ચાણક્ય નીતિ : કોઈ પણ વ્યક્તિ આ વાતોથી થઈ શકે છે પરેશાન

ચાણક્ય નું નામ તો આપણે બધાએ સાંભળ્યું છે. આચાર્ય ચાણક્ય નાં વિશે કહેવામાં આવે છે કે, આજ સુધી તેના જેવા વિદ્વાન કોઇ વ્યક્તિ થયો નથી. તેમનો જન્મ અજથી હજારો વર્ષ પહેલા થયો હતો. તેઓએ તે સમયે પણ એવી મહત્વપૂર્ણ વાતો કહી હતી કે, જેનું આજના સમયમાં પણ તેટલું જ મહત્વ છે જેટલું તે સમયે હતું. ચાણક્ય કોઈ એક વિષયમાં નહીં પરંતુ ઘણા વિષયો ના જાણકાર હતા.
આચાર્ય ચાણક્ય ના લીધે મળી રાજગાદી
ચાણક્યના વિશે કહેવામાં આવે છે કે, તેને લીધે જ ચંદ્રગુપ્ત મૌર્ય ને રાજગાદી મળી હતી ત્યારબાદ ચાણક્ય તેમના મંત્રી બન્યા. ચાણક્યની શિક્ષા ના લીધે જ ચંદ્રગુપ્ત સફળતાથી શાસન ચલાવી શક્યા. આચાર્ય ચાણક્ય ને કૂટનીતિ, રાજનીતિ અને અર્થશાસ્ત્રના જ્ઞાની માનવામાં આવે છે. તેમણે તેની નીતિઓને એક પુસ્તકમાં લખી હતી જેને આજના સમયે ચાણક્ય નીતિ ના નામથી ઓળખવામાં આવે છે.
ચાણક્ય નીતિ અનુસરવાથી જીવન સુખમય રહે છે
આજના સમયમાં પણ ઘણા પરેશાન વ્યક્તિઓ તેની નીતિ વાંચીને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે. તેઓએ ધર્મ, સ્ત્રી-પુરુષ નાં સબંધ જેવા અનેક વિષયો પર ઊંડાણથી અભ્યાસ કરી અને વાતો જણાવી છે. જે પણ વ્યક્તિ તેની કહેલી વાતો અનુસરે છે તેને જીવનમાં કોઈ પરેશાનીનો સામનો કરવો પડતો નથી. જે લોકો તેને કહેલી વાતને મજાકમાં લે છે તેને જીવનભર કોઇ કોઇને કોઇ પરેશાની આવ્યા કરે છે. તેણે તેની નીતિમાં પણ જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ કઈ વાતો થી વધારે પરેશાન થઈ શકે છે.
- કોઈપણ વ્યક્તિ કોઈ અજાણ્યા વ્યક્તિ એ કહેલી અપમાન જનક વાત સરળતાથી ભૂલી જાય છે. પરંતુ પોતાના ખાસ મિત્ર અથવા સંબંધી દ્વારા કહેવામાં આવેલી અપમાનજનક વાત જીવનભર યાદ રહે છે. તેના લીધે તે જીવનમાં ખૂબ જ નિરાશ થઇ જાય છે.
- ઘણા લોકોની જરૂરિયાતો ખૂબ વધારે હોય છે. તેની પાસે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ધન નહીં હોય તો તે કરજ લઈને જરૂરિયાતો પૂરી કરે છે. અને સમય પર કરજ ચૂકવી શકતા નથી કરજ વધવાના કારણે પોતને જ નહીં પરંતુ પરિવારના લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે.
- ઘણીવાર એવું પણ હોય છે વ્યક્તિ ના ઈચ્છતો હોય છતાં પણ તેને કોઈ દુરાચારી વ્યક્તિ ની સેવા કરવી પડે છે. તેના કારણે પણ વ્યક્તિ જીવનમાં ખૂબ નિરાશ રહેવા લાગે છે.