ચાણક્ય નીતિ આ ૭ પ્રકારનાં લોકો ક્યારેય નથી સમજી શકતા તમારું દુઃખ, જાણો તેનાં વિશે

આચાર્ય ચાણક્ય ને લોકપ્રિય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી અને શાહી સલાહકાર નાં રૂપમાં ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર નાં મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્ય નાં મંત્રી હોવા છતા તે ખૂબ જ સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતા હતા. ચાણક્ય એ પોતાનાં જીવનમાંથી મેળવેલા અનુભવમાંથી એક પુસ્તક લખી છે. ચાણક્યનીતિ ગ્રંથમાં મનુષ્યને ઘણી નીતિઓ વિશે માહિતી આપવામાં આવી છે. જો મનુષ્ય તેને અનુસરે તો તેના જીવનનાં દુઃખ દૂર થાય છે
આ લોકો ક્યારેય સમજી શકતા નથી દુઃખ
ચાણક્ય નીતિમાં ઘણા એવા લોકો વિશે જણાવવામાં આવ્યું છે કે જે બીજાનાં દુઃખ ને ક્યારેય સમજી શકતા નથી. રાજા, યમરાજ, અગ્નિ, ચોર, નાનું બાળક, ભિખારી અને કર વસૂલ કરનાર આ લોકો બીજા નાં દુઃખ ને સમજી શકતા નથી. માટે તે લોકો પાસેથી પોતાનું દુઃખ સમજવાની આશા રાખવી વ્યર્થ છે.
આ મનુષ્ય હોયછે પશુ સમાન
ચાણક્યનું માનવું છે કે નિમ્ન સ્તર નાં પ્રાણીઓ અને માણસમાં ખાવું,સુવું, અને ડરવું બધું જ એક સમાન હોય છે. જો માણસ કોઈ રીતે પશુઓ થી અલગ છે તો ફક્ત પોતાનાં વિવેક જ્ઞાનને કારણે તેથી જે મનુષ્યને જ્ઞાન ગ્રહણ કરવું નથી અથવા જેનામાં જ્ઞાન ની કમી છે તે પશુ સમાન છે.
આ લોકો માટે ધરતી જ સ્વર્ગ હોય છે
ચાણક્ય ના મત મુજબ જેની પત્ની પ્રેમ ભાવ રાખવાવાળી, સદાચારી હોય છે. તે વ્યક્તિ ઇન્દ્ર નાં રાજ્ય જેવું સુખ ભોગવી શકે છે. આ ઉપરાંત જેની પાસે સંપત્તિ ની કમી નથી જેની પાસે સદાચાર વાળો દીકરો છે અને જેને તેનાં પુત્રો દ્વારા પૌત્રનું સુખ પ્રાપ્ત થયેલ છે. તેવા લોકો માટે ધરતી જ સ્વર્ગ હોય છે
આ લોકો સંકટોને હરાવી શકે છે
આચાર્ય નાં મત મુજબ છે જેનાં હૃદયમાં દરેક જીવ પ્રત્યે પરોપકારની ભાવના હોય છે અર્થાત જે બધા જીવો પ્રત્યે દયા ભાવના રાખે છે એવા મનુષ્ય દરેક સંકટ ને હરાવવા માટે સક્ષમ હોય છે. અને તે દરેક રીતે સંપન્ન હોય છે.
હાથી અને ભમરો
ચાણક્ય અનુસાર એક મદમસ્ત હાથી કાન હલાવી ને પોતાનાં માથા પરથી ટપકી રહેલ રસ પીવાવાળા ભમરા ને ઉડાડે છે ત્યારે ભમરા નું કશું જ નથી બગડતું. તે ખુશી ખુશી કમળ થી ભરેલા તળાવની તરફ ચાલ્યા જાય ,છે આવું કરીને હાથી ખુદ પોતાનાં માથાના શિંગાર ને ઓછું કરે છે.
સન્માન આપવા થી મળે છે સંતોષ
ચાણક્ય અનુસાર હાથ ની શોભા ઘરેણાથી નહીં પરંતુ દાન દેવાથી વધે છે. નિર્મળતા ચંદનનો લેપ લગાવવાથી નહીં પરંતુ જળથી સ્નાન કરવાથી આવે છે એ જ રીતે એક મનુષ્ય ભોજનથી નહીં પરંતુ સન્માન દેવાથી સંતુષ્ટ થાય છે. પોતાને સાજ -શણગાર કરવાથી મુક્તિ મળતી નથી પરંતુ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જ મુક્તિ મળે છે.