ચાણક્ય નીતિ આ ૪ પ્રકાર નાં લોકો, સાપ થી પણ વધારે ખતરનાક હોય છે રહેવું તેનાથી દૂર

લોક પ્રિય શિક્ષક અને વિદ્વાન આચાર્ય ચાણક્યએ પોતાના જીવન નાં અનુભવો નો સમાવેશ એક પુસ્તક ચાણક્ય નીતિમાં કર્યો છે. આચાર્ય ચાણક્યની નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે કેટલીક નીતિઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન આ નીતિઓનું અનુસરણ કરે છે તો તેનું જીવન સુખમય બની જાય છે. સાથે જ ચાણકય નીતિમાં કેટલાક એવા લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે કે, જે તમને બરબાદી ના રસ્તા પર લઈ જઈ શકે છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યું છે કે, મનુષ્ય એ કયા પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ. ચાણક્ય જણાવે છે કે, આ પ્રકારના લોકો સાપ થી પણ વધારે ખતરનાક હોય છે. જો આ પ્રકાર નાં લોકો સાથે દોસ્તી બનાવીને રાખવામાં આવે તો મનુષ્ય જરૂર બરબાદ થઈ શકે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર મનુષ્ય એ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ છે જે વ્યક્તિ બીજા સાથે દુર્વ્યવહાર કરે છે અથવા તો બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડવાની ભાવના રાખે છે એવા આ પ્રકારના વ્યક્તિ ની મિત્રતા રાખવાથી સારો વ્યક્તિ પણ બરબાદી નાં માર્ગે જઈ શકે છે કારણ વગર લોકોને નુકસાન પહોંચાડવા વાળા લોકો થી હંમેશા દૂર રહેવું જોઈએ એવા વ્યક્તિ થી તમને પણ નુકશાન થઇ શકે છે.
ચાણક્ય નાં કહેવા પ્રમાણે એવા વ્યક્તિ ની સાથે જે લોકો રહે છે તેને પણ સંગતની અસર થાય છે વિદ્વાનોના મત મુજબ કોઈ એવા વ્યક્તિત્વ વાળો વ્યક્તિ હોય તો પહેલા તેના મિત્રો વિશે તપાસ કરવી જોઈએ જેના ઉપરથી ખ્યાલ આવી શકે છે કે તેના મિત્રોની સોબત ના કારણે સારો વ્યક્તિ પણ ખોટા માર્ગે જતો રહ્યો છે. ચાણક્ય એ ઉપર જણાવેલા અવગુણો વાળા લોકો સાથે જેની પણ મિત્રતા હોય છે તેને હંમેશા અપયશ ની જ પ્રાપ્તિ થાય છે.
અને તે દુરાચારી વ્યક્તિ ખુબ જ્ઞાની પણ કેમ ન હોય તોપણ તેની સાથે મિત્રતા રાખવી જોઈએ નહીં. કારણ કે, મણી થી અલંકૃત હોવા છતાં પણ સાપ ખતરનાક હોય છે. આ જ કારણ છે કે, દુષ્ટ વ્યક્તિ થી બચીને રહેવું જોઈએ છે. ચાણક્યની આ વાતોનો અમલ પોતાનાં જીવનમાં જે લોકો કરે છે તેઓ સફળતા નાં શિખરો સર કરી શકે છે. તેઓ સફળતાની સાથે વ્યવહારિક જ્ઞાન પણ મેળવી શકે છે. જે ૪ પ્રકાર નાં લોકોથી ચાણક્એ દૂર રહેવાની સલાહ આપી છે. તે છે, દુરાચારી લોકો, દુષ્ટ લોકો અને કોઈ કારણ વગર બીજાને નુકસાન પહોંચાડવા વાળા લોકો અને દુષ્ટ વ્યક્તિ ની મિત્રતા રાખવા વાળા લોકો આ ૪ પ્રકાર નાં લોકો સાથે મિત્રતા રાખીને તમે બરબાદીને આમંત્રણ આપો છો. જેનો ખ્યાલ તમને ભવિષ્યમાં આવે છે.