ચાણક્ય નીતિ આ કારણોથી જલ્દી વૃદ્ધ થાય છે મનુષ્ય અને ઘોડાઓ, જાણો તેના વિશે

આચાર્ય ચાણક્ય એક લોકપ્રિય શિક્ષક, અર્થશાસ્ત્રી, દાર્શનિક અને શાહી સલાહકાર હતા તે આટલા મોટા શાસન નાં મંત્રી ઓવા છતાં પણ સાધારણ જીવન જીવવાનું પસંદ કરતા હતા પોતાના જીવન નાં અનુભવો નો તેમને એક પુસ્તક ચાણક્યનીતિ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતો નું વર્ણન કરવામાં આવ્યું છે. જેનો અમલ કરવાથી વ્યક્તિ હંમેશા સફળતા મેળવે છે. ચાણક્ય નીતિ પુસ્તકમાં વૃદ્ધત્વને લઈને કેટલીક ખાસ વાતો જણાવવામાં આવી છે. ચાણક્યએ એક શ્વલોક નાં માધ્યમથી વૃદ્ધત્વ નું વર્ણન કર્યું છે ચાણક્ય નાં આ શ્વલોક માં કહેવામાં આવ્યું છે કે, આખરે મનુષ્ય અને ઘોડાઓ શા માટે જલ્દીથી વૃદ્ધ થઈ જાય છે.
શ્વલોક
अध्वा जरा मनुष्याणां वाजिनां बंधनं जरा ।
अमैथुनं जरा स्त्रीणां वस्त्राणामातपं जरा ।।
ચાણક્યને જણાવ્યા મુજબ વ્યક્તિ ને આ ત્રણ વાતોને કારણે વ્હેલું વૃદ્ધત્વ આવે છે તે છે પુરુષોનું વધારે ચાલવું, ઘોડાઓને બાંધી રાખવું, અને વસ્ત્રોને વધારે સમય માટે તાપમાં રાખવા. ચાણક્ય નાં કહેવા મુજબ કોઈપણ કાર્યને મર્યાદામાં રહીને કરવું જોઈએ મર્યાદાથી બહાર જઈને કોઈપણ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિને હંમેશા પરેશાનીનો સામનો કરવો પડે છે ચાણકય અનુસાર એક વ્યક્તિ એટલું ચાલવું જોઈએ જેટલું તે ચાલી શકે છે. જો વ્યક્તિ આવશ્યક્તા કરતાં વધારે ચાલે છે તો તે થાકી જાય છે અને તે પોતાને વૃદ્ધ મહેસૂસ કરવા લાગે છે. અર્થાત જરૂરીયાત થી વધારે ચાલવાનાં કારણે વ્યક્તિને શ્વાસ ચડવા લાગે છે અને વ્યક્તિ પોતાને વૃદ્ધ મહેસૂસ કરવા લાગે છે. માટે જરૂરીયાત થી વધારે કોઈ પણ વ્યક્તિ એ ચાલવું જીઈએ નહિ.
ત્યાંજ ચાણક્ય નું કહેવું છે કે, ઘોડા ને બાંધેલો ને બાંધેલો રાખવામાં આવે તો તે વૃદ્ધ થઈ જાય છે અર્થાત્ જે ઘોડાને બાંધીને જ રાખવામાં આવે અને તેની પાસેથી કામ લેવામાં આવતું ન હોય તો તે ઘોડો બાંધેલો જ વૃદ્ધ થઈ જાય છે. ચાણક્ય મુજબ એક વ્યક્તિએ સમય-સમય ધોડા પાસેથી કામ લેતા રહેવું જોઈએ ઉદાહરણ તરીકે જો કોઈ જ કપડાને વધારે સમય માટે તાપ માં રાખવામાં આવે તો તે કપડાં ખરાબ થઈ જાય છે. માટે સમય સમય પર ધોડા પાસેથી કામ લેતા રહેવું જોઈએ.