ચાણક્ય નીતિ જીવનમાં મુશ્કેલીઓથી દૂર રહેવા માંગો છો, તો આ લોકોથી અંતર રાખો

આચાર્ય ચાણક્ય પ્રાચીન કાળનાં ખૂબ જ મહાન અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેમનાં જ્ઞાનની ચર્ચા આ કાળમાં પણ કરવામાં આવે છે. આચાર્ય ચાણક્ય એ જીવન ઉપયોગી ઘણી નીતિઓ સમજાવી હતી. જેનું પાલન કરવાથી વ્યક્તિ પરેશાનીઓથી બચી શકે છે. ચાણક્ય ની વાત પર અમલ કરવા વાળા વ્યક્તિઓ હંમેશા ખુશહાલ જીવન પસાર કરી શકે છે.તેઓએ પોતાની નીતિ માં ઘણા એવા લોકો વિશે જણાવ્યું છે કે, જેનાથી અંતર રાખવું જરૂરી છે. જે લોકો તેના સંપર્કમાં રહે છે તેને ભવિષ્યમાં દુઃખ અને પરેશાનીનો સામનો કરવો પડે છે.
મૂર્ખ વ્યક્તિ
આચાર્ય ચાણક્ય આ માધ્યમ થી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે, મૂર્ખ વ્યક્તિઓથી દૂર રહેવું જરૂરી છે. એવા લોકો ને ઉપદેશ કે જ્ઞાન આપવાની કોશિશ કરવી જોઈએ નહી. એક સમજદાર વ્યક્તિ મૂર્ખ વ્યક્તિ ને જ્ઞાન આપીને તેનું સારું કરવા ઈચ્છે .છે પરંતુ મૂર્ખ વ્યક્તિ તેને સમજી શકતો નથી. મુર્ખ વ્યક્તિ ની સાથે કારણ વગર વાતચીત કરવાથી બચવું જોઈએ. મૂર્ખ લોકો ને સમજાવાથી માનસિક તણાવ સહન કરવો પડે છે. તેથી તેવા લોકોથી અંતર રાખવું જરૂરી છે.
ખરાબ સ્વભાવવાળા લોકો
ખરાબ સ્વભાવવાળી સ્ત્રી અને પુરુષ થી હંમેશા દૂર રહેવું જોઈએ. એવા લોકોની મદદ કરવા થી પણ કોઈ ફાયદો કે સુખ પ્રાપ્ત થતું નથી. તમે તેની ભલાઈ વિશે વિચારો છો અને તે તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. આવા લોકોની સાથે સંબંધ રાખવાથી સમાજ અને પરિવારમાં પણ અપમાન સહન કરવું પડે છે. એવા લોકો ધર્મ નો રસ્તો ભૂલી અને પાપ કરતા હોય છે, અને તમને પણ પાપ કરવા માટે પ્રેરિત કરશે.
અસંતુષ્ટ વ્યક્તિ
ઘણા લોકોને પોતાની પાસે જે હોય છે તેનાથી સંતોષ હોતો નથી. ભગવાન ને આપેલું બધું તેને ઓછું જ લાગે છે તેવા લોકોથી પણ દૂર રહેવું જોઈએ. જ્યારે તમે એવા લોકોનાં સંપર્કમાં આવો છો. તો તમારી અંદર પણ એ જ ભાવના જાગૃત થઈ જાય છે. અને તમે દુઃખી રહેવા લાગશો. એવા લોકો બીજાનું સુખ જોઈને નફરત કરે છે. કોઈ કારણ વગર દુઃખી રહેતા લોકોથી દૂર રહેવામાં જ ફાયદો છે.