ચાણક્યનીતિ આ વસ્તુઓ હોય છે ખૂબ જ તાકાતવર, ધ્યાન ન આપવા પર થઈ શકે છે મોટું નુકસાન

આચાર્ય ચાણક્ય પોતાના જમાના નાં મહાન વિદ્વાન હતા તેમને દરેક વિષયો નું જ્ઞાન હતું. આચાર્ય ચાણક્યે ચાણક્ય નીતિ નામની પુસ્તક લખી છે જેમાં મનુષ્ય નાં જીવન ની દરેક સમસ્યાઓનું સમાધાન બતાવવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય નાં વિચારો અને નીતિ ખૂબ જ કઠોર લાગતા હતા પરંતુ તેની પાછળ મનુષ્યની ભલાઈ છુપાયેલી હતી.જણાવી દઈએ કે, આચર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય નાં મહામંત્રી હતા. તેઓએ નંદવંશનો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્ય ને રાજા બનાવ્યા હતા. તેઓ એક એવી મહાન વિભૂતિ હતા જેઓએ પોતાની બુદ્ધિ અને કૂટનીતિ નાં આધારે ભારતીય ઇતિહાસની ધારાઓ બદલી હતી.
વિશાળ સામ્રાજ્ય નાં સંસ્થાપક ચાણક્ય રાજનૈતિજ્ઞ, ચતુર કૂટ નૈતિજ્ઞ અને પ્રકાંડ અર્થશાસ્ત્રી ના રૂપમાં વિશ્વમાં વિખ્યાત થયા હતા. આચાર્ય ચાણક્યે એવી ઘણી વાતો વિશે જણાવ્યું છે જેના પર જો મનુષ્ય અમલ કરે તો તેના જીવનની દરેક પરેશાની નું સમાધાન મળી શકે છે. ચાણક્ય અનુસાર મનુષ્યએ ક્યારેય પણ પોતાના જીવનમાં આ ત્રણ વસ્તુઓની અવગણના કરવી જોઈએ નહીં. આ ત્રણ વસ્તુ એકવાર હુમલો કરે છે તો બીજીવાર તક મળતાની સાથે જરૂરથી હુમલો કરી શકે છે. આચર્ય ચાણક્યે આ ૩વસ્તુઓને ખૂબ જ શક્તિશાળી કહી છે અને તેનાથી બચીને રહેવું એટલું આસાન નથી તેવું પણ જણાવ્યું ચાલો જાણીએ કઈ ૩ વસ્તુઓ ની અવગણના કરવી જોઈએ નહીં.
રોગ
આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જો મનુષ્ય નાં શરીર માં એક વાર કોઈ રોગ લાગુ પડી ગયો તો તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે અને તે ઈલાજ કરાવે દવાઓનું સેવન કરે તો રોગથી છુટકારો પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ જો મનુષ્ય થોડી પણ બેદરકારી રાખે તો તેને મુશ્કેલ પરિણામો ભોગવવા પડે છે અને રોગ પાછો પોતાની ચપેટમાં તેને લઈ શકે છે. આચાર્ય ચાણક્યની નીતિ માં એ વાત જણાવી છે કે, જો એકવાર બીમાર લાગી થઈ જાય તો ત્યારબાદ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર હોય છે અન્યથા આ બીમારી તમારો પીછો છોડશે નહીં.
સાંપ
જેવી રીતે આપણે બધા જ જાણે છે કે સાંપ ખુબ જ ઝેરીલો હોય છે. તે હંમેશા પોતાના શિકાર પર ઘાત લગાવીને હુમલો કરે છે એકવાર સાંપ થી બચી ગયા તો એવું ન સમજવું કે તે બીજીવાર હુમલો નહીં કરે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, જે સાંપ નાં હુમલાથી બચી જાય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, એકવાર જે બચી જાય છે ત્યારબાદ તેઓએ સાવધાન રહેવું જોઇએ. કારણ કે, સાપને મોકો મળતાં જ તે બીજી વાર પણ હુમલો કરી શકે છે.
શત્રુ
આચાર્ય ચાણક્ય મુજબ શત્રુ ને બિલકુલ સાંપની જેમ જણાવવામાં આવ્યો છે. જેવી રીતે સાંપ પોતાના શિકારની ધાત જોઈને હુમલો કરે છે એ જ રીતે શત્રુ પણ લાગ જોઈને હુમલો કરે છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, ઘાયલ શત્રુ તો ખૂબ જ ખતરનાક હોય છે તેનાં હમલા થી બચવું મુશ્કેલ હોય છે. આચાર્ય ચાણક્યનું એવું પણ કહેવું છે, તમારો દુશ્મન જયારે દોસ્ત બની જાય તો તેનાથી વધારે સાવધાન રહેવું જોઈએ.