ચાણક્ય નીતિ : આ પ્રકાર નાં લોકો ને ક્યારેય રહેતી નથી ધન ની કમી માં લક્ષ્મી રહે છે સદાય પ્રસન્ન

નવા વર્ષમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના ઘરમાં સમૃદ્ધિ અને લક્ષ્મીજી નું આગમન થાય કોઈને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે નહીં. સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માટે ઘન ની જરૂર દરેક વ્યક્તિને હોય છે એવામાં પૈસાની કમી લોકોને મન મારવા માટે મજબૂર કરે છે સાથે જ પૈસાની કમી નાં કારણે મુશ્કેલીઓ પણ વધી શકે છે એવામાં આચાર્ય ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલ ઉપાય ધનની કમી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે આચાર્ય ચાણક્ય ને મહાન જ્ઞાતા, કુશળ રાજનીતિજ્ઞ અને સફળ અર્થશાસ્ત્રી ગણવામાં આવે છે તેમનાં મત મુજબ જે લોકો આ કાર્ય કરે છે તેને ક્યારેય ધનની કમી રહેતી નથી અને માં લક્ષ્મીની કૃપા સદાય તેનાં પર બની રહે છે.
આચાર્ય ચાણક્ય ના વિચાર મુજબ ભૌતિક જીવન જીવવા માટે ધનની ખુબજ આવશ્યકતા હોય છે. માં લક્ષ્મી ને ધનની દેવી ગણવામાં આવે છે. પોતાની નીતિ પુસ્તકમાં તેઓએ જણાવ્યું છે કે, માં લક્ષ્મી ચંચળ છે તેથી તેની કૃપા દ્રષ્ટિ એ લોકો પર જ થાય છે જે લોકો ખૂબ જ ધ્યાન પૂર્વક ધન ખર્ચ કરે છે. એવામાં તેઓનું માનવું છે કે, ધનવાન બનવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
જે લોકો ભરપુર મહેનત કરે છે
ચાણક્ય નાં કહેવા મુજબ જે લોકો પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને તેને મેળવવા માટે ભરપૂર મહેનત કરે છે તેને માં લક્ષ્મી નાં આશીર્વાદ જરૂર પ્રાપ્ત થાય છે. કઠોર પરિશ્રમ ની સામે માં લક્ષ્મીની કૃપા અવશ્ય મળી શકે છે.
ધન નું મૂલ્ય સમજનાર
આચાર્ય ચાણક્ય મુજબ ધન કમાવવું જેટલુ જરૂરી છે તેટલું જ તેને બચત કરીને રાખવું પણ જરૂરી છે. ખરાબ સમયે બચત કરેલ ધન કામ આવે છે. આચાર્ય ચાણક્ય મુજબ બુદ્ધિમાન વ્યક્તિ એ જ છે જે ખરાબ સમય માટે ધન બચાવીને રાખે છે. જે મનુષ્ય વ્યર્થ ખર્ચાઓમાં ધનનો ઉપયોગ કરે છે તે સંકટ સમયમાં ફક્ત આ હાથ પર હાથ રાખીને બેસી રહે છે. એવામાં જે લોકોને ધનનું મહત્વ હોય છે. તે ધનનું મહત્વ સમજી અને તેને યોગ્ય રીતે ખર્ચ કરે છે તેનાં પર માં લક્ષ્મી નાં આશીર્વાદ બની રહે છે.
પૈસાની બચત કરનાર
ધન સંચય ખૂબ જ જરૂરી છે તેથી દરેક વ્યક્તિએ પોતાનાં ખરાબ સમય માટે પૈસા બચાવીને રાખવા જોઈએ જે લોકો મુશ્કેલીમાં પણ આવેશ માં નથી આવતા તેનાં પર માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.