ચંદ્ર નું ઋષભ રાશિ માં આવવા થી બને છે સ્થિર શુભ યોગ, આ રાશિ નાં જાતકો ને દરેક કામ માં સફળતા મળશે અને સંબંધ માં મધુરતા રહેશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજરોજ ચંદ્ર વૃષભ રાશિ માં પ્રવેશ કરશે અને આ સાથે જ કૃતિકા નક્ષત્ર રહેશે. જેના કારણે સ્થિર નામનો શુભ યોગ બને છે. આ શુભ યોગ નો કઈ રાશિ નાં જાતકો પર શુભ પ્રભાવ પડશે. ચાલો તમને તે જણાવીએ.
મેષ રાશિ
મેષ રાશિ નાં જાતકો નાં દરેક કાર્ય પૂર્ણ થશે. વેપાર-ધંધા માં ખૂબ જ લાભ થશે. બેરોજગાર લોકો માટે રોજગારી ની સંભાવના રહેશે. સરકારી નોકરી માટે જે પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે શુભ પરિણામ આવશે. વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. ઘર-પરિવાર નાં વાતાવરણ માં મધુરતા રહેશે. જીવનસાથી સાથે તમારો સમય સુખમય વ્યતિત થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિ નાં જાતકો માટે આ સમય ખૂબ જ સારો છે. બિઝનેસ માં કરેલા પ્રયાસો સફળ થશે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા લોકો ને પણ ખૂબ જ ફાયદો થશે. તમારી લવ લાઇફ માં સુધારો થશે. પરિવાર સાથે સારી એવી જગ્યા એ ફરવા જવાનું આયોજન થશે. પરિવાર નાં સભ્યો પાસે થી કોઈ સારા સમાચાર મળશે. ધન પ્રાપ્તિ માટે નાં પ્રબળ યોગ છે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. પ્રભાવશાળી લોકો તરફથી માર્ગદર્શન મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિ નાં જાતકો ને ભાગ્ય નો પૂરેપૂરો સાથ મડી રહેશે. દરેક કાર્ય પૂર્ણ થવાની સંભાવના રહેશે. વિવાહ યોગ્ય લોકો માટે સારો સંબંધ આવશે અને સારી જગ્યા એ સંબંધ થઈ શકે છે. ઘર-પરિવાર માં ખુશી નું વાતાવરણ છે. તમારા વિચારો સકારાત્મક રહેશે. નોકરિયાત વર્ગ માં તેનાં ઉપરી અધિકાઓ ખુશ રહેશે. ઉપરી અધિકારી ખુશ થઇને તમને કોઈપણ વસ્તુ ભેટ આપશે. દાંપત્ય જીવન માં ખુશાલી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ થી છુટકારો મળશે.સમાજમાં તમારી લોકપ્રિયતા માં વધારો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિ નાં જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે. ખુબ જ મોટો લાભ થઈ શકે છે. તમારા ભાગ્ય નાં લીધે તમને દરેક ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત થશે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને કરેલી મહેનત નાં પ્રમાણ માં સારું પરિણામ મળશે. ઘર માં મહેમાન નાં આગમન ની શક્યતા છે, જેનાથી ઘર માં ચહલ-પહલ રહેશે. ધંધા માં વૃદ્ધિ થશે. લવ લાઇફ માં સુધારો થશે. લવ મેટ વાળા લોકો ને પોતાનાં ઘરે સંબંધ ની વાત ચાલશે.
કુંભ રાશિ
કુંભ રાશિ નાં જાતકો પર આ યોગ નો બહુ જ સારો પ્રભાવ રહેશે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. કામકાજ તમારી મરજી મુજબ થશે. ઓફિસ નું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. તમારા વિરોધી ઓ નિષ્ફળ થશે. વિદ્યાર્થીઓ નું મન પોતાનાં અભ્યાસ માં લાગી રહેશે. પરિવાર નાં લોકો સાથે સારો સમય પસાર થશે. જીવનસાથી તરફ થી તમને સહયોગ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમે કોઈ રોકાણ માટે વિચાર કરો છો તેનાં માટે ઉત્તમ સમય છે. આગળ જઈ અને આ કરેલા રોકાણ માં ફાયદો થશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે.