ચાણક્યનીતિ : માતાનાં ગર્ભમાં જ નક્કી થઈ જાય છે, બાળકનું ભવિષ્ય જાણી શકાય છે આ ૫ વાતો વિશે

આચાર્ય ચાણક્ય ને એક લોકપ્રીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી અને શાહી સલાહકાર નાં રૂપમાં ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર નાં મહાન વિદ્વાન હતા. એટલું જ નહીં. મોટા સામ્રાજ્ય નાં મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઘરમાં રહેવાનું પસંદ કરતા હતા. સાથે જ ખૂબ જ સાદું જીવન જીવવામાં માનતા હતા. આચાર્ય ચાણકયે પોતાનાં જીવનમાંથી મળેલા અનુભવ પરથી એક પુસ્તક ચાણક્ય નીતિ પ્રસ્તુત કરી છે. આચાર્ય ચાણક્ય નાં ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મનુષ્ય પોતાનાં જીવનકાળમાં આ નીતિઓનું અનુસરણ કરે છે. તેનાં જીવનમાંથી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેઓએ એક શ્ર્લોક નાં માધ્યમથી વ્યક્તિ સાથે જોડાયેલી ૫ વાતોનો ઉલ્લેખ કર્યો છે. જે માતાના ગર્ભમાં માં જ નક્કી થઈ જાય છે.
શ્ર્લોક
- आयुः कर्म च वित्तं च विद्या निधनमेव च ।
- पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
આ શ્ર્લોક નો અર્થ છે કે, માતાનાં ગર્ભ સમય દરમિયાન જ બાળક નાં જીવન સાથે જોડાયેલી ૫ વાતો નક્કી થાય છે. એ ૫ વાતો આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ વિશે છે. અર્થાત, બાળક કેટલા દિવસ જીવિત રહેશે. તે કેવું કર્મ કરશે, અને કેટલું ધનવાન થશે અને કેટલી વિદ્યા પ્રાપ્ત કરશે અને તેનું મૃત્યુ ક્યારે થશે એ બધી વાતો પહેલાથી જ નક્કી થઈ જાય છે.
આ શ્ર્લોક માં ચાણક્ય એક કહ્યું છે કે વ્યક્તિએ ઘણી વાતો હંમેશા યાદ રાખવી જોઈએ અને તેનાં પર વિચાર કરવો જોઈએ. વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જોઈએ કે, આ કેવો અને કયો કાળ ચાલે છે. તેનો સમય સારો ચાલી રહ્યો છે કે નહીં. તેને જીવનમાં કેવા પ્રકારના મિત્રો રાખવા જોઈએ. તેણે જે મિત્રોને પસંદ કર્યા છે તે સ્વાર્થી કે સાચા હોવા જોઈએ. તે કયા દેશમાં રહે છે. જે દેશમાં રહે છે ત્યાં યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં. તે કેટલું કમાઈ છે અને કેટલું ખર્ચ કરે છે. વ્યક્તિએ પોતાની આવક કરતાં ખર્ચ ને હંમેશા મર્યાદિત રાખવો જોઈએ. તેનામાં ખાસ વાત શું છે. તેની શક્તિ શું છે અને તેની ક્ષમતા કેટલી છે. આ વાતો યાદ રાખવી જોઈએ. ચાણક્યએ પોતાનાં પુસ્તક ચાણક્ય નીતિ માં કામની ઘણી એવી વાતો લખી છે. જો મનુષ્ય આ વાતોનું અનુસરણ કરે તો તે ચોક્કસ ખૂબ જ મજબૂત બની શકે છે. અને પોતાનાં જીવનમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહે છે.