ચા અને કોફી માંથી મળતી સ્ફૂર્તિ, થોડાજ સમયમાં તમારા હૃદયની સ્ફૂર્તિ ને બગાડી શકે છે

આપણે લોકો દિવસ ભર કામ કરીએ છીએ. ઘણીવાર આળસ આવી જાય છે. અથવા તો વિદ્યાર્થીઓને વાંચતા વાંચતા ઊંધ આવવા લાગે છે. આ સમય દરમ્યાન આપણને સૌથી સારો અને સરળ ઉપાય એજ સૂઝે છે કે, આપણે ચા કે કોફી બનાવીને પીઈ લઈએ છીએ. ત્યાર બાદ આપણા તન અને મન માં સ્ફૂર્તિ આવી જાય છે. આ ઉપરાંત ભારતમાં રોજ સવારે ઉઠીને ચા પીવામાં આવે છે. ચા ભારતનું રાષ્ટ્રીય પીણું બની ચૂક્યું છે. તમારામાંથી કોઈએ એવું વિચાર્યું છે કે, ચા અને કોફી આપણને જલ્દીથી તંદુરસ્તી આપે છે તો આખરે આવું કઈ રીતે થાય છે. તેનું કારણ છે કેફીન જે તમારી ચા અને કોફી માં ઉપલબ્ધ હોય છે. દુનિયામાં ૮૦ ટકા થી વધારે લોકો ચા અને કોફીનાં માધ્યમથી કેફીનનું સેવન કરે છે. અમે તમને જણાવીશું કે કેફિન શું છે અને તે મગજને કઈ રીતે એક્ટિવ કરે છે.
શું છે કેફીન
કેફીન કોફી, ચા અને કોકો પ્લાન્ટમાં માંથી મળનાર સ્ટીમુલેંટ છે. તેને પીવાના પદાર્થો દ્વારા આપણા શરીરમાં પહોંચે છે. તેને પીધા બાદ તેની અસર મગજ ની નર્વસ સિસ્ટમ પર પડવાની શરૂ થઈ જાય છે. ત્યારબાદ તમે પોતાને રિલેક્સ ફીલ કરવા લાગો છો. તમને જણાવી દઈએ કે, કેફીન વાળા પીણા નું ચલણ ૧૮ મી સદીથી શરૂ થયું હતું. ત્યારબાદ પછી તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.
શરીર પર આ રીતે કામ કરે છે કેફીન
જ્યારે પણ આપણે ચા કે કોફી પીઈએ છીએ. ત્યારે તેની અંદર પહેલાથી જ રહેલ કેફીન બ્લડમાં મળીને આખા શરીરમાં ફેલાઇ જાય છે. જેનો સૌથી વધારે પ્રભાવ આપણા મગજ પર પડે છે. મગજ સાથે જોડાયેલ એક ન્યુરોટ્રાન્સમીટર છે ઇડીનોસીન. ઇડીનોસીન. આપણાને શરીરનાં થાક વિશે જણાવે છે અને શરીરનાં થાકનો અનુભવ કરાવે છે. અને જણાવે છે કે, તમે થાકી ગયા છો.
આ કેફીન ઇડીનોસીન ને બ્લોક કરી દે છે. તેના કારણે જ તમે ફેશ ફિલ કરવા લાગો છો. તેની સાથે જ કેફીન ડોપામાઈન ઈડ્રેનેલિન ન્યૂરો ટ્રાન્સમીટર ની એક્ટિવિટી વધારી દે છે. જેના કારણે તમે ફેશ થઈ જાઓ છો. અને ધ્યાન લગાવીને કામ કરવા લાગો છો.
કેફીન વિશે અન્ય વાત કરવામાં આવે તો કેફીન બોડીમાં પહોંચીને ભૂખને ઓછી કરી દે છે. જેના કારણે વજન ઘટે છે. તમે શારીરિક અને માનસિક રૂપથી પોતાને ખૂબજ એનર્જેટિક મહેસુસ કરવા લાગો છો. તેનાથી તમે વધારે કામ કરી શકો છો. તમને થાક નો અનુભવ થતો નથી. કેફીન ની માત્રા વધી જવા પર તમારી ઉંધ ને પ્રભાવિત કરે છે. ઉંધ ન આવવાની પરેશાની થઈ શકે છે. સાથેજ શરીર માંથી યુરીન ની માત્રા વધારે નીકળે છે. અને શરીરમાં પાણીની કમી થઈ જાય છે.