ચાણક્ય નીતિ અને ગીતાજી બન્ને માં છુપાયેલી છે સફળતાની ચાવી, બસ કરો આ ૨ કામ

ચાણક્ય નીતિ અને ગીતાજી બન્ને માં છુપાયેલી છે સફળતાની ચાવી, બસ કરો આ ૨ કામ

જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ ને સફળતાનો સ્વાદ ચાખવો છે. જોકે તેના માટે મહેનત અને આપણા ખુદ પર આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આળસ કરતા હોય છે એવામાં આજે અમે તમને સફળતાની ચાવી વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ચાવી આપણને બધાને પ્રાપ્ત થઇ શકે છે તેના માટે બસ થોડી મહેનત કરવાની જરૂર છે.

જોકે ચાણક્ય નીતિ અને ગીતાજી નાં ઉપદેશ માં સફળતાની ચાવી વિશે જણાવવામાં આવ્યું છે. તે અનુસાર જો કોઈ મનુષ્ય પોતાની અંદર આ બે ખાસ ગુણ વિકસિત કરે તો તેને જીવનમાં સફળ થતા કોઇ રોકી શકતું નથી. હંમેશા જોવા મળે છે કે, લોકો જલ્દી સફળ થવા શોર્ટકટ શોધે છે અને ધીરજ અને સંયમથી કામ લઈને પોતાની જાતને કેળવતો નથી પરંતુ સારી અને મૌલિક વસ્તુઓને ભૂલીને ખોટી દિશામાં જવા લાગે છે. તેથી સફળતા પ્રાપ્ત કરવા માટે આ બે ગુણો પર કામ કરવું જરૂરી છે.

મધુર વાણી

આચાર્ય ચાણક્ય એ પોતાના નીતિ શાસ્ત્ર માં મધુર વાણીનું ખૂબ જ મહત્વ સમજાવ્યું છે. તે મુજબ તમારી વાણી મધુર હશે તો તમારી ભાષા અને વ્યવહાર માં એક અલગ જ સૌંદર્ય નિખારીને સામે આવશે. વાણીમાં એવી મધુરતા હોવી જોઇએ કે, તે સીધા સામેવાળાનાં  દિલ માં પ્રવેશ કરે. તમારી વાણીમાં મીઠાશ હશે ટો સામેવાડી વ્યક્તિ તમારો ગુસ્સો પણ સાંભળી લેશે. તેને તમારી આસપાસ રહેવાનું પસંદ આવશે તે તમારી સાથે દિલથી જોડાઈ જશે અને તમારી દરેક વાત સાંભળશે. એનાથી વિપરીત જો તમારી વાણીમાં કર્કશતા અને કડવા વચન હશે તો તે તમારાથી દૂર રહેશે. તમારી મદદ કરવાની તો દૂર પણ તમને મળવાનું પણ પસંદ કરશે નહીં. કડવી વાણી નાં લોકોને જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી. કોઈપણ વ્યક્તિ તેનું દિલ થી સન્માન કરતું નથી હંમેશા તે એકલતા અનુભવે છે. કડવી વાણી ની કિંમત તેને અલગ અલગ નુકસાન નાં રૂપમાં ચૂકવવી પડે છે.

વિનમ્રતા

 

ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં ઘણા ઉપદેશ આપ્યા છે. તેમાંથી એક ઉપદેશ વ્યવહારમાં વિનમ્રતા લાવવાનો છે. જેટલા પોરાણિક ગ્રંથો છે તેમાં જેટલા પણ મહાન વ્યક્તિ નાં ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં વિનમ્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જેટલા સીધા અને સરળ હશો તમારામાં એટલી જ વિનમ્રતા હશે. પ્રાચીન સમયમાં સંતો માં વિનમ્રતા હોવાના કારણે તેનાં મનમાં શાંતિ રહેતી હતી. જ્યારે તમે જ્ઞાન, સંસ્કાર અને સત્ય નાં માર્ગ પર રહો છો ત્યારે વિનમ્રતા આપોઆપ જ આવી જાય છે .આ વિનમ્રતાથી શત્રુ પણ  મિત્ર બની શકે છે. વિનમ્ર લોકો પર માં લક્ષ્મી હંમેશા કૃપાદૃષ્ટિ બનાવી રાખે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *