બ્રહ્મમુહૂર્ત દરમ્યાન ન કરવા આ કામ, નહીંતર જીવન થઈ શકે છે બરબાદ

બ્રહ્મમુહૂર્ત દરમ્યાન ન કરવા આ કામ, નહીંતર જીવન થઈ શકે છે બરબાદ

આખા દિવસમાં બ્રહ્મમુહૂર્ત ને સૌથી ઉત્તમ મુહુર્ત ગણવામાં આવે છે. આ દરમિયાન ભગવાનની પૂજા અને શુભ કાર્ય કરવાથી તે જરૂર સફળ થાય છે. શાસ્ત્રોમાં બ્રહ્મમુહૂર્ત નો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે, ઋષિ-મુનિઓ બ્રહ્મમુહૂર્ત માં જાગતા હતા. અને ઈશ્વરની વંદના કરતા હતા. આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમ્યાન આ દરમિયાન કરવામાં આવેલ કામનું શુભ ફળ મળે છે. બ્રહ્મમુહૂર્ત ને ભગવાન નો સમય ગણવામાં આવે છે. આ દરમિયાન ભગવાન ઉંધ માંથી જાગે છે. એટલું જ નહીં આ સમય દરમિયાન ભગવાન ની શક્તિઓ ખૂબ જ પ્રભાવશાળી પણ હોય છે.

ક્યારે શરૂ થાય છે બ્રહ્મમુહૂર્ત

૨૪ કલાકમાં કુલ ૩૦ મુહૂર્ત હોય છે. બ્રહ્મમુહૂર્ત રાત્રિના ચોથા પ્રહરમાં એટલે કે, સુર્યોદયના પહેલા પ્રહર માં બે મુહૂર્ત હોય છે. તેમાંથી પહેલાં મુહૂર્ત ને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. સવાર નાં  ૪ :૨૪ વાગ્યા થી ૫ :૧૨ મીનીટ નાં મધ્ય નાં સમય સુધી બ્રહ્મમુહૂર્ત રહે છે. પ્રમુખ મંદિરોમાં આ સમયે પટ ખોલવામાં આવે છે. અને ભગવાનનો શૃંગાર અને પૂજન કરવામાં આવે છે. આ દરમિયાન સંધ્યા વંદન, ધ્યાન અને પ્રાથના કરવી ખૂબ શુભ ગણવામાં આવે છે. આયુર્વેદમાં પણ આ મુહુર્ત ને ઉત્તમ ગણવામાં આવે છે. અને શાસ્ત્રો અનુસાર જે લોકો આ સમયે ઊઠે છે, અને આ સમયે સ્નાન કરે છે. તેનું આયુષ્ય લાંબું થાય છે. અને તેને ઘણા રોગો માંથી રક્ષણ મળે છે, કાર્યમાં ધ્યાન લાગી રહે છે, શરીરમાં ઉર્જા બની રહે છે. અને આખો દિવસ તેનો સારી રીતે પસાર થાય છે. તેમ જ વૈજ્ઞાનિકો આ સમય ખૂબ જ ઉતમ માને છે. આ સમય પર થયેલ સંશોધન અનુસાર આ દરમિયાન વાયુમંડળમાં ઓક્સિજનની માત્રા સૌથી વધારે એટલે ૪૧ ટકા હોય છે. જે લોકો આ સમય પર ઉઠે છે. તેને શુદ્ધ હવા મળે છે અને શુદ્ધ વાયુ થી તેનું મન અને મગજ સ્વસ્થ રહે છે.

આ મહુર્ત દરમિયાન કેટલાક કાર્યો ભુલથી પણ ન કરવા જોઈએ. જે આ પ્રકારે છે

  • આ પવિત્ર સમય પર પ્રણય સંબંધ ના બનાવવા એવું કરવાથી શરીરમાં રોગ આવે છે અને આયુષ્ય પણ ઓછું થાય છે.
  • બ્રહ્મમુહૂર્તમાં જાગ્યા બાદ ફક્ત સારી વસ્તુઓ વિશે વિચારો ક્યારેય પણ આ સમય દરમિયાન નકારાત્મક વિચાર મનમાં ન લાવવા. માનવામાં આવે છે કે, આ દરમિયાન નકારાત્મક વિચાર મનમાં આવે છે તો તેનાથી આખો દિવસ ખરાબ જાય છે. અને તણાવ રહે છે. બ્રહ્મમુહૂર્તમાં મનમાં પોઝિટિવિટી બનાવી રાખવી. અને પવિત્ર વિચાર રાખવા.
  • બ્રહ્મમુહૂર્ત દરમ્યાન ભોજન ના કરવું. ઘણા લોકો ઉઠીને સૌથી પહેલા ચા-નાસ્તો કરે છે. શાસ્ત્રો અનુસાર બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સૌથી પહેલા ઈશ્વરનું ધ્યાન કરવું. ત્યારબાદ જ કંઈક ગ્રહણ કરવું.
  • બ્રહ્મમુહૂર્ત દરમ્યાન કોઈ સાથે લડાઈ ન કરવી અને ન કોઈ સાથે વિવાદ ન કરવો. જે લોકો આ દરમિયાન લડાઈ અને વાદ વિવાદ કરે છે. તે લોકોના જીવનમાં હંમેશા અશાંતિ બની રહે છે.

આ ઉપાય કરવાથી દરેક દુઃખ દૂર થાય છે

  • બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું અને સૌથી પહેલા પોતાની હથેળી અને હથેળીની રેખાઓ જોવી. હથેળી અને હથેળીની રેખાઓ જોવાથી ભગવાન નાં આશિર્વાદ પ્રાપ્ત થાય છે. અને તમારી કિસ્મત ચમકી જાય છે.
  • બ્રહ્મમુહૂર્ત ઉઠીને સૂર્યદેવની પૂજા કરવી. સૂર્યદેવની પૂજા કરવાથી દરેક રોગોનો નાશ થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *