ચાણક્ય નીતિ આ ૩ આદતોથી ક્રોધિત થઈ શકે છે માં લક્ષ્મી, ઘરમાં આવી શકે છે દરિદ્રતા

આચાર્ય ચાણક્ય ને મહાન રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞા નો દરજ્જો આપવામાં આવે છે ચાણક્ય ની નીતિઓની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય ભારત વર્ષ નાં સમ્રાટ બન્યા હતા. રાજકારણ ઉપરાંત ચાણક્ય નીતિમાં ગુહ્સ્થ જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ જણાવવામાં આવી છે એટલું જ નહીં જે લોકોને ધન સંબંધી પરેશાની હોય તે આચાર્ય ચાણક્યે જણાવેલ નીતિઓ ને અનુસરે તો સંભવ છે કે, તેની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય પોતાના પુસ્તક માં આચર્ય ચાણક્યે કેટલીક એવી વાતો વિશે જણાવ્યું છે કે જેનું મહત્વ આજના સમયમાં પણ ખૂબ જ છે તેમના મુજબ મનુષ્યની કેટલીક ખરાબ આદતો નાં કારણે માં લક્ષ્મી નારાજ થઈ શકે છે અને લોકોને પૈસાનું નુકસાન થઈ શકે છે.
પરિવારનો સાથ ન છોડવો
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિ પુસ્તકમાં આ વાત જણાવી છે કે, માં લક્ષ્મી ખૂબ જ ચંચળ હોય છે એવામાં ઘરમાં તેનો વાસ થાય તે માટે લોકોએ કેટલાક પ્રયત્ન કરવા જોઈએ ચાણક્ય કહે છે કે, મનુષ્યે પોતાના પરિવારનો, મિત્રો અને શુભચિંતક નો હાથ સાથ હંમેશા આપવો જોઈએ તેમનાં અનુસાર પોતાના પરિવારને મુશ્કેલીઓમાં છોડી દેનાર પર માં લક્ષ્મી કૃપા કરતી નથી જે લોકો દરેક પરિસ્થિતિમાં પરિવારનો સાથ આપે છે તેનાં પર માં લક્ષ્મી કૃપા કરે છે અને તેને ક્યારેય ધનની કમી રહેતી નથી.
નશીલા પદાર્થોનું સેવન ન કરવું
યુવાનો માટે આપવામાં આવેલ આ સલાહમાં આચાર્ય કહે છે કે, જીવનમાં એક એવો સમય આવે છે કે, જ્યાં યુવાનો ખોટી વસ્તુઓ તરફ આકર્ષિત થાય છે અને નશો કરવા જેવી ખરાબ આદત યુવાઓને લાગી જાય છે જે તેને પૂરી રીતે બરબાદ કરી શકે છે નશો કરનાર લોકો પર માં લક્ષ્મી નારાજ ક્રોધિત થાય છે. એટલુજ નહિ નશો કરનાર પોતાનું તો નુકશાન કરે છે જ સાથે જ પરિવાર ને પણ મુશ્કેલી માં મૂકી દે છે. વધારે લોકો ને નાની ઉંમરમાં જ આ ખરાબ આદત લાગે છે તેથી તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
કડવી વાણી ના બોલવી
આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે લોકો મધુરતાથી પોતાની વાત કરે છે તેનાથી સામેવાળી વ્યક્તિ જ નહીં પરંતુ માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે એવા લોકો પર હમેશા ધનની દેવીની કૃપા બની રહે છે અને તેનું ઘર સુખ-સમૃદ્ધિ થી ભરેલું રહે છે.