બુધ દેવ બદલી રહ્યા છે પોતાની ચાલ, અશુભ પ્રભાવથી બચવા માટે કરો આ જ્યોતિષીય ઉપાય

બુધ દેવ બદલી રહ્યા છે પોતાની ચાલ, અશુભ પ્રભાવથી બચવા માટે કરો આ જ્યોતિષીય ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ સતત બદલતી રહે છે જેના કારણે મનુષ્યનાં  જીવનમાં શુભ અશુભ પ્રભાવ પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ દેવ ધનુ રાશિમાંથી નીકળી અને મકર રાશિમાં પ્રવેશ કરશે અને તે મકર રાશિમાં ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધી રહેશે બુધ ગ્રહ નાં આ ગોચર નાં કારણે ૧૨ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડશે. જો તમે બુધ ગ્રહનાં અશુભ પ્રભાવથી બચવા ઈચ્છો છો તો તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ કેટલાક ઉપાયો અમે તમને જણાવી રહ્યા છીએ. આ સરળ ઉપાયો થી બુધ ગ્રહ શાંત થાય છે આ ઉપાયો ખૂબ જ મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ બુધ ગ્રહ નાં અશુભ પ્રભાવથી બચવા માટેનાં ઉપાયો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કમજોર હોય તો તેનાં  કારણે જીવનમાં ખૂબ જ પરેશાની આવી શકે છે. પરંતુ જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબુત રહે છે તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ ને મજબૂત કરવા ઇચ્છતા હોય તો આ ઉપાયો કરવા.

બુધ ગ્રહ મજબુત બનાવવા માટે બુધવાર નાં દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવી. આ સમય દરમિયાન લાડુનો પ્રસાદ ધરાવવો. પૂજામાં તમે દુર્વાની ગાંઠ પણ અર્પણ કરી શકો છો. બુધવાર નાં દિવસે ગાયને લીલું ઘાસ નાખવું તેનાથી તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબુત થાય છે. બુધ ગ્રહ મજબુત બનાવવા માટે બુધવાર નાં દિવસે લીલા કલર નાં  વસ્ત્ર ધારણ કરવા. જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબુત કરવા ઈચ્છતા હોવ તો એક લોલા કલર નાં કપડામાં મગ બાંધીને તેને વહેતા જળ માં પ્રવાહિત કરવું. તેનાથી બુધની સ્થિતિ મજબૂત થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ ને કુંડળીમાં મજબુત કરવા માટે દાન જરૂરથી કરવું. જો તમે બુધવાર નાં દિવસે લીલા કપડા, ઘી, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરો છો આ ઉપરાંત તમે બુધવા નાં દિવસે કિન્નરોને લીલા રંગના કપડા દાન કરો છો અને તેનાં આશીર્વાદ લો છો અને તમારા સામર્થ્ય અનુસાર દક્ષિણા પણ આપવી તેનાથી તમને શુભ લાભ પ્રાપ્ત થાય છે.

બુધવાર નાં વ્રત ની પૂજા વિધિ

  • બુધવારનું વ્રત શુક્લ પક્ષ બુધવાર નાં વિશાખા નક્ષત્રમાં બુધવાર નાં દિવસથી આરંભ કરવું તમે તેનાં માટે કોઈ જ્યોતિષીની સલાહ પણ લઈ શકો છો.
  • જ્યારે તમે બુધવારનું વ્રત શરૂ કરો ત્યારે સંકલ્પ અનુસાર ૭ વ્રત કરી શકો છો.
  • બુધવાર નાં દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ લીલા રંગનાં કપડા પહેરવા.
  • ભગવાન ગણેશજી નું ધ્યાન કરવું અને બુધ દેવની પૂજા કરવી.
  • પૂજા દરમિયાન મગ નો હલવો પંજરી અથવા મગનાં લાડુ બનાવીને પ્રસાદ અર્પણ કરવો
  • વ્રતનાં દિવસે સાંજે પાછી પૂજા કરવી અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરીને પારણા કરવા.
  • પારણા કર્યા બાદ ભોજન તમે બનાવો તેમાં નમક અને ઘીનો ઉપયોગ કરવો નહીં.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *