બોલીવુડનાં આ સિતારાઓને આવડે છે ઘણી બધી ભાષાઓ, એક તો ૯ ભાષાઓમાં છે હોશિયાર

બોલિવૂડનાં કલાકારો પોતાના કિરદારમાં જાન ભરવા માટે કેટલી બધી રીતે મહેનત કરતા જોવા મળે છે. ઘણી વખત તેઓ તેમનું વજન વધારી લે છે, તો ઘણી વખત એકદમ ઘટાડી લે છે. આ ઉપરાંત તેઓ તેમના વાળ અને ચહેરા સાથે પણ ઘણું કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. એટલું જ નહીં ઘણી ફિલ્મો માટે તેઓ બીજી ભાષા પણ શીખી લે છે.
બોલિવૂડનાં ઘણા બધા એવા કલાકારો છે કે જેમનું અલગ અલગ ભાષાઓ પર સારું પ્રભુત્વ છે. કેટલાક કલાકારોએ ક્લાસીસ કરીને અલગ અલગ ભાષાઓ શીખી છે, તો કેટલાક કલાકારોએ પોતાના ફિલ્મનાં રોલને લીધે અલગ અલગ ભાષાઓ શીખી છે. તો આવો જાણીએ બોલિવૂડનાં આવા કેટલાંક કલાકારો વિશે કે જેને ઘણી બધી અલગ અલગ ભાષાઓ આવડે છે.
એશ્વર્યા રાય બચ્ચન
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક એશ્વર્યા રાય છે કે જેનાં બધા દિવાના છે. તેની સુંદરતાની મિસાલ વિશ્વભરમાં અપાય છે. આપને જણાવી દઇએ કે તેઓ મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે. બોલિવૂડની આ બ્યુટી ક્વિન ૯ ભાષાઓનું જ્ઞાન છે. જી હાં, એશ્વર્યા રાય ૯ ભાષાઓમાં હોશિયાર છે. તેમને હિન્દી, બંગાળી, અંગ્રેજી, તમિલ, મરાઠી, તેલુગુ, ટુલ્લૂ, કન્નડ અને ઉર્દુ ભાષા આવડે છે. આટલું જ નહીં એશ્વર્યા રાય બચ્ચન એક વિદેશી ભાષા સ્પેનિસ પણ બોલી શકે છે.
અમિતાભ બચ્ચન
સદીનાં મહાનાયક અને બીગ-બી નાં નામથી મશહૂર એવા અમિતાભ બચ્ચન વિના તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કલ્પના કરવી જ મુશ્કેલ છે. ૭૮ વર્ષની ઉંમરે પણ અમિતાભની એક્ટિંગનો જાદુ લોકો પર એટલી જ અસર કરે છે. તેઓ પણ ઘણીબધી ભાષાઓ જાણે છે. જેવી કે હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, પંજાબી અને બંગાળી.
શાહરુખ ખાન
બોલીવુડનાં કિંગ ઓફ રોમાન્સ એટલે કે શાહરૂખ ખાને જમીન થી લઈને આકાશ સુધીની સફર સફળ કરી છે. તેઓ બોલિવૂડનાં સુપરસ્ટાર છે અને આજે પણ કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. શાહરુખ ખાનની વાત કરીએ તો તેઓને પણ ૪ ભાષાઓનું ખૂબ જ સારી રીતે જ્ઞાન છે. તેઓ અંગ્રેજી, હિન્દી, કન્નડ અને ઉર્દુ બોલે છે. એટલું જ નહીં તેમને સ્પેનિશ ની પણ જાણકારી છે.
દીપિકા પાદુકોણ
દીપીકા આજે તેનાં કારકિર્દીનાં શિખર પર પહોંચી ચૂકી છે. તેમણે ઘણી બધી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ થી લોકોના દિલ જીત્યા છે. તેની સફળતા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ ખૂબ જ મહેનતુ છે. તેમણે ફિલ્મ “પીકુ” માં કામ કરવા માટે બંગાળી ભાષા શીખી હતી. આ ઉપરાંત તેઓ હિન્દી અંગ્રેજી અને ટુલ્લૂ પણ બોલે છે.
તાપસી પન્નૂ
તાપસી પન્નુ એ સાઉથ સીને વર્લ્ડ થી બોલિવૂડ તરફ કારકિર્દી બનાવવા માટે પ્રયાણ કર્યું હતું. તેને હિંદીની સાથે સાથે અંગ્રેજી, તમિલ, પંજાબી, તેલુગુ અને મલયાલમ ખૂબ જ સારી રીતે આવડે છે.
વિદ્યા બાલન
વિદ્યા બાલન બી-ટાઉનની સૌથી બુદ્ધિમાન કલાકાર છે. આ વાતને તેઓએ સારી રીતે સાબિત પણ કરી છે. આપને જણાવી દઇએ કે વિદ્યા ૬ અલગ અલગ ભાષાઓ બોલી શકે છે. તેમને તમિલ, હિન્દી, બંગાલી, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી આવડે છે.