બુધ નું ધન રાશિમાં પ્રવેશ થવાથી ખુલી જશે આ રાશિનાં લોકોનું ભાગ્ય, અન્યને મળી શકે છે ખરાબ સમાચાર

બુધ નું ધન રાશિમાં પ્રવેશ થવાથી ખુલી જશે આ રાશિનાં લોકોનું ભાગ્ય, અન્યને મળી શકે છે ખરાબ સમાચાર

બુધ ગ્રહ નું ૧૮ ડિસેમ્બર થી રાશિ પરિવર્તન થશે. બુધનો ગ્રહ વૃશ્ચિક રાશિ માં થી નીકળી અને ધન રાશિમાં ગોચર કરશે. ધન ને ભાગ્ય ભાવ અને અગ્નિ તત્વની રાશિ કહેવામાં આવે છે. આ રાશિમાં બુધ નાં ગોચરથી દરેક રાશિ પર તેનો પ્રભાવ પડશે. બુધનું ધન રાશિમાં ગોચર થવાથી ધણી રાશિઓનાં જાતકનું ભાગ્ય પરિવર્તન થશે તો ઘણી રાશિઓ પર બુધનાં ગોચર નો અશુભ પ્રભાવ જોવા મળશે અને તેઓએ સાવધાન રહેવાની જરૂર રહેશે. ચાલો જાણી આખરે બુધ નાં ગોચર થી કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે.

મેષ રાશિ

મેષ રાશિ નાં જાતકો પર બુધ નું ગોચર શુભ રહેશે નહીં. આ સમય દરમિયાન તેમને  સમસ્યાઓ આવી શકે છે. યાત્રાના યોગ બની રહ્યા છે પરંતુ યાત્રા દરમિયાન અસુવિધાઓ રહેશે એવામાં તમારે સંપૂર્ણ તૈયારી કરીને જવું જોકે યાત્રા ફાયદાકારક રહેશે. તમારી  જોખમ લેવાની ક્ષમતામાં વધારો થશે જેનાં કારણે વેપારમાં લાભ થશે. પરંતુ સફળતા મેળવવા ઇચ્છતા હોવ તો તેના માટે ખૂબ જ મહેનત કરવી પડશે. કારણ કે મહેનત નો કોઈ બીજો વિકલ્પ નથી. ગોચર કાળ દરમ્યાન ભાઈ-બહેનોનો સહયોગ મળશે જે લોકો માર્કેટિંગ કે લેખન નાં ક્ષેત્રે સક્રિય છે તેઓને ખૂબ જ ફાયદો થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ નાં લોકોને પ્રેમ સંબંધ માટે બુધનું ગોચર ખૂબ જ સારું પરિણામ આપશે. આ સમય દરમિયાન તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો. પાર્ટનર સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે જેના લીધે તમારા સંબંધમાં મધુરતા આવશે અને ખોવાયેલો વિશ્વાસ પાછો આવશે. ધનની બાબતમાં તમારે થોડી પરેશાનીઓ થઈ શકે છે. તમારે આ સમય દરમિયાન આર્થિક તંગી માંથી પસાર થવું પડશે એવામાં પૈસાની લેવડ-દેવડ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું. તમારા સૌથી વિશ્વાસનીય લોકો તરફથી દગો મળી શકે છે જેનાથી તમને ખૂબ જ દુઃખ થશે. વિવાહિત લોકો માટે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે તેની પ્રગતિ જોઈને તમને માનસિક શાંતિ મળશે.

મિથુન રાશિ

આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે તેથી બુધનું ગોચર તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. બુધના રાશિ પરિવર્તન થી તમારા વેપાર ક્ષેત્રમાં ખૂબ જ લાભ થશે સાથે જ આ સમય દરમિયાન વેપાર નો વિકાસ થશે. આ સમય દરમ્યાન તમે નવી યોજના પર કામ કરી શકો છો. જેનાથી તમારા વેપારમાં ફાયદો થશે. વિવાહિત લોકોના જીવનમાં આવનારા દિવસો સારા રહેશે. જીવનસાથી સાથે બગડેલા સંબંધો સુધરશે અને તમે તમારા જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર કરી શકશો. ગોચર દરમિયાન સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને વારસાગત સંપત્તિ ની બાબત માં ચાલી રહેલ વિવાદ પૂર્ણ થશે. વાહન ખરીદવાનાં યોગ છે. આ સમય દરમિયાન તમારા દરેક સપના પૂર્ણ થશે.

કર્ક રાશિ

તમારા માટે બુધ રાશિ નું પરિવર્તન ખાસ રહેશે નહી. આ સમય દરમ્યાન ખર્ચાઓમાં વધારો થશે. સાથે જ આર્થિક તંગી પણ આવી શકશે. એવામાં તમારા વિરોધીઓ થી સાવધાન રહેવું .કારણ કે તમારા વિરુદ્દ યોજના બનાવી શકે છે તમારે સમજી વિચારી અને ધીરજથી પરિસ્થિતિનો સામનો કરવો. ગોચર સમય દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખવું. અન્યથા મોટી પરેશાની થઈ શકે છે. તમારા સ્વભાવ નાં કારણે ઘણા લોકો સાથે દુશ્મની થઈ શકે છે. તમારા ગુસ્સા નાં કારણે કાર્યક્ષેત્રમાં નુકસાન થઈ શકે છે. આ સમય દરમ્યાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

સિંહ રાશિ

બુધ નાં ગોચર થી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સમય દરમિયાન તમને આવકનાં નવા સ્ત્રોતો મળશે. તમારી આવકમાં વધારો થશે અને કાર્યક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. તમને અચાનકથી ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કેટલાક લોકો નાં બિઝનેસમાં પરિવર્તન આવશે તે પરિવર્તન તેમના માટે ફાયદાકારક રહેશે. સંતાન પક્ષ થી શુભ સમાચાર પ્રાપ્ત થશે બુધ નાં ગોચર થી વિદ્યાર્થીઓને લાભ થશે યાત્રા નાં યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

બુધ કન્યા રાશિ નાં સ્વામી છે તેથી ગોચર નો પ્રભાવ તેનાં પર વિશેષ પડશે. દાંપત્ય જીવનમાં ઉતાર-ચડાવ આવશે. પરિવાર નાં સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે. ગોચર કાળ દરમ્યાન તમારા ઘર કે ઓફિસમાં વધારાની જવાબદારીઓમાં મળશે. આ સમય દરમ્યાન ખર્ચાઓમાં વધારો થશે સાથે જ ધન લાભ પણ થશે. વાહન ખરીદવા માટે આ સમય ખૂબ જ શુભ છે. કાર્યક્ષેત્રમાં તમને સહકર્મચારીઓને સહયોગ મળશે અને તમારી કાર્ય કુશળતાથી બધા લોકો પ્રભાવિત થશે. જેનાં તમને સારા પરિણામ મળશે વેપારીઓ માટે બુધનું ગોચર લાભદાયી રહેશે.

તુલા રાશિ

તુલા રાશિ નાં જાતકો ને બુધનું ગોચર સારા પરિણામો આપશે. આ સમય દરમિયાન તમારા મનની વાત બીજાને કહેશો અને કોઈ વાત મનમાં રાખશો નહી જેનાથી માનસિક રાહત અનુભવશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય દરમ્યાન કામકાજ મા સફળતા મળશે ભાગ્યનો પૂરો સાથ મળશે. ભાગ્ય નો સાથ મળવાના કારણે તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થશે. સમાજમાં માન-સન્માન મળશે. આ સમય દરમ્યાન તમારી મુલાકાત જૂના મિત્રો સાથે થઈ શકે છે. ભાઈ બહેનો સાથે તમારો સંબંધ સારો રહેશે. વિદેશી સંપર્ક નો તમને લાભ થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે ખૂબ જ સારા પરિણામ આવશે. તેની આર્થિક સ્થિતિ મજબૂત બનશે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે સાથે જ બચત પર પણ ધ્યાન દેવું. તમારા પરિવારમાં નવા કાર્યો નું આયોજન થઇ શકે છે. આ સમય દરમિયાન પરિવારમાં તમને નવી જવાબદારીઓ સોપવામાં આવશે જે તમે સારી રીતે પૂર્ણ કરી શકશો. આવનારા દિવસોમાં એવી જગ્યાએ થી તમને લાભ મળશે કે જેનાં વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. આ સમય  દરમ્યાન તમારી વાણી પર સંયમ રાખવો અન્યથા નુકસાન થઈ શકે છે. સસરા પક્ષ થી તમને લાભ મળવાની સંભાવના છે.

ધન રાશિ

બુધ પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે તેથી તેણી સીધી અસર આ રાશિનાં જાતકો પર પડશે. તમારા મજાકિયા સ્વભાવ થી લોકો પ્રભાવિત થશે. આ સમય દરમ્યાન નવા મિત્રો અને સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. જે જાતક વ્યાપારમાં સક્રિય છે તેઓને આ ગોચરથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે. સફળતા મળવા નાં કારણે તમે આનંદ અનુભવશો દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને જીવનસાથી સાથે તમારો સંબંધ મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ માં સુધારો થશે

મકર રાશિ

બુધ નાં ગોચર થી મકર રાશિનાં જાતકો નાં શત્રુઓ ની સંખ્યામાં વધારો થશે પરંતુ તમે તમારા શત્રુઓનો સામનો કરવામાં સક્ષમ બની રહેશો. આ સમય દરમ્યાન તમારા શત્રુ તમને નુકસાન પહોંચાડવાનું કરશે પરંતુ તમે તેને એવું કરવાનો મોકો આપશો નહીં. તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. વિદેશ જવાનું સપનું પૂર્ણ થશે તેનાથી તમને લાભ મળશે. બુધ નાં ગોચરથી તમે કરજ મુક્ત થશો.

કુંભ રાશિ

તમારે તમારું ધ્યાન ધન કમાવા પર લગાવવાનું રહેશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને. આ સમય દરમ્યાન તમને ચારે તરફથી લાભ પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને નવા લોકો સાથે મુલાકાત થશે. આ સમય દરમિયાન વેપાર વધારવામાં ધ્યાન આપવું. પ્રેમ સંબંધ ની બાબત માં શુભ રહેશે. તમારા પાર્ટનર સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. વિવાહિત લોકોને સંતાન તરફથી સારા સમાચાર મળવાના યોગ છે.

મીન રાશિ

મીન રાશિ નાં લોકો હાજર જવાબી હોય છે અને તેમનો સ્વભાવ લોકોને ખૂબ જ પસંદ હોય છે. આ સમય દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધી શકશો તમારા બોશ અને ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે અને તમારી કાર્ય કુશળતાને જોઈને તમને પ્રમોશન પણ મળી શકે છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે. પરિવાર  નાં સદસ્યો વચ્ચે સમજણ બની રહેશે જેનાથી સંબંધો મજબૂત થશે અને પરિવારની ઉન્નતિ થશે. વિવાહિત લોકો માટે સમય થોડો મુશ્કેલીભર્યું રહેશે. એવામાં જીવનસાથી સાથે મળીને સમસ્યા નો ઉકેલ લાવવાની કોશિશ કરવી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *