બ્રેઈન સ્ટ્રોક બાદ હજી સુધી હોસ્પિટલમાં છે રાહુલ રોય પોતાની જ માતા સાથે અફેરની અફવા થી પરેશાન

બ્રેઈન સ્ટ્રોક બાદ હજી સુધી હોસ્પિટલમાં છે રાહુલ રોય પોતાની જ માતા સાથે અફેરની અફવા થી પરેશાન

બોલિવૂડ નાં અભિનેતા રાહુલ રોય જલદી સાજા થઇ જાય. આ સમયે તેમનાં દરેક ફેન્સ એ પ્રાર્થના કરી રહ્યા છે. બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. રાહુલ રોય વર્ષ ૧૯૯૦ માં આઈ મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ “આશિકી” થી ફેમસ થયા હતા. પરિવાર નાં સભ્યો દ્વારા મળેલ જાણકારી અનુસાર તેમની તબિયત પહેલા કરતા હવે સારી છે. રાહુલ રોય ની આગામી ફિલ્મનું નામ ‘એલ ઈસી લિવ બેટલ’ છે. આ ફિલ્મ નાં શૂટિંગ માટે તે કારગીલ ગયા હતા. ત્યાં જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમને બ્રેઈન સ્ટ્રોક આવેલો. રાહુલ રોય ને મુંબઈ પાછા લાવવામાં આવ્યા. અને ત્યારબાદ તેને નાણાવટી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે.

જ્યારથી રાહુલ નાં બ્રેઈન સ્ટ્રોક નાં સમાચાર આવ્યા છે ત્યારથી તેમનાં પ્રશંસકો તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. એવામાં જાણકારી મળી છે કે, હવે તેની તબિયત પહેલાં કરતાં સારી છે. આ સમાચાર સાંભળીને પ્રશંસકો રાહત મળી છે. જોકે એક વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે, રાહુલ રોય નું નામ પોતાની માતા સાથે જોડવામાં આવ્યું હતું.

એક દિવસ હોટલમાં

પોતાની માતા સાથે અફેર ની અફવા ની વાત ચર્ચાઈ હતી. જેનાં લીધે તે ખૂબ જ પરેશાન થયા હતા. તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. વાત એમ હતી કે એકવાર તે પોતાનાં મિત્રો સાથે પાર્ટી કરવા હોટલમાં ગયા હતા. રાહુલ રોય નાં માતા પણ ત્યાં પોતાનાં મિત્રો સાથે ગયા હતા. રાહુલ રોય અને તેમની માતા એ સાથે ડાન્સ કર્યો હતો. બીજા દિવસે પેપર વાળાઓએ તેને આ રીતે ખબર બનાવી હતી કે, રાહુલ રોય ને પુખ્ત વયની મહિલા સાથે સંબંધ છે. અને તેમનું અફેર ચાલી રહ્યું છે. તે મહિલા સાથે તે ડાન્સ કરતા જોવા મળ્યા છે.

પેપર માં સમાચાર

 

રાહુલ રોયે પેપરમાં જ્યારે આ સમાચાર જોયા ત્યારે તેમને વિશ્વાસ જ આવ્યો નહીં. તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે નારાજ થતાં કહ્યું કે, જાણકારી આપતા પહેલા એ વાત ની તપાસ તો કરી લેવી જોઈએ કે આખરે તે સ્ત્રી કોણ છે ?રાહુલ રોય નાં ભાઈએ કહ્યું હતું કે કારગિલમાં શૂટિંગ માટે રાહુલ રોય ત્યાં ગયા હતા. પરંતુ ઠંડીનાં કારણે તેમને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો. તેવામાં સૌથી પહેલા તેને કારગીલ થી શ્રીનગર લઈ ગયા હતા. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ રોય ને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા. રાહુલ રોય નાં ભાઈ જણાવે છે કે, હવે તેની તબિયત પહેલાં કરતાં સારી છે.રાહુલ રોય ની ફિલ્મ આશિકી સુપરહિટ રહી હતી. આ ફિલ્મ કેટલી લોકપ્રિય છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આજે પણ તે ફિલ્મ ઘણા લોકોને પસંદ છે. આ ફિલ્મને કારણે રાહુલ રોય ને તેમનાં ફેન્સ ભૂલ્યા નથી.

આ ફિલ્મોમાં કામ કર્યું છે

રાહુલ રોય એ આશિકી ઉપરાંત ફિર તેરી કહાની યાદ આઈ, સપને સાજન કે, જુનુન અને નસીબ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઘણા ટીવી શોમાં પણ રાહુલ રોય કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૬ માં ‘બિગ બોસ’ ની પહેલી સિઝનમાં પણ તેઓ જોવા મળ્યા હતા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *