બ્રેકફાસ્ટ દરમિયાન જો કરવામાં આવે આ ભૂલો, થઈ શકે છે વજન આઉટ ઓફ કંટ્રોલ

બ્રેકફાસ્ટ દરમિયાન જો કરવામાં આવે આ ભૂલો, થઈ શકે છે વજન આઉટ ઓફ કંટ્રોલ

સારા સ્વાસ્થ્ય માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. કહેવામાં આવ્યું છે કે, જો સવારનો નાસ્તો સારો ન હોય તો દિવસ ખરાબ જાય છે અને તેમ જ જો સવારની શરૂઆત સારા નાસ્તા સાથે થાય તો આખો દિવસ કામ કરવાની શક્તી મળી રહે છે. જણાવી દઈએ કે, સવારનો નાસ્તો કરવાથી ઊર્જા તો મળે જ છે સાથે જ ઘણી બીમારીઓથી રક્ષણ પણ મળે છે. સવાર નો નાસ્તો જરૂરી તો છે પણ ધ્યાન રહે કે, નાસ્તામાં હંમેશા હેલ્ધી વસ્તુનું સેવન કરવું જોઇએ. ઘણા લોકો નાસ્તામાં વજન ઓછું કરવાના ચક્કરમાં ઘણી એવી વસ્તુ ખાઈ છે જે તમારૂ વજન ઓછું કરવાના બદલે વજનને વધારવાનું કામ કરે છે. સંશોધન અનુસાર વજન ઘટાડવા નાં ચક્કરમાં અન હેલ્થી ચીજોનું સેવન કરવાથી ગંભીર બીમારીઓનું  જોખમ રહે છે. જો કે આજે અમે તમને આ આર્ટિકલમાં બ્રેકફાસ્ટ દરમ્યાન કરવામાં આવતી ભૂલો વિશે જણાવીશું જે લોકો હંમેશા કરે છે.

કેટલાક લોકો એવા હોય છે કે, જે વજન ઓછું કરવા માટે નાસ્તામાં ફક્ત જ્યૂસ પીવે છે જે ખાસ સારી આદત નથી. તમને જણાવી દઈએ કે, જ્યુસ માં વધારે માત્રામાં ફાઇબર હોય છે જે ઝડપથી પચે છે તેથી થોડા જ સમયમાં તમને ભૂખ લાગી શકે છે. એવામાં તમે  વજન ઓછુ કરવા માટે જામફળ, સફરજન, કેળા, મોસંબી વગેરે ફળ અને બીજા વેજીટેબલ નો સમાવેશ કરી શકો છો. તેનાથી બીમારી થી બચી શકો છો અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

નાસ્તામાં કેફીનનું સેવન

નાસ્તામાં ચા, કોફી લેવાની ઘણા લોકોને આદત હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે વધુ માત્રામાં ચા, કોફી પીવુ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે ચા,કોફી માં વધુ માત્રામાં કેફિન હોય છે તેનાથી ડિહાઈડ્રેશન થવાનું જોખમ રહે છે. એવામાં તમે નાસ્તામાં દૂધ કે લીંબુ પાણી નું સેવન કરી શકો છો જે શરીર માટે લાભદાયી રહે છે સાથે જ બોડીને એનર્જેટિક રાખવાનું કામ કરે છે.

કાર્બોહાઇડ્રેટનું વધારે સેવન

 

જો તમે પણ વજન ઓછું કરવા માટે નાસ્તામાં આ વસ્તુઓનું સેવન કરો છો. જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા બિલકુલ ના બરાબર હોય છે તેનાથી શરીરને એક્સ્ટ્રા પાણી અને ચરબી ઓછી કરવામાં મદદ મળે છે. આનાથી ઉલટું કાર્બોહાઈડ્રેટથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો છો તો વજન વધવાની સાથે-સાથે તમને બીમારીઓ નું જોખમ પણ રહે છે.

પ્રોટીનનું ઓછી માત્રામાં સેવન

ઘણા લોકો વિચારજે કે પ્રોટીન નું સેવન કરવાથી વજન વધે છે તમે જણાવી દઈએ કે વજન ઓછું કરવામાં માટે પ્રોટીન ભરપૂર માત્રામાં લેવું અનિવાર્ય છે. કારણ કે, પ્રોટીન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે માટે વારંવાર ખાવાની જરૂર પડતી નથી. પ્રોટીન માટે તમે નાસ્તામાં ઈંડા, ડેરી પ્રોડક્ટ, સુકામેવા, સૂરજમુખી નાં બીજ વગેરેનું સેવન કરી શકો છો. તેનાથી વજન પણ ઓછું થાય છે સાથે જ તમારી ઇમ્યુનીટી પણ બુસ્ટ થાય છે.

ખાંડ નું સેવન

ઘણા લોકોને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. લોકોનું માનવું છે કે, ગળ્યું ખાવાથી મૂડ સારો રહે છે સાથે જ દિલ અને દિમાગ પણ સારા રહે છે. જોકે વધારે ખાંડ નું સેવન કરવાથી વજન વધવાની સમસ્યા રહે છે. ખાંડ નાં સેવનથી પેટ અને લીવર ની આસપાસ ચરબી જમા થાય છે જેનાથી મેટાબોલિઝમ સંબંધી પરેશાનીઓ થાય છે. માટે જો તમને ગળ્યુ પસંદ હોય તો ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો જેનાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *