બુધવાર નાં દિવસે આ કાર્ય કરવા ગણાય છે વર્જિત, કરવાથી થઇ શકે છે ભારે નુકસાન

બુધવાર નાં દિવસે આ કાર્ય કરવા ગણાય છે વર્જિત, કરવાથી થઇ શકે છે ભારે નુકસાન

બુધવારનો દિવસ બુધ ગ્રહ સાથે જોડાયેલ છે. આ દિવસ બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં બુધવારનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે, આ ગ્રહ બુદ્ધિ, વિવેક, સંચાર, વાણી વગેરે નો કારક છે. બુધ ગ્રહ કુંડળીમાં કમજોર હોય તો જાતકને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ ગ્રહને શાંત રાખવા માટે અને કુંડળીમાં તેને મજબૂત કરવા માટે બુધવારનાં દિવસ સાથે જોડાયેલ આ ઉપાય કરવાથી લાભ થાય છે. કેટલીક એવી વસ્તુઓ છે જેને આ દિવસે કરવાથી નુકસાન થઈ શકે છે અને આ ગ્રહ વધારે કમજોર થઈ શકે છે ચાલો જાણીએ આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ નહીં.

બુધવાર નાં દિવસે ન કરો આ કાર્ય

  • બુધવાર નાં દિવસે ભૂલ થી પણ પૈસાની લેવડ-દેવડ કરવી નહિ આ દિવસે જે લોકો ઉધાર આપે છે અને જે લોકો ઉધાર લે છે તેનાં જીવનમાં આર્થિક પરિસ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.
  • માનવામાં આવે છે કે, બુધવાર નાં દિવસે આપેલ ઉધાર પૈસા અથવા લેવામાં આવેલ ઉધાર ધન લાભકારી હોતું નથી તેથી બુધવારનાં દિવસે કર્જ લેવું પણ નહીં અને કર્જ આપવું પણ નહીં એવું કરવાથી બુધ ગ્રહ કમજોર થઈ જાય છે.
  • બુધ ગ્રહ વાણી અને સંવાદ નો કારક છે તેથી બુધવાર નાં દિવસે મુખમાંથી સારી વાતો કાઢવી કડવા વચન નો પ્રયોગ કરવાથી બચવું. આ દિવસે કડવા વચન બોલવાથી બુધ ગ્રહ કમજોર થાય બને છે.

  • બુધવાર નાં દિવસે કાળા રંગનાં વસ્ત્રો પહેરવા નહીં ખાસ કરીને વિવાહિત લોકોને કહેવામાં આવે છે કે, આ દિવસે કાળા કલરનાં કપડાં પહેરવાથી દાંપત્યજીવન પર ખરાબ અસર પડી શકે છે અને પતિ-પત્ની હંમેશા લડાઈ થયા કરે છે.
  • જ્યોતિષ વિજ્ઞાન અનુસાર બુધવારનાં દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી. તે દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવું શુભ ગણાતું નથી જે લોકો બુધવાર નાં દિવસે આ દિશામાં યાત્રા કરે છે તેની યાત્રા સફળ રહેતી નથી.

  • બુધવારનાં દિવસે પૈસાનું રોકાણ કરવાથી બચવું આ દિવસે રોકાણ કરવામાં આવેલ પૈસા ની હાનિ થઈ શકે છે. રોકાણ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શુક્રવાર ગણવામાં આવે છે.

બુધવાર નાં દિવસે આ કામ અચૂક કરવા

  • બુધવાર નાં દિવસે મધુર વાણી બોલવી અને પ્રેમથી વાત કરવી એવું કરવાથી જીવનની આર્થિક પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં ધન સમૃદ્ધિ બની રહે છે.
  • બુધવાર નાં દિવસે લીલા રંગના કપડા પહેરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે એવું કરવાથી બુધ ગ્રહ મજબુત બને છે.
  • ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે બુધવારનાં દિવસે લીલા રંગની જેમ કે દાળ, કપડા ફળનું દાન કરવુ.
  • આ દિવસે બુધ ગ્રહ ની કથા જરૂર કરવી બુધવાર નાં દિવસે બુધ ગ્રહ ની કથા કરવાથી બુધ ગ્રહ અનુકૂળ થઈને શુભ ફળ આપે છે અને કુંડળીમાં તે મજબૂત રહે બને છે.
  • બુધ ગ્રહ ઉપરાંત આ દિવસ ગણેશજી સાથે પણ જોડાયેલો છે માટે બુધવાર નાં દિવસે ગણેશજીની પૂજા જરૂર કરવી.
  • ગણેશજીની પૂજા કરતી વખતે તેમને લાડુ નો ભોગ ધરાવો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *