બોલિવૂડ નાં આ બાળ કલાકાર હવે મોટા થઈને લાગે છે ખૂબ જ ખૂબસૂરત જુવો તેઓની આ ફોટોસ

બોલીવુડ માં ઘણા એવા બાળ કલાકારો છે જે પોતાની ખેલકૂદ ની ઉંમર માં બોલિવૂડ નાં કલાકારો સાથે કામ કરીને ખૂબ પ્રશંસા મેળવી છે. બોલીવુડ ની સાથે બાળપણથી જ સંકળાયેલા એવા બાળ કલાકારો વિશે આજે અમે તમને જણાવીશું બાળપણ માં ફિલ્મ નાં આધારે ખૂબ જ નામનાં મેળવનાર બાળ કલાકારો ની ઉંમર વધતાની સાથે હવે તેઓ ખૂબ જ મોટા દેખાવા લાગ્યા છે. અને હવે તેઓને ઓળખવા ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે. તો ચાલો જાણીએ બોલિવૂડ નાં ૪ બાળ કલાકારો વિશે કે જેઓએ પોતાની માસૂમિયત અને ચંચળતા ની સાથે પડદા પર આવીને ફિલ્મમાં મોટા કલાકારો ની સાથે કામ કરીને લોકોનાં હૃદય માં પોતાનું સ્થાન મેળવ્યુ.
ઓમકાર કપૂર
આ માસૂમ ચહેરા ને આપણે કઈ રીતે ભૂલી શકીએ. માસૂમિયત અને ચંચળતા ભગવાને તેમને ધરતી પર મોકલતા ની સાથે જ આપી દીધા હતા. દુનિયને આ બાળક ની માસુમિયત “માસુમ” ફિલ્મ માં જોવા મળી હતી. ૯૦ નાં દશકની ‘માસુમ’ ફિલ્મ માં ઓમકાર કપૂર જોવા મળ્યા હતા પોતાની ભૂમિકા થી દર્શકો નાં દિલો પર પોતાની છાપ છોડી હતી. આજે ઓમકાર કપૂર ખૂબ જ મોટા થઈ ગયા છે. અને પહેલાની જેમ જ આજે પણ તેનાં ચહેરા પર મુસ્કાન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે , માસુમ ની સાથે જ ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.
અહસાસ ચન્ના
અહસાસ ની બાળપણ ની ફિલ્મ કારકિર્દી એક વાત ખૂબ ખાસ છે અને તે વાત એ છે કે, અહેસાસ છોકરી હોવા છતાં પણ છોકરા ની ભૂમિકામાં જોવા મળતા. કભી અલવિદા ના કહેના, ફુલ, માય ફ્રેન્ડ ગણેશા અને વાસ્તુશાસ્ત્ર જેવી ફિલ્મોમાં કામ કરીને તેમણે ખૂબ જ નામનાં મેળવી હતી. બાળપણમાં છોકરા ની ભૂમિકા ભજવનાર અહેસાસ આજે ખૂબ જ મોટી થઈ ગઈ છે.
પરજાન દસ્તુર
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ની ગોદ માં જોવા મળતા આ બાળ કલાકાર આજે ખૂબ જ મોટા થઈ ગયા છે. અને તેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ બાળક નું નામ પરજન દસ્તુર છે. ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં એક નાના બાળક ની ભૂમિકા ભજવી હતી. તમે ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોઈ હોય તો તમને યાદ હશે કે એક નાનો સરદાર બાળક હંમેશા તારા ગણે છે તે બાળક આજે ખૂબ જ મોટો થઈ ગયો છે. સમાચાર એ પણ છે કે પરજાન જલ્દી જ લગ્ન કરીને પોતાનાં નવા જીવન ની શરૂઆત કરવા માટે તૈયાર છે.
સના સઇદ
આજનાં દર્શકો પણ આ બાળકી ને સારી રીતે ઓળખે છે. સના એ શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજી ની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં નાની બાળકીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અંજલી નામની બાળકી ની ભૂમિકા ભજવી હતી. થોડા મોટા થયા બાદ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં જોવા મળી હતી. આજનાં સમયમાં સના ને ઓળખવી મુશ્કેલ છે. તે ખૂબ જ મોટી થઈ ગઈ છે.