ચાણક્ય નીતિ : જોવામાં આવે આ ૫ સંકેત તો સમજી જવું ઘરમાં આવી રહી છે દરિદ્રતા, થઈ જવું સાવધાન

આચાર્ય ચાણક્ય એક લોકપ્રિય શિક્ષક, અર્થશાસ્ત્ત્રી, શાહી સલાહકાર નાં રૂપમાં જાણીતા હતા આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર નાં મહાન વિદ્વાન હતા તે એટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં એક સાધારણ જીવન જીવવાનું પસંદ કરતા હતા.ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતો જણાવી છે કે, જે ગરીબી તરફ ઇશારો કરે છે જો આ સંકેતો જોવા મળે તો સમજવું કે ભવિષ્યમાં આર્થિક સંકટની પરેશાની આવી શકે છે.
પરિવાર માં કંકાશ
આચાર્ય ચાણક્ય નાં મત મુજબ પરિવાર માં જો દરરોજ કલેશ થતો હોય તો તે શુભ સંકેત નથી. ચાણક્ય અનુસાર પરિવારમાં આર્થિક સ્થિતિ માટે આ સારું નથી. જે લોકોનાં ઘરમાં વારંવાર લડાઈ ઝઘડા થયા કરે છે ત્યાં દરિદ્રતા આવે છે અને માતા લક્ષ્મી તે જગ્યાએથી હંમેશા ચાલી જાય છે માટે વ્યક્તિ એ ગૃહ કંકાસથી બચવું જોઈએ.
તુલસી નાં છોડનું સુકાવું
દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ હોય છે તુલસી નાં છોડનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે તુલસી સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. તુલસીનો છોડને લોકો હંમેશા સવારે અને સાંજે બંને ટાઈમ દીવો કરી અને તેની પૂજા કરે છે એવામાં જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાવા લાગે તો તે સારો સંકેત નથી તુલસી નો છોડ સુકાવાનો અર્થ છે કે ઘરમાં આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે. આચાર્ય જણાવે છે કે, જો તુલસીનો છોડ તમારા ઘરમાં સુકાતો હોય તો તરત જ તેને લીલોછમ કરવો જોઈએ.
કાચ તૂટવો
ચાણક્ય અનુસાર કાચ તુટવો અશુભ ગણવામાં આવે છે. આચાર્ય મુજબ કાચ ફુટવા થી ઘરની આર્થિક સ્થિતિ કમજોર થાય છે. કહેવામાં આવે છે જે ઘરમાં કાચ તૂટે છે ત્યારે આર્થિક સમસ્યા જરૂર આવે છે. આચર્યે લોકોને કાચનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવાની સલાહ આપી છે.
પૂજા પાઠમાં મન ન લાગવું
આચાર્ય ચાણક્ય મુજબ પૂજા પાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિ ને ક્યારેય આર્થિક તંગી ની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ જ્યારે મનુષ્ય નું પૂજા પાઠમાં મન નથી લાગતું અને તે પૂજા-પાઠથી દૂર રહેવા લાગે છે ત્યારે સમજવું કે ઘરમાં આર્થિક સંકટ આવવાની આશંકા બની રહી છે. પૂજા-પાઠ કરવાથી વ્યક્તિ નું મન શાંત રહે છે અને શાંત મનમાં નકારાત્મક વિચારો આવી શકતા નથી.
વડીલોનું અપમાન
વડીલોનું સન્માન હંમેશા કરવું જોઈએ કહેવામાં આવે છે જે ઘરમાં વડીલો નું સન્માન કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. જે ઘરમાં વડીલો નું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી રોકાતા નથી અને એવા ઘરની આર્થિક સ્થિતિ ક્યારેય સારી રહેતી નથી તેથી વડીલોનું સન્માન કરવું જોઈએ.