ચાણક્ય નીતિ : પૈસા નાં નુકસાન માટે જવાબદાર હોય છે, મનુષ્યની આ ૩ આદતો

કુશલ સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી ચાણક્યે પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં ઘણી એવી વાતો નું વર્ણન કર્યું છે જેનું મહત્વ વર્તમાન સમયમાં પણ ઓછું નથી. અર્થશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર ચાણક્યે આર્થિક સ્થિતિ ને સુધારવા માટે ઘણા ઉપાયો જણાવ્યા છે. તેમની ચાણક્યનીતિ પુસ્તકમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું મહત્વ વર્તમાન સમય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેમના મત મુજબ મનુષ્યની કેટલીક આદતોને કારણે ધનનું નુકસાન થઈ શકે છે. આ આદતો ફક્ત આર્થિક નુકસાન નું કારણ જ નથી બનતી પરંતુ તેનાથી માં લક્ષ્મીની કૃપા ઓછી થઈ જાય છે.
લાલચથી રહેવું દુર
ચાણક્ય નાં કહેવા મુજબ ભૌતિક જીવન જીવવા માટે ધનની જરૂર પડે છે પરંતુ લોકોને એ વાતનો અંદાજ હોતો નથી કે તેની જરૂરિયાતો કેટલી છે. આવશ્યકતા અને લોભ વચ્ચે થોડું જ અંતર છે અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ચાણક્ય નીતિ માં એ વાતનું વર્ણન કરવામાં આવે છે કે, માં લક્ષ્મી ચંચળ હોય છે તેને મનાવવા માટે લોકોએ ઘણા પ્રયત્ન કરવા પડે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, લોભ કોઈપણ વ્યક્તિને કમજોર બનાવી દે છે. એક લાલચી માણસ હંમેશાં ખોટા રસ્તા પર ચાલવા માટે ઉત્સુક રહે છે. દર વખતે અસંતુષ્ટ રહેવાના કારણે તેનામાં ધ્યાન ની કમી હોય છે અને તેનું મન હંમેશા અશાંત રહે છે.
ખોટું બોલવું
ચાણક્ય મુજબ જે વ્યક્તિ ને જૂઠું બોલવાની આદત છે. તેનાં પર માં લક્ષ્મી ની કૃપા ક્યારેય થતી નથી. જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા નથી હોતી તેઓ ઘણી કોશિશ કરે છતાં પણ તેને ધનલાભ થતો નથી સાથે જ ખર્ચાઓમાં પણ વૃદ્ધિ થાય છે. બચત પણ થઈ શકતી નથી. આચાર્ય ચાણક્ય મુજબ લોકોએ હંમેશા સત્ય બોલવું જોઇએ. જુઠું બોલનાર વ્યક્તિ પોતાના ગુણોને ઓળખી શકતી નથી અને સફળતા મેળવી શકતી નથી.]
બીજા લોકોની ફરિયાદ કરવાથી બચવું
ચાણક્યે પોતાની નીતિ શાસ્ત્ર પુસ્તક માં જણાવ્યું છે કે, જે લોકોને બીજાની ફરિયાદ કરવાની આદત હોય તે લોકોને પણ ધનની હાનિનો સામનો કરવો પડે છે. તેઓનું માનવું છે કે બીજાને ખરાબ વાત કરનાર લોકો હંમેશા પરેશાન રહે છે ચાણક્ય મુજબ જે બીજા ની ફરિયાદ કરે છે તેનામાં પણ ખોટ આવી જાય છે.