બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સગા બાપ-દિકરા સાથે કરી ચૂકી છે પ્રેમ, નંબર વન તો છે સૌની ફેવરિટ

બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સગા બાપ-દિકરા સાથે કરી ચૂકી છે પ્રેમ, નંબર વન તો છે સૌની ફેવરિટ

પ્રેમ કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ ને પોતાનાં જીવનમાં કોઈ વ્યક્તિને પ્રેમ અવશ્ય કર્યો હશે. પ્રેમ એક એવો અહેસાસ છે કે જેમાં વ્યક્તિ ને પોતાનાં જીવનમાં પોતાપણું મહેસુસ થાય છે. સામાન્ય વ્યક્તિ હોય કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઓ દરેકે ક્યારેક ને ક્યારેક પ્રેમ કર્યો હોય. આપણે બોલિવૂડ અભિનેત્રીઓ ની વાત કરીએ તો એક જમાનો હતો કે, જ્યારે ઈન્ડસ્ટ્રીમાં એક થી એક વધારે ખૂબસૂરત અભિનેત્રીઓ એ પોતાની શાનદાર એક્ટીગ થી દર્શકો નાં દિલ જીતી લીધા હતા. એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેણે, પોતાની ખુબસુરતી થી અભિનેતાઓ ની સાથે તેનાં દીકરાઓ પર પણ જાદુ ચલાવ્યો હતો. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જાણકારી આપવાનાં છીએ જે ફિલ્મો માં અસલ જીવન નાં બાપ અને દીકરા બંને સાથે પ્રેમ કરી ચૂકી હતી.

હેમા માલિની

હેમા માલિની ને ભારતીય ફિલ્મ જગત ની એક બેહતરીન કલાકાર ગણવામાં આવે છે. તે એ અભિનેત્રીઓમાં શામિલ છે, જેનામાં સુંદરતા અને અભિનય નો અનોખો સંગમ જોવા મળે છે. તેઓએ પોતાની ફિલ્મ કારકિર્દી માં એક થી એક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે બોલિવૂડ માં ડ્રીમ ગર્લ નાં નામે ઓળખાય છે.તેઅઓએ રાજ કપૂર સાહેબ સાથે ફિલ્મ સપનો કે સોદાગર માં કામ કર્યું  છે. ત્યારબાદ અભિનેતા ઋષિ કપૂર ની સાથે પણ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

જયાપ્રદા

હિન્દી ફિલ્મ જગત ની ખૂબસૂરત અને બહેતરીન અભિનેત્રીઓ માં જયાપ્રદા નું નામ પણ શામિલ છે. તેઓએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. ખૂબસૂરત અને બહેતરીન અદાકારા જયાપ્રદા એ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી જયા પ્રદા અભિનેતા ધર્મેન્દ્ર ની સાથે ગંગા તેરે દેશમે, શાહજદે,ફરિશતે જેવી ફિલ્મોમાં રોમાન્સ કરતી જોવા મળે છે. જ્યારે તેઓએ અભિનેતા ધર્મેન્દ્ર નાં દિકરા સની દેઓલ સાથે પણ વીરતા અને જબરજસ્ત ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

માધુરી દીક્ષિત

 

અભિનેત્રી માધુરી દીક્ષિત ને કોણ નથી ઓળખતું. તેઓએ હિન્દી ફિલ્મ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે પણ દર્શકો તેને જોવા માટે ખૂબ જ આતુર રહે છે. માધુરી દીક્ષિત એક બહેતરીન કલાકાર ની સાથે સિનેમા જગતની ડાન્સિંગ ક્વીન પણ કહેવામાં આવે છે. તેઓએ પોતાની ખૂબ સારી એક્ટીગ અને ડાન્સ ને આધારે લાખો દર્શકો નાં દિલ જીતી લીધા છે. અભિનેત્રી માધુરી દીક્ષિત ફિલ્મ દયાવાન માં વિનોદ ખન્ના સાથે રોમાન્સ કરતી જોવા મળેછે. ત્યારબાદ તે તેનાં દિકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મ મોહબતે માં જોવા મળે છે.

ડિમ્પલ કપાડિયા

ડિમ્પલ કપાડિયા ભારતીય ફિલ્મ જગત ની ખૂબ જ શાનદાર અભિનેત્રી માનવામાં આવે છે. તેઓનું નામ એ કલાકારો ની શ્રેણીમાં આવે છે કે, જેને હિન્દી સિનેમા માં એક અભિનેત્રી ની પરંપરાગત છબીને બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ડિમ્પલ કપાડિયા વિનોદ ખન્ના અને તેનાં દિકરા સાથે ફિલ્મ માં રોમાન્સ કરતાં જોવા મળે છે. તેઓએ  ખૂન કા કર્જ, બટવારા જેવી ફિલ્મોમાં વિનોદ ખન્નાની સાથે કામ કર્યું છે. અને દિલ ચાહતા હૈ માં  અભિનેતા વિનોદ ખન્ના નાં દિકરા અક્ષય ખન્ના સાથે રોમાન્સ કરતાં જોવા મળે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *