બોલિવૂડ માટે એક દુ:ખદ સમાચાર “બજરંગી ભાઈજાન” ફિલ્મ નાં આ અભિનેતા નું થયું અવસાન

બોલિવૂડ ને છેલ્લા ઘણા સમય થી એક પછી એક ઝટકા લાગે છે. પાછલા મહિના માં હિન્દી ફિલ્મ જગતે ઘણાં મોટા અભિનેતાઓ ગુમાવ્યા છે. છેલ્લાં મહિના માં હિન્દી સિનેમા એ ઘણા મોટા અભિનેતાઓ ગુમાવ્યા છે. બોલિવૂડ માટે એક મોટા દુ:ખદ સમાચાર છે. બજરંગી ભાઈજાન ફિલ્મમાં સલમાન ખાન ની સાથે કામ કરવાવાળા અભિનેતા હરીશ બચટા આ દુનિયા ને અલવિદા કહી ચુક્યા છે. શિમલામાં રહેતા ૪૮ વર્ષ નાં અભિનેતા હરીશ ને વૈશ્વિક મહામારી કોરોના નાં કારણે અવસાન થયું છે.
તમને જણાવી દઈએ કે, હરીશ ને છેલ્લા ધણા દિવસો થી તાવની ફરિયાદ હતી. પછીથી તેમને હિમાચલ પ્રદેશમાં રોહ્ડુ માંથી આઈઝીએમસી માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો. રિપોર્ટ માં તે વાત ની પુષ્ટિ થઈ હતી કે, હરીશ કોરોના સંક્રમિત છે. હરિશ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનો ઈલાજ શરૂ કયો. જોકે અનેક પ્રયાસો કર્યા છતાં તેણે બચાવી ન શક્યા. મંગળવાર નાં તેઓએ દુનિયા ને અલવિદા કહી દીધું. ત્યારબાદ કોરોના મહામારી ના કારણે મંગળવાર સાંજે તેમનાં અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા.
હરીશ નો પરિવાર અત્યારે ખૂબ જ દુઃખ માં છે. હરિશ નાં અવસાન નાં એક દિવસ પહેલા તેની માતાનું અવસાન થયું હતું. પરિવાર માં બે દિવસ ની અંદર પરિવારનાં બે લોકો ચાલ્યા ગયા. પરિવાર પૂરી રીતે તૂટી ચૂક્યો છે. છેલ્લા ૧૮ વર્ષથી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હિમાચલ પ્રદેશ ની રાજધાની શિમલા નાં ચૌપાલ માં રહેતા હતા. તેમણે કારકિર્દી ની શરૂઆત ટીવી સિરિયલ થી કરી હતી. તે દેશની પ્રસિદ્ધ ટીવી સીરીયલ સિઆઈડી અને ક્રાઇમ પેટ્રોલ નો હિસ્સો રહી ચૂક્યા છે. ૨૦૧૫ માં તેમને બોલિવૂડ માં મોટી સફળતા મળી. જ્યારે તે કરીના કપૂર અને સલમાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી ની સાથે ફિલ્મ બજરંગી ભાઈજાન માં જોવા મળ્યા. બોલીવુડ ની સૌથી વધારે કમાણી કરવાવાળી ફિલ્મો માં અભિનેતા સલમાન ખાન કરીના કપૂર અને નવાજુદ્દીન સિદ્દીકી ની ફિલ્મ બજરંગી ભાઈજાન નું નામ પણ શામેલ છે. આ ફિલ્મ થી હરીશ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. બજરંગી ભાઈજાન માં હરીશ એ પાકિસ્તાન નાં પોલીસ અધિકારી ની ભૂમિકા ભજવી હતી. તેનો રોલ ફિલ્મ માં નાનો હતો. પરંતુ પોતાનાં કામનાં લીધે દર્શકો ને પ્રભાવિત કરવા પ્રભાવિત કરવામાં કામયાબ રહ્યા હતા.
હજુ સુધી કાબૂમાં નથી કોરોના
દેશમાં છેલ્લા ઘણા દિવસો થી કોરોના નાં નવા કેસ ચોક્કસ રીતે ઓછા થઈ ગયા છે. પરંતુ હજુ પરીસ્તિથી ચિંતાજનક છે. ભારત માં તાજા આંકડાઓ ની વાત કરીએ તો બુધવાર નાં દિવસ ભર માં ૪૪ હજાર ૨૮૧ કેસ નોધાયા હતા. અને આ સાથે કુલ કોરોના દર્દી ની સંખ્યા ૮૭ લાખ ની નજીક પહોંચી ગઈ છે. ત્યાં જ બુધવાર નાં આ મહામારી થી ૫૨૨ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. ભારતમાં હજી સુધી કુલ ૧ લાખ ૨૮ હજાર થી વધારે લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે.