કેન્સરનું જોખમ રહે છે અન્ડર આર્મ્સ પર ડિયોડન્ટ લગાવવાથી, જાણો તેનાં નુકશાન વિશે

કેન્સરનું જોખમ રહે છે અન્ડર આર્મ્સ પર ડિયોડન્ટ લગાવવાથી, જાણો તેનાં નુકશાન વિશે

સાબુ, પાવડર અને શેમ્પુ ની સાથે સાથે ડિયોડન્ટ અને પરફ્યુમ પણ આપણે ડેઈલી લાઈફ નો મહત્વનો બની ગયા છે. કેટલાક લોકો પોતાના પરસેવાની દુર્ગંધ છુપાવવા માટે તો કેટલાક લોકો ભીડમાં અલગ દેખાવા માટે તેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ગરમીમાં ઘણા લોકો ઘણા ઘણીવાર પરફયુમ લગાવે છે. કેટલાક લોકો કોઈ દિવસ ન્હાયા ન હોય ત્યારે તેને લગાવીને હીરો બનતા ફરે છે. પરંતુ શું તમે જાણો છો ડિયોડન્ટ અને પરફ્યુમ માં કઈ પ્રકાર નાં હાનીકારક કેમિકલ હોય છે. જે તમારી હેલ્થ ખરાબ પ્રભાવ પાડે છે. કેટલાક રીસર્ચ માં જોવામાં મળ્યું છે કે, જે લોકો ડિયોડન્ટ અને પરફ્યુમ નો વધારે ઉપયોગ કરે છે તેને બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે. ડિયોડન્ટ અને પરફ્યુમ માં ઘણા એવા કમ્પાઉન્ડ્સ હોય છે જે અન્ડર આર્મ્સ નાં ફેટ સેલ્સ માં અવશોષિત થઈને રેશેજ કેન્સર કે બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે. આજે અમે તમને ડિયોડન્ટ માં જોવા મળતા મુખ્ય પાંચ કેમિકલ કંપાઉન્ડસ ના નામ અને તેના થી થતા નુકશાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પૈરાબેન

ડિયોડન્ટ માં પૈરાબેન તત્વ મોજુદ હોય છે જે બોડીનાં અસ્ટ્રોજેન અને અન્ય હોર્મોન્સ નાં ઉત્પાદન ની પ્રોસેસમાં વિધ્ન ઉત્પન્ન કરે છે. તમારી બ્રેસ્ટ માં અસ્ટ્રોજેન સેસિટીવ ટીશુ રહે છે એવામાં રોજ અન્ડર આર્મ્સ માં પૈરાબેન યુક્ત  ડિયોડન્ટ લગાવવાથી કેન્સર સેલ્સ નાં ગ્રોથ નું જોખમ પેદા થાય છે.

એલ્યુમિનિયમ

જે ડિયોડન્ટ પરસેવો રોકવાનું કામ કરે છે તેમાં એલ્યુમિનિયમ હોય છે. જે મેટલ બોડી નાં જીન્સમાં અસ્થિરતા લાવી દે છે. એને તેનાથી ટ્યુમર અને કેન્સરની કોશિકાઓમાં ગ્રોથ થવા લાગે છે. ઘણીવાર જોવામાં આવે છે કે, ડિયોડન્ટ માં મોજુદ એલ્યુમિનિયમબેસ્ડ કમ્પાઉન્ડ બેસ્ટ કેન્સર નું કારણ બને છે.

ટાઈકલોસૈન

ડિયોડન્ટ અને એન્ટીપર્સપિરેટ જેવા ઘણા બ્યુટી પ્રોડક્ટ ટાઈકલોસૈન હોય છે. જે બેક્ટેરિયા સંક્રમણ રોકવાનું કામ કરે છે. પરંતુ ટાઈકલોસૈન શરીરની હોર્મોનલ એક્ટિવિટીમાં વિધ્ન ઉત્પન્ન કરે છે અને થાઇરોડ નાં ફંકશન તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

સેન્ટ કે પરફ્યુમ

પરફ્યુમ કે વધારે સુગંધવાળા સેન્ટ થી છીંક આવવી, આંખોમાંથી પાણી નીકળવા, માથા નો દુખાવો જેવા પ્રોબ્લેમ જોવા મળે છે. આ એક પ્રકારની એલર્જી નાં લક્ષણો છે. જેનું મુખ્ય કારણ તેની તેજ સુગંધ છે. આ ઉપરાંત પરફ્યુમ અને ડિયોડન્ટ નો વધારે ઉપયોગ કરવાથી કેટલાક લોકોમાં કોણ ટેક્ટ ડેમાઈ ટાઈસ ના મમ્મી મારી થાય કેટલાક લોકોને કોન્ટેકટ ડેમેટાઈટીસ નામની બીમારી થઇ શકે છે. જે તમારી સ્કિનની રેડ કરી દે છે અને તેમાં ખૂબ જ બળતરા અને સોજો પણ આવી જાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *