ચાણક્ય નીતિ : આ ૩ પ્રકાર નાં લોકો પર હંમેશા રહે છે માતા લક્ષ્મીની કૃપા, ક્યારેય નથી થતા કંગાળ

આચાર્ય ચાણક્ય એ પોતાનાં જીવનના અનુભવો નો ચાણક્યનીતિ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ચાણક્યની નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણા પ્રકારની નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાનાં જીવનકાળ દરમ્યાન આ નીતિઓ નું અનુસરણ કરે છે તો તેનું જીવન સુખમય રહે છે. ચાણક્ય નીતિમાં કેટલીક વિશેષ નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને અનુસરવાથી માતા લક્ષ્મીનાં આશીર્વાદ હમેંશા એ વ્યક્તિ પર બની રહે છે. એ વ્યક્તિઓ ને પોતાનાં જીવનકાળ દરમ્યાન ક્યારેય ધનની કમી રહેતી નથી.
મહેનત કરનાર પર
ચાણક્યની નીતિ અનુસાર માતા લક્ષ્મી મહેનતી લોકોથી ખૂબ જ ખુશ રહે છે. જે લોકો પરીશ્રમી હોય છે અને પોતાની મહેનત નાં આધારે આગળ વધવાની કોશિશ કરે છે. તેનાં પર માં ની કૃપા અવશ્ય રહે છે. અને તેનાથી વિપરીત જે લોકો એવું વિચારે છે કે, બેઠા બેઠા જ અમીર થઈ જઈશું અને કંઈ પણ કર્યા વગર ઘરમાં ખુશીઓનું આગમન થઇ જશે તેવા લોકોને ઘરે ક્યારે ય ખુશીઓ આવતી નથી.
ઈમાનદાર લોકો
ચાણક્ય નીતિ અનુસાર માતા લક્ષ્મી નાં આશીર્વાદ ફક્ત ઈમાનદાર લોકો પર જ બની રહે છે. જે લોકો ધન કમાવા માટે ખોટા રસ્તાઓ નો ઉપયોગ કરે છે અને બીજાનો હક પચાવી લે છે તેની પાસે ધન તો આવે છે પણ વધારે દિવસ ટકતું નથી. જ્યારે જે લોકો ઈમાનદારી થી ધન કમાઈ છે તેને વિલંબથી જ ધનની પ્રાપ્તિ થાય છે પરંતુ તેની પાસે ધન ટકી રહે છે. અને તેઓ સુખ-સુવિધા ભર્યું જીવન પસાર કરે છે.
સત્ય નાં માર્ગ પર ચાલવા વાળા
ચાણક્ય નીતિ અનુસાર જે લોકો સત્ય નાં માર્ગ પર ચાલે છે. તેનાં પર માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવે છે. માનવતાનો ધર્મ નીભાવનાર લોકો પર હંમેશા માં લક્ષ્મી પ્રસન્ન રહે છે. એવા લોકો જીવનમાં પુષ્કળ પૈસા મેળવે છે. અને ક્યારેય તેને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તેનાં જીવનમાં શાંતિ રહે છે અને સમાજમાં પણ તેને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.