરવામાં પણ વધારે સમય લાગે છે જેથી અચાનક થી ગમે તે ખાવાથી બ્લડ શુગર વધશે નહીં.

શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા રહેશે યોગ્ય

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, ડાયાબિટીસ નાં રોગીઓ ને પ્રાકૃતિક રૂપથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે લીમડાનાં પાનનું સેવન તમારી ઇન્સુલીન એકટીવીટી પણ પ્રાકૃતિક રૂપથી સારી થાય છે તેના કારણે તમારા શરીરમાં બ્લડ શુગરની માત્રા કંટ્રોલમાં રહેશે અને આ ઉપરાંત ફોસ્ફરસ મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વ લીમડાનાં પાનમાં હોય છે દરેક પોષક તત્વો ડાયાબિટીસની અસરને ઓછી કરવા માટે મદદરૂપ થાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ

ડાયાબિટીસ નાં દર્દીઓ એ વજન કન્ટ્રોલમાં રાખવું ખૂબ જ આવશ્યક હોય છે. એવામાં લીમડા નાં પાનનું સેવન કરવાથી સરળતાથી વજન ઓછુ થઈ શકે છે.

જ્યુસ બનાવવાની રીત

લીમડા નાં ૧૦ થી ૧૫ પણ લઇને સાફ કરી ધોઈ ત્યારબાદ એક કપ પાણીમાં મિક્સ કરીને મિક્સરમાં પીસીને ગાળીને તેનું સેવન કરવું. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, આ ડ્રીંક નું સેવન કરવાથી બ્લડ શુગરની માત્રા નિયંત્રિત રહે છે ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *