છાશ પીવા નો સાચો સમય શું છે ? જાણો તેના સાથે જોડાયેલા ફાયદાઓ,બીમારીઓ રહેશે દૂર

શિયાળાની સિઝન ધીરે ધીરે જઈ રહી છે. એવામાં બપોર નાં સમયે સારી એવી ગરમી પડવા લાગી છે. જલ્દી જ ગરમી ની સીઝન સ્ટાર્ટ થઈ જશે. એવામાં તમારા સ્વાસ્થ્ય ને સારૂ રાખવા માટે છાશ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. કેટલાક લોકો તેને મઠો કહે છે. તે દહી ને ફેટી ને બનાવવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, સી અને બી ની ભરપૂર માત્રા હોય છે તેથી જો ગરમીમાં તેનું સેવન કરવામાં આવે તો બોડી ને દરેક પોષક તત્વ યોગ્ય માત્રામાં સરળતાથી મળી રહે છે.
છાશ પીવાના ફાયદાઓ
પેટને રાખે છે સ્વસ્થ
પેટમાં ભારે પણું મહેસૂસ થવું, ભૂખ ન લાગવી, બળતરા થવી કે ભોજન સારી રીતે ન પચવું આ દરેક સમસ્યા છાશ દૂર કરે છે. તેના માટે છાશ ની અંદર જીરુ અને મરી પાવડર નું ચૂર્ણ અને સિંધવ નમક મેળવીને પીવામાં આવે તો પેટ સંબંધી દરેક સમસ્યામાં આરામ મળે છે.છાશ પીવાનો સાચો સમય ભોજન પછી નો છે જો તમને એસીડીટીની સમસ્યા હોય તો અને પેટમાં સોજો મહેસૂસ થતો હોય તો છાશ પીવાથી રાહત મળી શકે છે. છાશ મસલ્સને પ્રભાવિત કરીને શરીરમાં પ્રોટીન પ્રદાન કરે છે.
ઈમ્યુનિટી પાવર વધારે છે
છાસ તમારા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. જોકે તે પ્રોબાયોટિક કરવામાં સક્ષમ હોય છે તે શરીરમાં આંત નાં વિકાસ ને વધારે છે તેનાથી તમારી બોડી ની પ્રતિરક્ષા માં પણ વધારો થાય છે.
વજન ઓછું કરે છે
જો તમે વજન ઓછું કરવાનું વિચારતા હોવ તો રોજ છાશ પીવાનું શરૂ કરી દો તેમાં મોજુદ પોષક તત્વ એક તરફથી ફેટ બર્ન કરવાનું કામ કરે છે તેને પીવાથી તમારું વજન પણ વધતું નથી કારણ કે, તેમાં કેલરી અને ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે.
હાડકાઓને કરે છે મજબૂત
છાશ માં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે તેનું સેવન કરવાથી તમારા હાડકા મજબૂત બની શકે છે. રોજ છાશ પીવામાં આવે તો ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારી થતી નથી.
ડીહાઇડ્રેશનને રોકે છે
ગરમીમાં ડિહાઇડ્રેશન એક ખૂબ જ મોટી સમસ્યા છે. છાશ પીવાથી તમારી પાણીની કમી પૂરી પાડી છે તેનાથી તમે બીમાર નથી થતા અને તમને દરેક પોષક તત્વો મળી રહે છે.